જામનગર અને જામજોધપુરમાં માસુમ બાળકી પર દુષ્કર્મ આચર્યા જેવી જધન્ય ઘટના પ્રકાશમાં આવી ઘરમાં નડતર હોવાનું કહી કામાંધ શખ્સે માતા-પુત્રીને હવસનો શિકાર બનાવતા સર્વત્ર ફિટકાર

માતા-પુત્રીને વશીકરણ કરી કુટુંબી સગાએ ગુજાર્યો બળાત્કાર

જામનગરના કૃષ્ણનગરની તરૂણી પર સાવકા પિતા, ભાઇ અને બહેને સિતમ ગુજારી કરેલી હત્યા અને જામજોધપુરના બુટાવદરમાં પાલક પિતાએ ફુલ જેવી માસુમ બાળકીને વાસનાનો શિકાર બનાવી ગર્ભવતી બનાવ્યાના જધન્ય અપરાધથી સભ્ય સમાજનું શરમથી માથુ ઝુકી ગયું છે ત્યાં રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારની માતા અને તેની સગીર પુત્રીને વશીકરણ કરી નજીકના સગાએ અવાર નવાર બળાત્કાર ગુજાર્યાનું પોલીસમાં નોંધાતા સનસનાટી મચી ગઇ છે.

હેવાનીયતની હદ વટાવતી ઘટનાની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગાંધીગ્રામ શેરી નંબર ૧માં રહેતા મોચી પરિવારના માતા અને તેની સગીર પુત્રીને ગોંડલ રોડ પર આવેલા પીરવાડી પાસે રહેતા મનોજ મનુ જેઠવા નામના શખ્સે અવાર નવાર બળાત્કાર ગુજાર્યાની મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મોચી પરિવારના મોભીનું બે વર્ષ પહેલા બીમારીના કારણે મૃત્યુ નીપજતા તેના મોટા ભાઇના સાળાના પુત્ર મનોજ મનુ જેઠવાએ ખરાબ ઇરાદા સાથે સંબંધ વધારી દીધો હતો. મોચી પરિવારના યુવાનને પોતાની સાથે ભાગીદારીમાં ગોંડલ રોડ પર સબમર્શિબલ પંપના રોટર બનાવવાનું કારખાનું શરૂ કરી ઘરે આવવા જવાનો સંબંધ વધારી દીધો હતો.

મનોજ જેઠવાએ તમારા ઘરમાં નડતર હોવાનું અને પૈસા ટકતા ન હોવાનું જણાવી પોતાની ઘરે માતાજીનો મઢ છે ત્યાં આવીને વિધી કરવાનું જણાવતા ત્રણેક માસ પહેલાં માતા-પુત્રી મનોજ જેઠવાના ઘરે ગોંડલ રોડ પર પીરવાડી પાસે ગયા હતા ત્યારે બંનેને દોરા બાંધી વશીકરણ કરી પોતાના વશમાં કરી લીધા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે.

મનોજ જેઠવા જેમ કહે તે રીતે જ માતા-પુત્રી કરવાનું શરૂ કર્યા બાદ મનોજ જેઠવાએ માતા અને તેની સગીર પુત્રી પર અવાર નવાર બળાત્કાર ગુજારવાનું શરૂ કર્યુ હોવાની મોચી યુવાનને જાણ થતા બંનેના હાથે બાંધેલા દોરા છોડી નાખી પૂછપરછ કરતા તેના પર મનોજ જેઠવાએ બળાત્કાર ગુજાર્યાની ચોકાવનારી વિગતો જણાવતા બંનેને મહિલા પોલીસ મથકે લઇ જઇ મનોજ જેઠવા સામે બળાત્કાર અંગેની ફરિયાદ નોંધાવી હતી.

મનોજ જેઠવા પરિણીત હોવાનું અને તેની પત્ની ૧૧ વર્ષની પુત્રી સાથે પરપુરૂષ સાથે બે વર્ષ પહેલાં ભાગી ગયાનું જાણવા મળે છે. પોલીસે મનોજ જેઠવાની શોધખોળ હાથધરી છે.

જામનગર અને જામજોધપુર બાદ રાજકોટમાં પણ તરૂણીને નજીકના સગાએ વાસનાનો શિકાર બનાવ્યાની જધન્ય ઘટનાથી સભ્ય સમાજ હચમચી ઉઠયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.