પોલીસ મિત્ર બનેલા શખ્સે વ્યાજનો ધંધો કરી કપડાના વેપારીને બરબાદ કર્યાનો આક્ષેપ: બંને લોક દરબારમાં ફરિયાદનો ધોધ છુટયો
શહેરમાં વ્યાજના ધંધાર્થીઓનો રાફળો ફાટયો હોય તેમ નાના વેપારીઓ ને જરીયાતમંદને ઉચા વ્યાજના દરે નાણા આપી વ્યાજની પઠાણી ઉઘરાણી કરવા ધાક ધમકી અને બળજબરી કરવાની ઉઠેલી ફરિયાદના પગલે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતના માર્ગ દર્શન હેઠળ વધુ એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઝોન-૧ના વિસ્તાર માટે કુવાડવા રોડ અને ઝોન-૨ રૈયા રોડ પર બ્રહ્મ સમાજ ચોક ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.લોક દરબારમાં ઝોન-૧ના ડીસીપી અને સામાકાંઠા વિસ્તારના બી ડિવિઝન, એ ડિવિઝન, ભક્તિનગર, થોરાળા, આજી ડેમ ને કુવાડવા પોલીસ મથક હેઠળના વિસ્તારના અરજદારોને સાંભળવામાં આવ્યા હતા.
જ્યારે રૈયા રોડ પર બ્રહ્મ સમાજ ચોકમાં બ્રાહ્મમ જ્ઞાતિના ડેલામાં યોજાયેલા લોક દરબારમાં ડીસીપી ઝોન-૨ કરણરાજ વાઘેલા, એસીપી જયદીપસિંહ સરવૈયા, હર્ષદ મહેતા, ક્રાઇમ બ્રાન્ચ પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. સોનારા તેમજ ગાંધીગ્રામ, યુનિર્વસિટી, તાલુકા અને માલવીયાનગર પોલીસ મથકના અધિકારીઓ દ્વારા અરજદારને સાંભળવામાં આવ્યા હતા.જનકપુર ખાતે રેડીમેન્ટ કપડાની દુકાન ધરાવતા રાહુલ રમેશચંદ્ર પારેખે પોલીસ મિત્ર ગીરીશ રતિલાલ દેસાઇ પાસેથી માસિક ૧૨ ટકા વ્યાજના દરે રૂ.૧૬ લાખ લીધા હતા. દર મહિને રૂ.૧.૯૫ લાખ વ્યાજ ચુકવતો હતો.
દરમિયાન નોટ બંધીના કારણે ધંધો બરાબર ન ચાલતા વ્યાજ ચુકવવાનું ચુકી જતા પોતાની મિલકત વેચી વ્યાજ સહિતની રકમ ભરવાઇ કરી દઇ ગામડે ફેરી કરવાનું શ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હોવા છતાં ગીરીશ દેસાઇ ધાક ધમકી દેતો હોવાથી ત્રણેક માસ પહેલાં પોલીસમાં ફરિયાદ નોંધાવવા ગયો હતો પણ તે પોલીસ મિત્ર હોવાથી પોલીસે ફરિયાદ ન નોંધી હોવાનો આક્ષેપ કર્યો હતો.
સોમનાથ સોસાયટીના રહીશો કુવાડવા રોડ પર યોજાયેલા લોક દરબારમાં ઉમટી પડયા હતા ત્યાં વ્યાજના બદલે મુકેશ કાકડીયાએ ધારાસભ્ય અરવિંદ રૈયાણી વિધ્ધ રજૂઆત કરી હતી. ગઇકાલે જ વરરાજા સાથે કોર્પોરેશન અને પોલીસ કમિશનરને રજૂઆત કર્યા બાદ વ્યાજ અંગે યોજાયેલા લોક દરબારમાં ગેર કાયદે બાંધકામ તોડી પાડવા અંગે રજૂઆત કરી હતી.
રૈયા રોડ પર મહિલા તબીબે ચોર કોટવાલ કો દંડે તેવી રજૂઆત કરી હતી. મહિલા તબીબે પોતાના જ કામદારને રૂ.૮૦ હજાર ઉછીના આપ્યા હતા તે પૈકી કામદારે રૂ રૂ.૫૦ હજાર
પરત આપી હતા બાકીની રકમની ઉઘરાણી કરતા કામદાર દ્વારા વ્યાજની ખોટી ફરિયાદમાં ફસાવી દેવાની ધમકી દેતો હોવાની મહિલા તબીબે રજૂઆત કરતા પોલીસ સ્ટાફ પણ ચોકી ઉઠયો હતો. પ્રથમ લોક દરબાર ગત તા.૩ ફેબ્રુઆરીના રોજ યોજયો હતો ત્યારે ૪૧ અરજી મળી હતી તે પૈકી ૨૨ અરજીના ગુના નોંધી ૩૬ જેટલા શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
વ્યાજના ધંધાર્થીઓ પાસેથી પોલીસે પ્રોમીસરી નોટ, બેન્કના ચેક, મિલકતના દસ્તાવેજ સહિતનું સાહિત્ય કબ્જે કર્યા હોવાનું ડીસીપી કરણરાજ વાઘેલાએ જણાવ્યું છે.