સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ મોરબી ખાતે ખેલકુદ ધારા અંતર્ગત રામતોત્સવનું અહોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
કોલેજના વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે સાથે આરોગ્ય જળવાઈ રહે તે માટે રમતોત્સવનું આયોજન કરાયું હતું, દર વર્ષે યુ.એન.મહેતા કોલેજમાં કોલેજના પ્રિન્સિપાલ અને ખેલકુદ ધારાના કો ઓર્ડીનેટર ડો.એલ.એમ.કણઝારીયાના માર્ગ દર્શન હેઠળ યોજાયેલ આ રમતોત્સવમાં જુદી – જુદી દોડ, કેરમ અને ચેસ સહિતની રમતો રમાડવામાં આવી હતી.
આ રમતોત્સવમાં ૧૦૦ મીટર દોડ ભાઈઓમાં ઓળકીયા પ્રકાશ ગોરધનભાઇ, ૧૦૦ મીટર બહેનોમાં હડિયલ રસીલા અંબારામભાઈ, ૨૦૦ મિટર ભાઈઓમાં પલાળીયા જયેશ વાસરામભાઈ, ૨૦૦ મીટર બહેનોમાં હડિયલ રસીલા અંબારામભાઈ, કેરમમાં પરમાલ વિપુલ ડી. અને ચેસમાં પડસુંબીયા રવિ આર. વિજેતા બન્યા હતા.
સ્પર્ધામાં ભાગ લેનાર અને નંબર મેળવનાર તમામ વિદ્યાર્થીઓને પ્રિન્સિપાલ દ્વારા અભિનંદન આપી વિદ્યાર્થીઓમાં ખેલદિલી, રચનાત્મક અભિગમ અને શારીરિક ક્ષમતા કેળવાય તે માટે પરિશ્રમ અને પ્રેક્ટિસ થકી આગળ વધવા શીખ આપવામાં આવી હતી.
સમગ્ર આયોજનને સફળ બનાવવા કોલેજના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.