સન્માન સમારોહ, ધૂનભજન-લોકડાયરો-પ્રભાતધૂન-મેડીકલ કેમ્પ-મહાપ્રસાદ સહીતના કાર્યક્રમો

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદીર મોરબીનો એકાદશમ્ પાટોત્સવ તા.૧૭ અને ૧૮ ના રોજ પંચવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવ પૂર્વક ઉજવાયો હતો. જે અંતર્ગત શનીવારના રોજ સેવા કાર્યના સહયોગીઓ, કાર્યકરો તેમજ દાતાઓ સહીત કુલ ૧૭૫ સન્માન કરવામા આવ્યા ત્યાર બાદ રાત્રે સુપ્રસિધ્ધ કલાકારો જયમંત ભાઈ દવે, મનિષા બેન બારોટ, ભરત દાન ગઢવી તથા સુરેશ ભાઈ પટેલ દ્વારા ભજન સંધ્યા તેમજ લોકડાયરો યોજાયો.
IMG 20180218 WA0022રવિવાર સવારે પ્રભાત ધૂન અને વિના મૂલ્યે ડાયાબીટીસ તેમજ બી.પી. નિદાન કેમ્પ યોજાયો હતો જેમા ડો. અમિત ઘેલાણી તથા ડો. ભાવિકાબેન સૂચક વિનામૂલ્યે સેવા પ્રદાન કરી હતી તેમજ કુલ ૧૦૨ લોકોએ કેમ્પનો લાભ લીધો હતો અને સાંજે સર્વજ્ઞાતિય મહાપ્રસાદનુ આયોજન કરવામા આવેલ હતુ જેમા બહોળી સંખ્યા મા ભક્તજનોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.
IMG 20180218 WA0026જલારામ પ્રાર્થના મંદીર- શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા  વૈકુંઠરથ સેવા, શબવાહીની સેવા, અંતિમ યાત્રા બસ, એમ્બ્યુલન્સ સેવા, બીન વારસી મૃતદેહો ના અંતિમ સંસ્કાર, સામૂહીક અસ્થી વિસર્જન, દરરોજ સાંજે પ્રસાદ, પદયાત્રીઓ ની સેવા, બ્લડ ડોનેશન જેવી વિવિધ પ્રકારની માનવ સેવા સર્વજ્ઞાતિય પ્રદાન કરવામા આવે છે ત્યારે મંદીરનો પાટોત્સવ પણ ભક્તિભાવ પૂર્વક ઉજવવા મા આવ્યો હતો.
IMG 20180218 WA0025કાર્યક્રમ ને સફળ બનાવવા સંસ્થા ના ગીરીશ ભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, હસુ ભાઈ પુજારા, નરેન્દ્રભાઈ રાચ્છ, રાજુભાઈ ગીરનારી, ચિરાગ રાચ્છ, ભાવીન ઘેલાણી,વિપુલ પંડીત, જીતુભાઈ પુજારા, ચિરાગ વોરા, વિશાલ ગણાત્રા, હરગોવિંદદાસ દેવમોરારી, બદ્રીપ્રસાદ અગ્રાવત, દીનેશ સોલંકી, ફીરોઝ ભાઈ , જીજ્ઞેશ પોપટ, જીજ્ઞેશ પુજારા સહીત ના જહેમત ઉઠાવી હોવાનું જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.