રણબીરના પપ્પાને ‘ગોલીમાર ગર્લ’ ગમી ગઈ
મલયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયર અત્યારે ઈન્ટરનેટ જગતમાં છવાયેલી છે. સામાન્ય લોકોથી લઈને બોલીવુડની હસ્તીઓ પણ પ્રિયાના ફેન થઈ ગયા છે. પીઢ અભિનેતા અને રણબીર કપુરના પિતા ઋષિ કપુરનું નામ પણ આ યાદીમાં જોડાઈ ગયું છે. ઋષિ કપુરને પ્રિયા પસંદ આવી ગઈ છે. શુક્રવારે ઋષિ કપુરે પોતાના ટવીટમાં પ્રિયાની તસવીર શેર કરી હતી, ટિવટમાં ઋષિ કપૂરે લખ્યું, ‘આ છોકરીને મોટું સ્ટારડમ મળશે તેવું અનુમાન છે. પ્રિયા બહુ એકસપ્રેસિવ અને માસુમ છે. માઈ ડિયર પ્રિયા, તમે તમારી ઉંમરના લોકોને આકરો પડકાર આપી રહ્યા છો. તમારા પર ઈશ્ર્વરના આશીર્વાદ બન્યા રહે. મેરે સમય મેં નહીં આઈ આપ ! કર્યો ?’ વેલેન્ટાઈન વીક દરમિયાન પ્રિયાની વિડીયો કલીપ વાયરલ થઈ ગઈ હતી. જેમાં પ્રિયા કેશિયલ એકસપ્રેશન્સ દ્વારા પોતાના બોયફ્રેન્ડ પ્રત્યે પ્રેમ વરસાવી રહી છે. આ કિલપ પોતાની મલયાલમ ફિલ્મના ગીત ‘માનિકા મલયારા પૂવી’નો હિસ્સો છે. ઉલ્લેખનીય છે કે મલયાલમ ફિલ્મ ‘ઓરુ અડાર લવ’ ફિલ્મથી પ્રિયા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી રહી છે. ઓમાર લુલુના ડાયરેકશનમાં બની આ ફિલ્મ ૩ માર્ચ ૨૦૧૮ના રોજ રિલીઝ થશે.