સૌરાષ્ટ્ર ઝોનની પ્રામિક શાળાનાં વિર્દ્યાીઓને અપાશે ટેકનીકલ નોલેજ
રાજયની પ્રામિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો વિજ્ઞાનમાં રસ લેતાં થાય અને તેઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે આજનાં ટેકનીકલ યુગની માંગ છે. બાળપણી જ તેઓ વિજ્ઞાનમાં રસ લેતાં થાય તે હેતુી પ્રાયોગીક કાર્ય જાતે જ કરતાં થાય તે જરૂરી છે તે માટે રાજયના ચાર ઝોનમાં પ્રાયોગિક ધોરણે ચાર મોબાઈલ પ્રયોગશાળા રાજય સરકાર દ્વારા ફાળવવામાં આવેલ છે.
તે પૈકી સૌરાષ્ટ્ર ઝોન માટે રાજકોટ જિલ્લાને મોબાઈલ પ્રયોગશાળા ફાળવવામાં આવેલ છે. આજ રોજ આ મોબાઈલ પ્રયોગશાળાનું જિલ્લા વિકાસ અધિકારી રાજકોટ જી.ટી.પંડયાના હસ્તે નારાયણ નગર ક્ધયા પ્રામિક શાળા કોઠારીયા ખાતે ઉદ્ઘાટન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે ઈન્ચાર્જ જિલ્લા પ્રામિક શિક્ષણાધિકારી રાજકોટ કિરીટસિંહ પરમાર, તાલુકા પ્રામિક શિક્ષર અધિકારી એમ.એન.વન્ડ્રા, કે.ની.શિક્ષણ, આઈ.સી.ઝાલા તા શાળા સ્ટાફ ઉપસ્તિ રહેલ હતાં. ઉદ્ઘાટન બાદ બાળકોને વિજ્ઞાન સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.