ખલીફા એકતા સમૂહ શાદી કમીટીનાં નેજા હેઠળ ૪ દુલ્હા દુલ્હન નિકાહ પઢશે: રકતદાન કેમ્પનું આયોજન
સુન્ની મુસ્લીમ ખલીફા જુણેજા પરિવાર દ્વારા ખલીફા એકતા સમુહ શાદી કમિટીના સહકારથી આગામી રવિવારે સમૂહ શાદીનો કાર્યક્રમ ગેબનશાહ પીરની દરગાહ પાસે, હુસેની ચોક, મુકામ નિકાવા, તા. કાલાવડ ખાતે યોજાશે. સમુહ શાદીમાં ૪ દુલ્હા દુલ્હન નિકાહ પઢી એક બીજરને જીવનસાથી તરીકે સ્વીકારશે. જે અંગે વિગત આપવા આયોજકોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
સમુહ શાદીના એક દિવસ પૂર્વે ૨૪ ના રાતે ૧૦ કલાકે મિલાદ શરીફનો કાર્યક્રમ યોજાશે. જેમાં મહેમાનો માટે જમવા, રહેવાની વ્યવસ્થા કમિટી તરફથી કરવામાં આવી છે. ૨૫મી સમુહ શાદીનો કાર્યક્રમ યોજાશે. જેમાં નાસ્તનો સમય સવારે ૬ થી ૮ અને નિકાહ પઢવાનો સમય સવારે ૧૦ કલાકનો રહેશે સવારે ૧૧.૩૦ કલાકે જમણવારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ૨૫મીએ સવારે ૯ થી ૨ દરમિયાન રકતદાન શિબિર યોજાશે. માનવ ઉપયોગી આ સેવા કાર્યમાં બહોળી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ, બહેનો રકતદાન કરે તેવી કમિટીએ અપીલ કરી છે. સમૂહ શાદી દાતાઓમાં તરફથી દુલ્હા દુલ્હનને કરીયાવર પેટે રોકડ રકમ અથવા અન્ય ભેટ આપવામાં આવશે. સુન્નિ મુસ્લિમ ખલીફા જુણેજા પરિવાર તથા ખલીફા એકતા સમૂહ શાદી કમીટીના પ્રમુખ જુણેજા અબ્દુલભાઈના માર્ગદર્શન હેઠળ ગફારભાઈ જુણેજા, ઈબ્રાહીમભાઈ જુણેજા, લતીફભાઈ જુણેજા, રફીકભાઈ જુણષજ, હમીદભાઈ જુણેજા, રફીકભાઈ જુણેજા, અલ્તાફભાઈ જુણેજા, રજાકભાઈ જુણેજા, મહેબુબભાઈ જુણેજા, જાવીદભાઈ જુણેજા, તથા જુણેજા અનવરભાઈ વસા રફીકભાઈ જહેમત ઉઠાવી રહ્યા છે. વધુવિગત માટે મો.નં. ૯૮૭૯૪ ૧૦૪૫૦નો સંપર્ક કરવો.