ભારત સ્વાભિમાન એવંમ્ પતંજલી યોગ સમિતિ આયોજીત શિબિરમાં ૨ હજારથી વધુ લોકો જોડાશે: યોગગુ‚ઓ આપશે વિશેષ માર્ગદર્શન
ભારત સ્વાભિમાન એવમ્ પતંજલી યોગ સમિતિ દ્વારા ગોંડલ ખાતે આગામી ૨૩મીથી ૨૫મી સુધી ત્રિદિવસીય યોગ અને ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર શૃંગાર પાર્ટી પ્લોટ વાછેરાનો વાળો, અલખનાં ચબુતરા પાસે સવારે ૫.૪૫ થી ૭.૩૦ દરમિયાન યોજાશે.શિબિર અંગે વિશેષ માહિતી આપવા પતંજલીનાં રાજય પ્રભારી લક્ષ્મણભાઈ પટેલ, જિલ્લા પ્રભારી નટવરસિંહ ચૌહાણ, યોગગુ‚ કિશોરભાઈ પઢીયાર, તાલુકા પ્રભારી હિતેશભાઈ દવે, યુવા પ્રભારી ભાવિક ખૂંટ, તાલુકા મહિલા પ્રભારી રેખાબેન ધડૂક તેમજ યોગ શિક્ષકો શિલ્પાબેન ભુવા, કિરણબેન ભીંડા, પદમાબેન રાચ્છ, જયોતિબેન પરમાર, મમતાબેન ગુપ્તા, પ્રભુદાસભાઈ મણવર, નિતિનભાઈ કેસરીયા અને હર્ષદભાઈ યાજ્ઞીકે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
ઋષિ પરંપરા યોગને વિશ્ર્વ ફલક સાથે ઘર ઘર સુધી પહોચાડી હર માનવ મહા માનવ બને તેવા યોગ ગૂરૂ સ્વામી રામદેવજી મહારાજના સંકલ્પ નિમિતે પતંજલી યોગ પીઠ હરદ્વારના નામાંકિત યોગ ગુરૂ વિનોદજી શર્મા પોતાની આગવી શૈલીમાં અસાધ્ય રોગો મોટાપા નિવારણ, છર્જાથી ભરપૂર, વ્યકિતત્વ વિકાસ, પર્સનાલીટી સ્કિલ, વસુદેવ કુટૂંબ કમ ભાવના, આત્મવિશ્ર્વાસ સાથ સફળ જીવનમાં શાંતિ તેમજ રોગીઓ માટે ઈલાજ સમાન આ અમૂલ્ય યોગ શિબિર માર્ગદર્શન આપશે.આ યોગ શિબિરનો કુલ ૨ હજાર જેટલા લોકો લાભ લેશે શિબિર માટે કેશરબેન કડવાભાઈ ચેરી. ટ્રસ્ટ તથા માતૃ ઉજીબેન લવજીભાઈ ધડુક હસ્તે નૈમીષભાઈ ધડૂકનો સહયોગ પ્રાપ્ત થયો છે.
શિબિરને સફિળ બનાવવા નિલમબેન પટેલ, નિલેશભાઈ પટેલ, ચંદુભાઈ ખાનપરા, નવતમભાઈ ઢોલ, શૈલેષભાઈ સોજીત્રા, રજનીભાઈ વાછાણી, પ્રવીણભાઈ રૈયાણી જશ્મીન લીલા, પ્રભુદાસભાઈ મણવર, હિતેન્દ્રભાઈ મારવણીયા, દિવ્યેશભાઈ માલવીયા, કિશોરભાઈ દાવડા, મનોજભાઈ દવે, જયાભા પરમાર, ચેતનાબેન રૈયાણી વિજયાબેન પડારીયા, શીતલબેન પારખીયા ઉર્વીબેન ત્રાડા અને નયનાબેન ગૌસ્વામી સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.