વર્ષોથી એક જ એજન્સીને કોન્ટ્રાકટ અપાતો હોવાથી તેના સ્ટાફે અને કોન્ટ્રાકટરે ‚ડાને પોતાનું સામ્રાજય બનાવ્યું: ઉચ્ચ અધિકારીઓને ચોંકાવનારી રજુઆત
રૂડામાં મેનપાવર સપ્લાય કરતી એક જ એજન્સીને છેલ્લા ઘણા વર્ષોથી કોન્ટ્રાકટ આપવામાં આવી રહ્યો છે. આ અંગે મોટુ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની પંકજભાઈ સોરઠીયાએ ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરી હતી.
રજુઆતમાં જણાવ્યા મુજબ રૂડા કચેરીમાં આઉટ સોર્સથી ફરજ બજાવતા કોન્ટ્રકટનો સ્ટાફ કે જેઓ ભ્રષ્ટાચાર આચરે છે અને મેનપાવર સપ્લાય કરતી એજન્સી સાથે રહી રૂડાના અન્ય કર્મચારીઓ અને અધિકારીઓ સરકારને અંધારામાંરાખી ગેર વહિવટ કરે છે અને તેઓ ગુજરાત સરકારના નિયમોનું ઉલ્લંઘન કરી ભયંકર ભ્રષ્ટાચાર આદરી રહ્યા છે. કોઈપણ જાતની ટેન્ડર પ્રક્રિયા વગર બે વર્ષથી એક જ એજન્સીને મેનપાવરનો કોન્ટ્રાકટ આપવા પાછળનું કારણ શું રૂડામાં છેલ્લા ૧૦ થી ૧૨ વર્ષથી એક જ સ્ટાફ અને એક જ કોન્ટ્રાકટરે પોતાનું સામ્રાજય બનાવી લીધું છે. રૂડાના કાયમી કર્મચારીઓના સગા-વ્હાલા, લાગતા-વળગતા અને શૈક્ષણિક લાયકાત વગરના લોકોને નોકરીએ રાખે છે.
જેથી કોઈ કર્મચારી આ એજન્સીની વિરુઘ્ધ ફરિયાદ કરે નહીં. કેટલાક આઉટસોર્સના કેટલાક કર્મચારીઓ આ એજન્સી સાથે ભળી જઈ ભ્રષ્ટાચારમાં મદદ કરે છે એટલે તેઓને આઉટ સોર્સ એજન્સી આવા કર્મચારીઓને અંદર ખાને વધુ પગાર ચુકવે છે તેમજ આવા આઉટ સોર્સના કર્મચારીઓ ફરજ ઉપર હાજર ન રહેતા છતાં તેમની હાજરી પુરી ખોટા બીલ બનાવી સરકારના રૂપિયા પડાવવાનું મોટું કૌભાંડ ચાલે છે. આ કૌભાંડમાં રૂડાના બીલ મંજુર કરનાર અધિકારીઓનો પણ હિસ્સો દેવામાં આવે છે. આઉટ સોર્સ સપ્લાય કરતી એજન્સીને જ માત્ર કોન્ટ્રાકટ આપવા પાછળ રૂપિયા પડાવવાનું મોટું કૌભાંડ ચાલે છે. એજન્સી તેમના સ્ટાફના પીએફ કે ઈએસઆઈનું પણ ચુકવણું કરતી નથી. રૂડામાં કામ કરતી એજન્સીએ પોતાના કાર્યકાળ દરમિયાન સરકારને કેટલો ટેક્ષ ચુકવ્યો તે અંગે તપાસ કરાશે તો ટેક્ષ ચોરીની મોટી વિગતો બહાર આવશે. આ અંગે તાકીદે કાર્યવાહી કરવાની માંગ છે.