સાબરકાંઠાના કલેકટર તરીકે અને અમદાવાદના ડીડીઓ તરીકે કરેલી શ્રેષ્ઠ કામગીરીને રાજય સરકારે બિરદાવી: ૨૪મીએ એવોર્ડ એનાયત કરાશે
રાજકોટ મહાનગરપાલિકાના કમિશ્નર બંછાનિધિ પાનીને રાજય સરકાર દ્વારા બેસ્ટ કલેકટર અને બેસ્ટ ડીડીઓનો એવોર્ડ એનાયત કરવામાં આવશે. આગામી ૨૪મી માર્ચના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આ બન્ને એવોર્ડો આપવામાં આવશે.
રાજય સરકારના મુખ્ય સચિવની અધ્યક્ષતામાં રચાયેલી પસંદગી સમીતીએ બંછાનિધિ પાનીની વર્ષ ૨૦૧૨-૧૩ના વર્ષ માટે બેસ્ટ ડીડીઓ તરીકે અને વર્ષ ૨૦૧૫-૧૬ના વર્ષ માટે બેસ્ટ કલેકટર માટેની પસંદગી કરી છે. અમદાવાદના ડીડીઓ તરીકે જયારે સાબરકાંઠાના કલેકટર તરીકે તેઓએ કરેલી સર્વશ્રેષ્ઠ કામગીરી માટે રાજય સરકાર દ્વારા તેઓની પસંદગી કરવામાં આવી છે. આગામી ૨૪મી માર્ચના રોજ બપોરે ૨ કલાકે ગાંધીનગર સ્તિ સ્વર્ણિમ સંકુલ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના હસ્તે બેસ્ટ કલેકટર અને ડીડીઓનો એવોર્ડ એનાયત કરવામાં આવશે. સો ૫૧ હજારનું રોકડ પુરસ્કાર આપવામાં આવશે. જે જિલ્લાઓ માટે તેમની પસંદગી કરવામાં આવી છે તે જિલ્લાને પણ વિકાસ કામ માટે વધારાના ૪૦ લાખ ‚પિયા ફાળવાશે.