ગંજીવાડામાં મહાદેવ એજન્સીમાંી લેવાયેલો સ્વરાજ બ્રાન્ડ પેકેજ દૂધનો નમૂનો ફેઈલ દૂધ વિક્રેતાઓએ ગાયનું દૂધ છે કે ભેંસનું તેનું બોર્ડ મારવું ફરજીયાત
તાજેતરમાં દૂધની કિંમતોમાં વધારો તા વધુ નફો કમાવવાની લાલચમાં અમૂક દૂધ વિક્રેતાઓ દ્વારા દૂધમાં ભેળસેળ કરવામાં આવતી હોવાની ફરિયાદ અને શંકાના આધારે મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા તાજેતરમાં દૂધના ધર્ંધાીઓને ત્યાં ચેકિંગ હા ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ૪૨ ડેરીઓમાં ચેકિંગ હા ધરાયું હતું અને ૧૭ સ્ળેી નમૂના લઈ પરીક્ષણ ર્એ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. સ્વરાજ બ્રાન્ડ દૂધનો નમૂનો પરીક્ષણમાં ફેઈલ ગયો છે. દૂધ વિક્રેતાઓને સ્ળ પર ગાયનું દૂધ છે કે ભેંસનું તે દર્શાવતું બોર્ડ લગાવવું પડશે.
આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઉનાળાની ઋતુમાં દૂધની તંગી અને ભાવ વધારામાં નફાની લાલચમાં અમુક વેપારીઓ દૂધમાં મિલ્ક પાવડર, રંક, યૂરીયા, બ્લોટીંગ પેપર જેવી અખાદ્ય વસ્તુઓની ભેળસેળ કરતા હોય છે. આટલું જ નહીં ફેટ વધારવા માટે સોયાબીન કે અન્ય તેલ કે વન્સ્પતી ફેટ ઉમેરવામાં આવે છે.
આજે આરોગ્ય શાખા દ્વારા એરપોર્ટ ફાટક પાસે ગાયત્રી ડેરી, રેસકોર્સ પાર્કમાં નિલકંઠ ડેરી, રેલવે ક્રોસીંગની બાજુમાં ખોડીયાર ડેરી, બોલબાલા માર્ગ પર શ્રીના ડેરી, સુભાષનગરમાં યોગેશ્ર્વર ડેરી, મવડી ચોકડીએ વ‚ડી ડેરી, ગેલ આઈ ડેરી, મોરબી રોડ પર શક્તિ ડેરી ફાર્મ, પરસાણાનગર મેઈન રોડ પર ગજાનંદ ડેરી ફાર્મ, જૂના મોરબી રોડ પર શિવમ સ્વીટ એન્ડ નમકીન, કોઠારીયા રોડ પર સુભાષ ચોકમાં કૈલાશ ડેરી, દૂધ સાગર રોડ પર ખોડીયાર ડેરી, પરસાણાનગર મેઈન રોડ પર ગજાનંદ ડેરી, મોરબી હાઉસ મેઈન રોડ પર શક્તિ ડેરી, શિવમ સ્વીટ એન્ડ નમકિન, કેદારના સોસાયટીમાં ગેલના ડેરીફાર્મમાંી ભેંસનું દૂધ તા મિકસ દૂધના નમૂના લઈ પરિક્ષણ ર્એ મોકલવામાં આવ્યા હતા.દરમિયાન તાજેતરમાં ભાવનગર રોડ પર ગંજીવાડા ૭૬માં મહાદેવ એજન્સીમાંી સ્વરાજ બ્રાન્ડ દૂધનો નમૂનો લેવામાં આવ્યો હતો. પેકિંગ ઉપર ૩૦ મીલી અને પાછળ ૨૦ મીલી નેટ છાપેલું હતું. જેના કારણે સેમ્પલ ફેઈલ ગયું છે.
આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભેળસેળ યુકત દૂધનો ઉપયોગ કરવાી ઝાડા-ઉલટી, કમળો, ફૂડ પોઈઝનીંગ જેવી બિમારી ાય છે. શહેરમાં દરેક દૂધ વિક્રેતાઓએ હવે દૂધના વેંચાણ માટે ગાય-ભેંસ કે અન્ય દૂધ વિશે માહિતી આપતું બોર્ડ મારવું ફરજીયાત છે.