સાત હોદેદારો અને ૧૦ સભ્યોની સર્વાનુમતે નિમણુક
ક્રિમીનલ બાર એસોસીએશનની સાધારણ સભા મળેલી. ક્રિમીનલ બાર એસોસીએશનના તમામ સભ્યોએ સર્વાનુમતે પ્રમુખપદ માટે તુષારભાઈ બસલાણીની નીમણુક કરવામાં આવેલી છે. રાજકોટ ક્રિમીનલ બારની સ્થાપના આશરે ૩૦ વર્ષ પહેલા મધુસુદનભાઈ સોનપાલ તથા અમીતભાઈ જોષીએ કરેલી. જુનીયર એડવોકેટને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે કરવામાં આવેલ હતી. ત્યારથી આજદિન સુધી ક્રિમીનલ બાર એસોસીએશન જુનીયર વકીલોને પડતી મુશ્કેલીઓને હલ કરવા માટે કાર્યરત છે અને વર્ષોથી ક્રિમીનલ બાર એસોસીએશનને જુનિયર એડવોકેટને પડતી મુશ્કેલીઓને વાંચા આપેલ છે. તેમજ દિન પ્રતિદિન નવા આવતા વકીલ મિત્રોને ક્રિમીનલ બાર એસોસીએશન હંમેશા માર્ગદર્શન પુરુ પાડતું આવેલ છે. તેમજ તમામ ક્ષેત્રોમાં પ્રેકટીસ કરતા વકીલ મિત્રોને પડતી મુશ્કેલી કે તેઓના પ્રશ્ર્નો અંગે અવાર નવાર હાઈકોર્ટ તેમજ બાર કાઉન્સીલ ઓફ ગુજરાત તેમજ ડિસ્ટ્રીકટ જજ સમક્ષ રજુઆતો કરીને આજદિન સુધી સફળ કામગીરી કરી છે.
તા.૨૧ના રોજ ક્રિમીનલ બાર એસોસીએશનની સાધારણ સભા મળેલી. જેમાં જુનીયર વકીલ મિત્રો હાજર રહેલા જેમાં સર્વાનુમતે સને ૨૦૧૮ના વર્ષ માટે મળતા નીચે મુજબ હોદેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવેલી છે. જેમાં ક્ધવીનર નરેન્દ્રસિંહ ચાવડા, સહ ક્ધવીનર ગીરીરાજસિંહ જાડેજા, તેમજ પ્રમુખ તુષારભાઈ બસલાણી, ઉપપ્રમુખ હિતેન્દ્રસિંહ જાડેજા, સેક્રેટરી જયેન્દ્રસિંહ રાણા, જો.સેક્રેટરી હેમાંગભાઈ જાની, ટ્રેઝરર રાજકુમાર હેરમાની નિમણુક કરવામાં આવેલ છે તથા કારોબારી સભ્યો તરીકે એલ.જે.રાઠોડ, શૈલેષ એલ.સુચક, મનીષ એમ.મહેતા, ઉજ્જવલ રાવલ, દિપક દતા, કિશન વાગડીયા, મનિષ કોટક, ચેતનાબેન કાછડીયા તથા નમિતાબેન આર.કોઠીયાની નિમણુક કરવામાં આવેલ છે તથા કો.ઓપ.મેમ્બર તરીકે ધીમંતભાઈ જોષી તથા ચીમનલાલ સાકરીયાની સર્વાનુમતે નિમણુક કરવામાં આવેલી છે.
ક્રિમીનલ બાર એસોસીએશનના તમામ હોદેદારોને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ભુતપૂર્વ ચેરમેન દિલીપભાઈ પટેલ, બાર એસોસીએશનના પ્રમુખ સંજયભાઈ વ્યાસ તેમજ રાજકોટ જિલ્લાના ડીજીપી એસ.કે.વોરા તેમજ સીનીયર ધારાશાસ્ત્રી પિયુષભાઈ શાહ, અમીતભાઈ જોષી, હિતેષભાઈ દવે, જસવંતસિંહ ભટ્ટી, ઈન્દુભા રાઓલ, જયેશભાઈ બોઘરા અને મનિષભાઈ ખખ્ખર વિગેરે શુભેચ્છા પાઠવી છે.