તેમને પોતાના હરીફોને કપટી પરોક્ષ રીતે શાન ઠેકાણે કઈ રીતે લાવવી તેનો અનુભવ પાક્કો હતો
અગાઉ જણાવ્યા પ્રમાણે ડાર્વિનના ઉત્ક્રાંતીવાદની થીઅરી મુજબ ‘જે સક્ષમ હોય તે ટકે (જીવે)’ તે પ્રમાણે ફોજદાર જયદેવને હવે મૂળીમાં ટકવા માટેનો સંઘર્ષ રાજકારણ સાથે શ‚ થવાનો હતો. ભીંકીયાના જુગાર કેસની બહુચર્ચા થયેલી, બનારાજાએ એફઆઈઆર રદ કરવા માટે ભલામણ કરેલી તેની સામે ફોજદાર જયદેવે કાયદેસરની ફરજ માં ડખલગીરી કરવા બાબતની કાર્યવાહી કરવાની ધમકી આપેલ હતી અને આ મૂળીના રાજકીય આકા બનારાજાનું કાંઈ ચાલેલુ નહિં ઉલ્ટાનું શરમાવા જેવું થયેલુ તેથી તેઓ હવે ફોજદારની શાન કેમ ઠેકાણે લાવી તેની ફીરાકમાં હતા. બનારાજા બનેલા રાજકારણી હતા પોતાના વિરોધી કે હરીફની શાન પરોક્ષ રીતે પણ કઈ રીતે ઠેકાણે લાવવી તેનું પાકું જ્ઞાન, આવડત અને અનુભવ હતો. રાજકીય પરિભાષામાં આ આવડતને ‘પગે બારણા વાસવા’ (બંધ કરવા) કહે છે.
બનારાજાની તાલુકા પંચાયતની ચૂંટણીમાં હાર થવામાં મુળીના જ પરમારો કારણભૂત હતા તેમને સાંજ પડયે છાંટો પાણી કરવાની ટેવ હતી તેથી બનારાજાએ તેમની ખાસ શકુનીચાલ વડે એક કાંકરે બે પક્ષી મારવાનો વ્યૂહ ગોઠવ્યો. મૂળી કોળીવાસમાં ઘનશ્યામ અને શીવો મોટા પાયે દેશીદારૂનો ધંધો કરતા હોવાની એક અરજી થઈ. તેમના આ નીશાનમાં પ્રથમ ફોજદાર જયદેવ અને પછી તેમના હરીફો હતા. હરીફોના છાંટો પાણી બંધ થાય અને તેઓ પોલીસ સાથે ભીડવાય જાય. જયદેવ અરજી ગઈ એટલે રેઈડ તો કરશે જ . જો રેઈડ દરમ્યાન જ બબાલ કે ડખો થાયતો વાત બરાબર જામી જાય નહિ તો પછી પોલીસ ધરપકડ કરશે. ફોજદાર જીદી છે.એટલે છોડવાનું કે મૂકી દેવાનું તો નામ જ નહિ લ્યે. તેથી છાંટા પાણી વાળા બનારાજાના હરીફો જયદેવ સાથે બરાબરના જામી જાશે.
જો આ ભીડંત જામી જાય તો પછી જયદેવને મૂળી વિસ્તારમાં કોઈ ટેકો બાતમીદાર કે સંપર્ક જ ન રહે. તેમનું આ આયોજન કુરૂક્ષેત્રનાં અભિમન્યુ ના ચક્રાવાના સાતમાં કોઠા જેવું હતુ આ ચક્રાવામાં પોલીસે રેડ કરવાની હતી એક વખત જયદેવ કોઈ કુંડાળામાં આવી જાય પછી તેનો કાયમી ધોરણે ધાર્યા પ્રમાણે (ગોસાઈ જેમ) ઉપયોગ કરવાનો હતો.
જયદેવ સમજી ગયો કે આ સાતમો કોઠો ગોઠવ્યો છે તો બહું અધરો અને જોખમી પરંતુ તે વિંધવો પારકરવો સાવ અશકય તો ન હતું આમ તો દારૂની રેઈડ એક સીધી સાદી કાર્યવાહી હતી પરંતુ મૂળી ગામની તાસીર મુજબ રેઈડમાં પોલીસ ઉપર હુમલો થાયતો પોલીસના મણસોની નૈતિક હિંમત ભાંગી જાય અને પછી બીજીવાર પણ પેલી ઉકતી મુજબ ‘જમ ખોરડાભાળી જાય’ તે પ્રમાણે તમામને પોલીસની સળી કરવાનું મન થાય. તેવું ન બને તે માટે જ ખાસ ધ્યાન રાખવાનું હતુ.
અંગત સ્ટાફ તથા બાતમીદારોએ પણ જયદેવને કહ્યું કે આ કાવત્રુ ગંભીર લાગે છે, વિચારજો. પરંતુ મેદાનમાં આવ્યા પછી રમ્યા સિવાય છૂટકો જ નથી, ખેલાડીઓને પણ રમ્યા વગર મજા જ ન આવે. જયદેવે યુકિત પૂર્વક રેઈડ રાત્રીના નવ વાગ્યે કરી અને ઘનશ્યામ શિવા બંનેને પકડી લીધા કાયદેસરની કાર્યવાહી થઈ ગઈ છાંટા પાણી વાળાએ તો સાંજે સાત વાગ્યેના માલ લઈ જઈને પોતાના વિસ્તારમાં ડાયરા ચાલુ કરી દીધા હતા તેમને સવારે રેઈડ ની ખબર પડી ત્યારે આરોપીઓને કોર્ટમાં રજુ કરવાની તૈયારી ચાલુ હતી તેઓ જકાત નાકે આવીને અટકી ગયા ત્યાં તેમને કોન્સ્ટેબલ પ્રતાપસિંહ પરમારનો ભેટો થઈ ગયો. છાંટા પાણી વાળાએ પોલીસ ઉપર હૈયાવરાળ કાઢી પ્રતાપસિંહે તેમને કહ્યું સાહેબતો નવાજ છે.તેમને કોળીવાસ કયાં આવ્યો તે પણ ખબર નથી તમારા હરીફે જ અરજી કરાવીને પોલીસએ રેઈડ કરવા મજબુર કર્યા છે. આથી વાત જકાત નાકે જ જામી ગઈ તેઓએ કહ્યું તો એમ વાત છે! તેઓ પણ કયાં દુધે ધોયેલા છે. બનારાજાના ખાસ ટેકેદારને તો સુરજી દારૂ પૂરો પાડે છે. સુરજીનો દારૂ બંધ થાય એટલે બનારાજાના અંગત ખાસ ટેકેદાર તેને ઠપકો દેશે કે બના તારે આ રામાયણ કરવાની શું જરૂરત હતી. ‘સુતા સાપ જગાડે’ છો? આથી એક બીજી અરજી પોલીસ સ્ટેશનમાં ઈન્વર્ડ થઈ કોળીવાસમાં સુરજી મોટા પાયે દારૂ વેચે છે!
પરંતુ બનારાજા પહોચેલી માયા હતી તેમને પોલીસ સ્ટેશનમાંથી જ કોઈકે આ સુરજીની અરજી થયાની જાણ કરી દીધ બનારાજાએ આ આપત્તિ ને પણ અવસરમાં ફેરવી દીધી જયદેવને ખ્યાલ નહિ કે સૂરજી મહિલા છે. નામતો પૂરૂષ જેવું લાગતુહતુ બનારાજાએ એવું ભયંકર ષડયંત્ર રચ્યું કે સુરજીને ત્યાં રેઈડ કરીને જયદેવ પોલીસમાંજ આંખે ચડી જાય તેમનો વિશ્ર્વાસ ગુમાવી દે અને જાતે પણ આત્મવિશ્ર્વાસ ગુમાવી દે તેવી ગોઠવણ કરી દીધી.
જયદેવ જરૂરી આયોજન સાથેસાંજના સાડા છ વાગ્યે પોતાના અંગત વિશ્ર્વાસુ સ્ટાફને લઈ ફરીથી મુળી કોળીવાસ માં ખાબકયો દેશીદારૂનો મોટો જથ્થો પકડાયો જયદેવને તો સુરજીને જોવો હતો પરંતુ તપાસ કરતા સુરજી એક આધેડ વયની મહિલા નીકળી, ઘરમાં તેનો વૃધ્ધ ધણી ખાટલામાં સુતો હતો જયદેવને નવા પરિપત્રોનો ખ્યાલ હતો સૂર્યાસ્ત પછી મહિલા આરોપીને બને ત્યાં સુધી અટક કરવી નહિ તેથી જયદેવે તેના ઘણી ગોલુને ઉપાડયો. સુરજીને જયદેવે કહ્યું હવે થાજે ભડની દીકરી આજે તો રાત થવામાં છે. તને કાલે સવારે પકડવાની છે. તારા ધણી ને તો અત્યારે જ લઈ જાઉ છું જયદેવે પ્રોહીબીશન એકટ મુજબ ની કાર્યવાહી કરી કબ્જાના કેસની લેખીત એફઆઈ આર આપી જેમાં મદદગારી કાવત્રા માટે સુરજીને અટક કરવા ઉપર બાકી દર્શાવી.
ગોલુને પોલીસ સ્ટેશને લાવી આવડો મોટો જથ્થો દારૂનો કયાંથી લાવ્યાની પૂછપરછ કરતા જણાવ્યું કે બનાવે છે તો ઘનશ્યામ અને શીવો જ તેની પાસેથી જયદેવ કોળીવાસમાં પાછો ઉપડયો ઘનશ્યામ તથા શીવાને ચેક કરવા.
સુરજીના ઘેરથી પોલીસ નીકળી ગયા પછી સુરજી સીધી ગામમાં ગઈ અને થોડીવારમાંજ પોલીસ સ્ટેશને આવી ગઈ થાણાની ઓસરીમાં ગોલુના આંગળાની છાપો લેવાતી હતી સુરજી ગોલુ સાથે વાતો કરવા લાગી, શકિતસિંહ આ કેસની એફઆઈઆર નોંધતા હતા ગોલુનું કામ પત્યુ એટલે કોન્સ્ટેબલે ગોલુને લોકઅપમાં મૂકી દીધો સુરજી લોકઅપ પાસે ઓસરીમાં બેઠી બેઠી
ગોલુ સાથે વાતો કરતી હતી ત્યાં ઓચિંતી જ વાત કરતા કરતા સુરજી બેભાન થઈ ગઈ અને લાંબી થઈ સુઈ ગઈ. ગોલુએ શકિતસિંહને સાદ પાડીને કહ્યું જુઓ સુરજી બેભાન થઈ ગઈ ! શકિતસિંહ ઉંચુ ઉપાડીને જોયું અને તેઓ એકદમ ગભરાઈ ગયા પાણીની ગ્લાસ ભરીને સુરજીને પાયો. પણ સુરજીએ આંખ ખોલી નહીં. થોડીવારે સુરજીના મોઢામાંથી ફીણ આવવા લાગ્યા. શકિતસિંહ હતા તો હોશિંયાર પણ ગોસાઈ અને બાબુ ભૈયાવાળી વાત હજુ તેમના મગજમાં ધુમરાત હતી શું કરવું તે તેમને સુઝયું નહીં તેથી વાયરલેસ સેટથી જીપમાં જયદેવને સંદેશો કહેવરાવ્યો કે તાત્કાલિક પોલીસ સ્ટેશને આવે, મોટી મુશ્કેલી થઈ છે.
જયદેવે પોલીસ સ્ટેશને આવીને જોયું તો ફળીયામાં બનારાજાના બે ત્રણ ફન્ટરીયા ઉભા હતા જીપ આવી એટલે તેઓ તરત પોલીસ સ્ટેશન બહાર જતા રહ્યા લોકઅપમાં ગોલુ પોક મુકીને સળીયા બહાર હાથ કાઢી રડતો હતો. ઓંસરીમાં સુરજી ચતા પાટ છુટા ફેલાયેલા વાળ અને મોઢામાંથી ફીણ આવી ગયેલ હાલતમાં પડી હતી. જયદેવ પણ આંચકો તો ખાઈ ગયો પણ તેણે પુછયું આ સુરજીને અહીં કોણે આવવા દીધી ? શકિતસિંહે કહ્યું હું એફ.આઈ.આર નોંધતો હતો તે કયારે આવીને બેસી ગઈ તે ખબર રહી નથી. પરંતુ આ કોન્સ્ટેબલ કહે છે કે પાંચ મિનિટ પહેલા જ પેલા લોકો બહાર ઉભા છે તેની સાથે આવી અને ગોલુ સાથે તો પોપટની જેમ વાતો કરતી હતી અને ઓચિંતી લાંબી થઈ સુઈ ગઈ તેથી મેં આ સાથે આવેલા લોકોને કહ્યું આને દવાખાને લઈ જાવ તો તેમણે કહ્યું સુરજી પોલીસ સ્ટેશનમાં તમારા કબજામાં છે તમારે જ કાર્યવાહી કરવાની હોય તેથી મેં તેમને વાયરલેસ કરી બોલાવ્યા.
જયદેવ સમજી ગયો રાજકારણનું કાવત્રુ અને દગો તેનું મગજ ચકરી ખાઈ ગયું. જયદેવ સામે રાજકોટના પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનનાે દાખલો તાજો જ હતો ત્યાંના ફોજદાર ઝાલાએ એક ચોરીના આરોપીને પકડીને રીમાન્ડ પર મેળવેલો. લોકઅપમાં આરોપીની માં મળવા આવી અને સાથે ટીક-૨૦ની થોડી ભરેલી બોટલ લોકઅપમાં આરોપીને આપી દીધી આરોપીએ થોડી જ દવા લઈને પોલીસને દબાવવાનું નાટક જ કરવાનું હતું પરંતુ નાટક કરવા જતા થોડો વધારે ડોઝ ટીક-૨૦નો લેવાઈ ગયો અને દેકારો કરી સિવિલ હોસ્પિટલમાં સારવારમાં દાખલ કર્યો અને વધુ ડોઝને કારણે નાટક કરવા જતા સાચુ થઈ ગયું આરોપી સારવાર દરમ્યાન મરણ ગયો. આરોપીની માં એ ફરિયાદ આપી ફોજદાર ઝાલાએ પરાણે ઝેર પાઈ દીધું અને ફોજદાર ઝાલાની સ્થિતિ ભયંકર થઈ ગઈ !
અગાઉ જણાવ્યા પ્રમાણે ડાર્વિનના ઉત્ક્રાંતીવાદની થીઅરી મુજબ ‘જે સક્ષમ હોય તે ટકે (જીવે)’ તે પ્રમાણે ફોજદાર જયદેવને હવે મૂળીમાં ટકવા માટેનો સંઘર્ષ રાજકારણ સાથે શરૂ થવાનો હતો. ભીંકીયાના જુગાર કેસની બહુચર્ચા થયેલી, બનારાજાએ એફઆઈઆર રદ કરવા માટે ભલામણ કરેલી તેની સામે ફોજદાર જયદેવે કાયદેસરની ફરજ માં ડખલગીરી કરવા બાબતની કાર્યવાહી કરવાની ધમકી આપેલ હતી અને આ મૂળીના રાજકીય આકા બનારાજાનું કાંઈ ચાલેલુ નહિં ઉલ્ટાનું શરમાવા જેવું થયેલુ તેથી તેઓ હવે ફોજદારની શાન કેમ ઠેકાણે લાવી તેની ફીરાકમાં હતા. બનારાજા બનેલા રાજકારણી હતા પોતાના વિરોધી કે હરીફની શાન પરોક્ષ રીતે પણ કઈ રીતે ઠેકાણે લાવવી તેનું પાકું જ્ઞાન, આવડત અને અનુભવ હતો. રાજકીય પરિભાષામાં આ આવડતને ‘પગે બારણા વાસવા’ (બંધ કરવા) કહે છે.
બનારાજાની તાલુકા પંચાયતની ચૂંટણીમાં હાર થવામાં મુળીના જ પરમારો કારણભૂત હતા તેમને સાંજ પડયે છાંટો પાણી કરવાની ટેવ હતી તેથી બનારાજાએ તેમની ખાસ શકુનીચાલ વડે એક કાંકરે બે પક્ષી મારવાનો વ્યૂહ ગોઠવ્યો. મૂળી કોળીવાસમાં ઘનશ્યામ અને શીવો મોટા પાયે દેશીદારૂનો ધંધો કરતા હોવાની એક અરજી થઈ. તેમના આ નીશાનમાં પ્રથમ ફોજદાર જયદેવ અને પછી તેમના હરીફો હતા. હરીફોના છાંટો પાણી બંધ થાય અને તેઓ પોલીસ સાથે ભીડવાય જાય. જયદેવ અરજી ગઈ એટલે રેઈડ તો કરશે જ . જો રેઈડ દરમ્યાન જ બબાલ કે ડખો થાયતો વાત બરાબર જામી જાય નહિ તો પછી પોલીસ ધરપકડ કરશે. ફોજદાર જીદી છે.એટલે છોડવાનું કે મૂકી દેવાનું તો નામ જ નહિ લ્યે. તેથી છાંટા પાણી વાળા બનારાજાના હરીફો જયદેવ સાથે બરાબરના જામી જાશે.
જો આ ભીડંત જામી જાય તો પછી જયદેવને મૂળી વિસ્તારમાં કોઈ ટેકો બાતમીદાર કે સંપર્ક જ ન રહે. તેમનું આ આયોજન કુરૂક્ષેત્રનાં અભિમન્યુ ના ચક્રાવાના સાતમાં કોઠા જેવું હતુ આ ચક્રાવામાં પોલીસે રેડ કરવાની હતી એક વખત જયદેવ કોઈ કુંડાળામાં આવી જાય પછી તેનો કાયમી ધોરણે ધાર્યા પ્રમાણે (ગોસાઈ જેમ) ઉપયોગ કરવાનો હતો.
જયદેવ સમજી ગયો કે આ સાતમો કોઠો ગોઠવ્યો છે તો બહું અધરો અને જોખમી પરંતુ તે વિંધવો પારકરવો સાવ અશકય તો ન હતું આમ તો દારૂની રેઈડ એક સીધી સાદી કાર્યવાહી હતી પરંતુ મૂળી ગામની તાસીર મુજબ રેઈડમાં પોલીસ ઉપર હુમલો થાયતો પોલીસના મણસોની નૈતિક હિંમત ભાંગી જાય અને પછી બીજીવાર પણ પેલી ઉકતી મુજબ ‘જમ ખોરડાભાળી જાય’ તે પ્રમાણે તમામને પોલીસની સળી કરવાનું મન થાય. તેવું ન બને તે માટે જ ખાસ ધ્યાન રાખવાનું હતુ.
અંગત સ્ટાફ તથા બાતમીદારોએ પણ જયદેવને કહ્યું કે આ કાવત્રુ ગંભીર લાગે છે, વિચારજો. પરંતુ મેદાનમાં આવ્યા પછી રમ્યા સિવાય છૂટકો જ નથી, ખેલાડીઓને પણ રમ્યા વગર મજા જ ન આવે. જયદેવે યુકિત પૂર્વક રેઈડ રાત્રીના નવ વાગ્યે કરી અને ઘનશ્યામ શિવા બંનેને પકડી લીધા કાયદેસરની કાર્યવાહી થઈ ગઈ છાંટા પાણી વાળાએ તો સાંજે સાત વાગ્યેના માલ લઈ જઈને પોતાના વિસ્તારમાં ડાયરા ચાલુ કરી દીધા હતા તેમને સવારે રેઈડ ની ખબર પડી ત્યારે આરોપીઓને કોર્ટમાં રજુ કરવાની તૈયારી ચાલુ હતી તેઓ જકાત નાકે આવીને અટકી ગયા ત્યાં તેમને કોન્સ્ટેબલ પ્રતાપસિંહ પરમારનો ભેટો થઈ ગયો. છાંટા પાણી વાળાએ પોલીસ ઉપર હૈયાવરાળ કાઢી પ્રતાપસિંહે તેમને કહ્યું સાહેબતો નવાજ છે.તેમને કોળીવાસ કયાં આવ્યો તે પણ ખબર નથી તમારા હરીફે જ અરજી કરાવીને પોલીસએ રેઈડ કરવા મજબુર કર્યા છે. આથી વાત જકાત નાકે જ જામી ગઈ તેઓએ કહ્યું તો એમ વાત છે! તેઓ પણ કયાં દુધે ધોયેલા છે. બનારાજાના ખાસ ટેકેદારને તો સુરજી દારૂ પૂરો પાડે છે. સુરજીનો દારૂ બંધ થાય એટલે બનારાજાના અંગત ખાસ ટેકેદાર તેને ઠપકો દેશે કે બના તારે આ રામાયણ કરવાની શું જરૂરત હતી. ‘સુતા સાપ જગાડે’ છો? આથી એક બીજી અરજી પોલીસ સ્ટેશનમાં ઈન્વર્ડ થઈ કોળીવાસમાં સુરજી મોટા પાયે દારૂ વેચે છે!
પરંતુ બનારાજા પહોચેલી માયા હતી તેમને પોલીસ સ્ટેશનમાંથી જ કોઈકે આ સુરજીની અરજી થયાની જાણ કરી દીધ બનારાજાએ આ આપત્તિ ને પણ અવસરમાં ફેરવી દીધી જયદેવને ખ્યાલ નહિ કે સૂરજી મહિલા છે. નામતો પૂરૂષ જેવું લાગતુહતુ બનારાજાએ એવું ભયંકર ષડયંત્ર રચ્યું કે સુરજીને ત્યાં રેઈડ કરીને જયદેવ પોલીસમાંજ આંખે ચડી જાય તેમનો વિશ્ર્વાસ ગુમાવી દે અને જાતે પણ આત્મવિશ્ર્વાસ ગુમાવી દે તેવી ગોઠવણ કરી દીધી.
જયદેવ જરૂરી આયોજન સાથેસાંજના સાડા છ વાગ્યે પોતાના અંગત વિશ્ર્વાસુ સ્ટાફને લઈ ફરીથી મુળી કોળીવાસ માં ખાબકયો દેશીદારૂનો મોટો જથ્થો પકડાયો જયદેવને તો સુરજીને જોવો હતો પરંતુ તપાસ કરતા સુરજી એક આધેડ વયની મહિલા નીકળી, ઘરમાં તેનો વૃધ્ધ ધણી ખાટલામાં સુતો હતો જયદેવને નવા પરિપત્રોનો ખ્યાલ હતો સૂર્યાસ્ત પછી મહિલા આરોપીને બને ત્યાં સુધી અટક કરવી નહિ તેથી જયદેવે તેના ઘણી ગોલુને ઉપાડયો. સુરજીને જયદેવે કહ્યું હવે થાજે ભડની દીકરી આજે તો રાત થવામાં છે. તને કાલે સવારે પકડવાની છે. તારા ધણી ને તો અત્યારે જ લઈ જાઉ છું જયદેવે પ્રોહીબીશન એકટ મુજબ ની કાર્યવાહી કરી કબ્જાના કેસની લેખીત એફઆઈ આર આપી જેમાં મદદગારી કાવત્રા માટે સુરજીને અટક કરવા ઉપર બાકી દર્શાવી.
ગોલુને પોલીસ સ્ટેશને લાવી આવડો મોટો જથ્થો દા‚નો કયાંથી લાવ્યાની પૂછપરછ કરતા જણાવ્યું કે બનાવે છે તો ઘનશ્યામ અને શીવો જ તેની પાસેથી જયદેવ કોળીવાસમાં પાછો ઉપડયો ઘનશ્યામ તથા શીવાને ચેક કરવા.