શિલ્પા શિંદે અને અર્શી ખાન એક મ્યાનની બે તલવારો છે,જે એક સાથે ક્યાય પણ ફિટ નથી થઈ શક્તી.’બિગ બૉસ 11′ માં તેમની દોસ્તી અને દુશ્મનીના કિસ્સાઓ બહુચર્ચિત બન્યા છે.’બિગ બૉસ’ ગેમને સમાપ્ત થયાને એક મહિનાથી વધુ સમય પસાર થઈ ગયો છે પરંતુ બન્નેનો ઝઘડો પૂરો થવાનું નામ નથી લેતો.બન્નેની કૉલ્ડ વોર હજુ પણ ચાલુ જ છે.આજકાલ તે બંને એકબીજાને તાના મારવાની તકો છોડતા નથી.થોડા દિવસો પહેલાં શિલ્પાએ એક મીટીંગમાં અર્શી ખાન પર નિશાન તાકયું હતું.જેમાં તેઓએ જણાવ્યુ હતું કે અર્શી પબ્લિસિટી એકઠી કરવામાં માહીર છે અને તે પોતાના નામનો લાભ ઉઠાવી રહી છે.હવે અર્શીએ શિલ્પાના આ નિવેદનનો જડબાતોડ જવાબ આપ્યો છે.તે વિશે જ્યારે અર્શીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે શિલ્પાને યુઝલેસ ફ્રેંડની સ્થિતિ આપી.
અર્શી ખાને પોતાના અનોખા અંદાજમાં શિલ્પા શિંદેને તાણો માર્યો, શું ટીવીની ભાભી દેશે હવે આવામની જાનને જવાબ?]
અર્શીએ પોતાના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે, ‘ઓહ … હું હજુ પણ તેમના નામનો ઉપયોગ કરી રહી છું? તેથી જ તે મારા બધા ઇન્ટરવ્યૂ અને સ્ટેટમેન્ટને અનુસરે છે.હવે હું તેને મારા વિશે વાત કરવા અને હેડલાઇન બનાવવા માટેની એક પણ તક નહીં આપું.અને હું મારી યુઝલેસ ફ્રેન્ડ વિશે કોઈ વાત કરવા નથી માંગતી’
કેટલાક દિવસ પહેલા અર્શીએ વિકાસ ગુપ્તા અને શિલ્પા શિંદેના લગ્ન વિશે ઘણા ખુલાસા કર્યા હતા.અર્શીના મંતવ્ય મુજબ શિલ્પા અને વિકાસ એકબીજા સાથે ક્યારેય લગ્ન ન કરી શકે.ત્યાં જ બિગ બૉસની જર્ની દરમિયાન શિલ્પાએ અર્શીને તેમના લગ્ન સાથે જોડાયેલા પ્રશ્નો વિશે વાત કરી હતી,જે અર્શીએ કેટલાક દિવસ પહેલા મીડિયામાં રીવીલ્ડ કરી હતી. અર્શીએ કહ્યું હતું કે શિલ્પા અત્યારે નહીં પરંતુ ભવિષ્યમાં પણ લગ્ન કરવાના મૂડમાં નથી.આ બાબતે શિલ્પા, અર્શીથી ધણી નારાજ થઈ હતી અને શિલ્પાએ તેમના નામનો ઉપયોગ કરવાનો આરોપ કર્યો હતો.