ru.૧૪ લાખના ચેક રિટર્ન કેસમાં અદાલતે બે વર્ષની સજા અને દંડના હુકમ સામે વેપારીએ અપીલ કરી‘તી
શહેરના પરાબજાર વિસ્તારમાં આવેલી એચ.આર.એન્ટરપ્રાઈઝ નામની પેઢીએ આપેલો ચેકો પરત ફરવાના ગુનાના કેસમાં નીચેની કોર્ટે આપેલી સજાના હુકમ સામે પેઢીના સંચાલકે સજા રદ કરવા કરેલી અપીલમાં સેશન્સ કોર્ટે નીચેની કોર્ટનો હુકમ કાયમ રાખી પેઢીના સંચાલકની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવેલ છે.
પરાબજાર વિસ્તારમાં એચ.આર.એન્ટરપ્રાઈઝના નામથી પેઢી ધરાવતા વેપારી મનિષભાઈ રમણીકભાઈ મિરાણીને ચેક પરત ફરવાના જુદા-જુદા પાંચ કેસમાં નીચેની કોર્ટે બે-બે વર્ષની સાદી કેદની સજા તથા પાંચ કેસના ચેક મુજબની રકમ ફરિયાદીને વળતર તરીકે બે માસમાં ચુકવી આપવા માટેનો હુકમ કરેલ. જો સમયમર્યાદામાં વળતરની રકમ ન ચુકવી આપે તો વધુ બે માસની સાદી કેદની સજા ભોગવવાનો પણ હુકમ કરેલ.
સદરહું હુકમથી નારાજ થતા એચ.આર.એન્ટરપ્રાઈઝવાળા મનિષભાઈ રમણીકભાઈ મિરાણીએ સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરેલી હતી. સજાનો હુકમ મોકુફ રાખવા માટે કરેલ. અરજીના અનુસંધાને કોર્ટે ફરિયાદીની ‚ા.૧૪ લાખ પુરાની લેણી રકમ પેટે ૨૦% રકમ જમા કરાવવા માટેનો હુકમ કરેલો. અપીલના સમય દરમ્યાન જામીન ઉપર મુકત કરવા અને સજાનો અમલ અપીલનો નિકાલ થતા સુધી મોકુફ રાખવા માટેનો કોર્ટે હુકમ કરેલો હતો.
એચ.આર.એન્ટરપ્રાઈઝવાળા મનિષભાઈ રમણીકભાઈ મિરાણીએ કરેલી અપીલોમાં નીચેની કોર્ટે કરેલ સજાનો હુકમ કાયદાના પ્રસ્થાપિત થયેલી સિઘ્ધાંતોથી વિરુઘ્ધ હોવાનું મનિષભાઈ મિરાણી સાબિત કરી શકેલા નથી. તેમજ તહોમતદાર તરફથી લીધેલા બચાવ સેશન્સ કોર્ટે માન્ય ન રાખતા પાંચેય ફોજદારી અપીલો રદ કરવા માટેનો અને નીચેની કોર્ટે કરેલો સજાનો હુકમ કાયમ રાખવા માટે એડીશ્નલ સેશન્સ જજ પી.પી.પુરોહિતે હુકમ કરેલ છે. હુકમ કરતાની સાથે આરોપી મનિષભાઈ મિરાણીને કસ્ટડીમાં લઈ લેવામાં આવેલા તેમજ સજા ભોગવવા માટે જેલમાં પણ મોકલી આપેલ છે. ફરિયાદી કાંતિલાલ કારીયા તરફે એડવોકેટ તરીકે પ્રવિણ કોટેચા, પૂર્વેશ કોટેચા, રવિ સેજપાલ, હરેશ મકવાણા, રજની કુકડીયા, દિવ્યેશ ‚ડકીયા, અજયસિંહ ચુડાસમા તથા નિલય પાઠક, ચિંતન ભલાણી રોકાયેલા હતા.