શહેરમાં રહેતા રોનક મહેશભાઈ ધધડાએ સંબંધની રૂએ હસુમતીબેન હસમુખરાય મહેતાને રૂ.૧ લાખ રોકડા હાથ ઉછીના આપેલા અને હસુમતીબેનએ ઉછીની રકમની ચૂકવણી પેટે ચેક આપેલો જે ચેકની વસુલાત મેળવવા ફરિયાદીએ તેના બેંક ખાતામાં રજૂ રાખતા તે ચેક ફન્ડ ઈન્સફીસીયન્ટના કારણસર વગર સ્વીકારાય પરત ફરેલા જે સંબંધે હસુમતીબેન સામે ધી નેગોશીયેબલ ઈન્સ્ટુમેન્ટ એકટ ઈન્વયે અદાલ્તમાં ફરિયાદ દાખલ કરેલી.
હસુમતીબેન મહેતાએ તેમના વકીલ મારફત પૂરાવા અને હકિકત રજૂ કરી હતી કે ફરિયાદીએ તેણીને કોઈ હાથ ઉછીની રકમ આપેલ નથી પરંતુ રોનક લોન અપાવવાનું કામ કતા હોય રોનકે માધવ ફાઈનાન્સમાંથી રૂ.૧ લાખ લોન કરાવી આપેલી હતી અને તેના સેકયુરીટી રૂપે માત્ર સહી કરેલો એક કોરો ચેક આપેલો જેનો રોનકે દૂરૂપયોગ કરી તેણીની પાસેથી મોટી રકમ વસુલ કરાવાના ઈરાદાથી નગો. ઈન્સ્ટુમેન્ટ એકટની જોગવાઈઓનોગેરલાભ ઉઠાવવા ખોટી ફરિયાદ દાખલ કરેલી છે તેવો બચાવ ઉપસ્થિત કરેલો. આ કેસની સુનવણી વખતે હસુમતીબેનના એડવોકેટએ દલીલ કરી હતી કે આ કામમાં ફરિયાદીએ હસુમતીબેનને રૂ.૧ લાખ રોકડમા હાથ ઉછીના આપેલા હોવાના કોઈ લેખીત આધાર પૂરાવા રજૂ કરેલા નથી. તેમની દલીલના સમર્થનમાં સુપ્રીમ કોર્ટ તથા વિવિધ હાઈકોર્ટના ચુકાદાઓ ઉપર આધાર રાખી હસુમતીબેનને નિદોર્ષ છોડવા રજુઆત કરી હતી.
રેકર્ડ પરનાં પૂરાવાઓ તેમજ બંને પક્ષકારોનાં વકીલોની દલીલો ધ્યાને લઈ અધિક ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ બી.એસ. ઘાસુરા એ ગુનાના કામે આરોપી હસુમતીબેન મહેતાને નિદોર્ષ છોડવાનો હુકમ ફરમાવેલો આ કેસમાં આરોપી વતી એડવોકેટ એ.એમ. પરમાર તથા બ્રિજેશ પરમાર રોકાયેલા હતા.