રાજકોટના રાજપૂત કપલ મામલે હાઇકોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો
રાજપુત ક્ધયાઓના ખાંડુ સાથે લગ્ન કરાવવા અંગે ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જો વરરાજાની ગેરહાજરીમાં કટાર સાથે લગ્ન કરાવવામાં આવ્યા હોય તો તેને કાયદાકીય ગણીને ક્ધયાને બીજા લગ્ન કરતા અટકાવી શકાય?
ભરણપોષણના એક કેસમાં હાઇકોર્ટે કહ્યું કે આવી સ્ત્રીના બીજા લગ્ન માન્ય ગણાશે. કારણે કે પ્રથમ લગ્ન પતિની ખાંડુ એટલે કે કટાર સાથે થયા હતા. માટે સ્ત્રી તેના પ્રથમ સાસરે કયારેય ગઇ જ નથી અને પતિ-પત્નિના સંબંધોનો સવાલ જ ઉભો નથી થતો. કોર્ટે આ કેસમાં બીજા પતિને પત્નીને ભરણપોષણ આપવાનો આદેશ આપ્યો હતો. બીજા પતિએ સ્ત્રીને પાંચ વર્ષના લગ્નજીવન પછી તરછેલી દીધી હતી. આ યુગલને બે બાળકો પણ છે.
હાઇકોર્ટે જણાવ્યું કે કોઇપણ પુરાવા વિના પત્ની પર આડાઅવળાં આરોપ ન લગાડી શકે. આ યુગલ રાજકોટ જીલ્લાનું રાજપૂત કોમનું હતું. તેના પહેલા લગ્ન કટાર સાથે થયા હતા. અને પાછળથી તે અન્ય પુ‚ષના પ્રેમમાં પડી ગઇ હતી. અને તેની સાથે ભાગી ગઇ હતી. પાંચ વર્ષના સહજીવનમાં તેમને બે પુત્રો થયા અને છુટા પડયા બાદ સ્ત્રીએ ફેમીલી કોર્ટમાં ભરણપોષણની માંગણી કરી હતી અને કોર્ટે તેના પતિને મહીને રૂ ૩૦૦૦ ભરણપોષણ પેટે આપવાનો આદેશ આપ્યો છે. જો કે આ આદેશ અમાન્ય રાખી પતિ હાઇકોર્ટમાં ગયો હતો. પતિએ દલીલ કરી કે તેની પત્નીના અગાઉ લગ્ન થઇ ચુકયા છે. માટે તેના બીજા લગ્ન ગેરકાયદેસર છે. પરંતુ સ્ત્રીએ તેના જ્ઞાતિના રિવાજોનો ફાયદો ઉઠાવ્યો અને તેના આધારે તેના લગ્ન માત્ર ખાંડુ સાથે જ થયા હોવાનું કહ્યું પરંતુ ન્યાયાધીશ એસ.જી. શાહે કોઇપણ પુરાવા વિના હાઇકોટના દરવાજા ખખડાવવા બદલ પુરૂષની ઝાટકણી કાઢી હતી.