ગુજરાતની ભાજપ સરકારના નાણામંત્રી નીતીનભાઈ પટેલ દ્વારા રજુ કરવામાં આવેલા ૨૦૧૮-૧૯ના બજેટમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટેની આરોગ્ય સેવાને લગતી મુખ્યમંત્રી અમૃતમ અને ર્માં વાત્સ્લય કાર્ડનો ખર્ચ મર્યાદા રૂ ત્રણ લાખ સુધી તબીબી સારવાર દવા વગેરે ખર્ચ સરકારના ભાગે થશે કીડની લીવર માટે રૂ.૨ લાખ સુધીની સહાય આપવામા આવતી તે વધારી રૂ.૫ લાખ કરવામાં આવી છે.
તેમજ વાર્ષિક આવક મર્યાદા દર રૂ.૩ લાખ કરવામાં આવ્યા છે. બેરોજગારોને ૨૦૦૦, ૧૫૦૦ તેમજ ૩૦૦૦નું ભથ્થુ આપવામાં આવશે. તે પ્રસંશનીય પગલુ છે. તેવું રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા જણાવે છે અને આ વર્ષનું બજેટ આરોગ્ય, શિક્ષણ અને મધ્યમવર્ગ તેમજ ખેડુત લક્ષી બજેટ છે જે આવકાર્ય છે.