‘ઐયારી’ફારસી શબ્દ છે: તેના અર્થ થાય – બહુરુપી
કલાકારો:- સિઘ્ધાર્થ મલ્હોત્રા, મનોજ બાજપાઇ, રકુલ પ્રીત, નસીરુદીન શાહ, અનુપમખેર
ડાયરેકટર:- નીરજ પાંડે
સ્ટાર:- પ માંથી ૩ સ્ટાર
ઐયારીના ડાયરેકટર નીરજ પાંડે સમાજ સાથે જોડાયેલા મુદ્દા માટે જાણીતા છે. બેબી સ્પેશ્યિલ છબ્બીસના ડાયરેકટર નીરજ પાંડેએ આ વખતે રાજકીય મુદ્દાને પ્રાધાન્ય આપ્યું છે.
સ્ટોરી:-બ્રિગેડીયર શ્રી નિવાસ (રાજેશ તૈલંગ) માયા (પૂજા ચોપરા) પાસેથી એક વાત જાણવાનો પ્રયાસ કરે છે. કર્નલ અભયસિંહ (મનોજ વાજપેઇ) તથા મેજર જય બક્ષી (સિઘ્ધાર્ંથ મલ્હોત્રા) વચ્ચે કેવી રીતે તિરાડ પડી અને બંને એકબીજાને નફરત કરે છે કર્નલ અભય નામ બદલીને કારનામા બતાવે છે. તો બીજી બાજુ જય પણ અલગ અલગ અવતારમાં ઘણાં જ કામો કરે, તારિક (અનુપમ ખેર) બાબુ રાવ (નવસરુદ્દિન શાહ) ગુરિંદર (કુમુદ મિશ્રા) ના રોલ છે. તે ટૂંકા છે. પણ સિઘ્ધાર્થ અને મનોજ જેટલા જ મહત્વના છે.
ડાયરેકશન:- ફિલ્મની વાર્તા સારી છે પરંતુ સ્ક્રિન પ્લેને વધુ સારી રીતે ઢાળી શકાઇ હતા ખાસ કરીને ફિલ્મના એડીટીંગમાં વધુ કામ થઇ શકયું હોત, ફર્સ્ટ હાફ લાંબો છે. સેક્ધડ હાફમાં વાર્તા નબળી પડી છે. કલાઇમેકસને વધુ સારો બનાવી શકાયો હોત. ફિલ્મમાં ઘટનાઓ ઘણી જ ધીમે ધીમે આકાર લે છે. જેને કારણે મનમાં એક સવાલ ઉભો થાય કે ફિલ્મ કયારે પૂરી થશે દર્શકોને ફિલ્મ ખેચાયેલી લાગે.
એકિટંગ:- સિઘ્ધાર્થ મલ્હોત્રા નવા અવતારમાં જોવા મળ્યો જે રીતે સિઘ્ધાર્થે કામ કર્યુ છે આ પહેલા તેણે એક પણ ડિરેકટર સાથે કર્યુ નથી. મનોજ વાજપેઇએ કરી એકવાર બેસ્ટ પર્ફોમન્સ આપ્યું અલગ અલગ અવતારમાં મનોજ દર્શકોને સરપ્રાઇઝ આપે છે. રાકુલપ્રીતનું નામ ઠીક છે. નસ‚દ્દીનનો રોલ નાનો છે પરંતુ દર્શકોમાં સેન્ટર ઓફ એટ્રેકશન છે. અન્ય કલાકારો જસ્ટ ઓ.કે.
ઓવર ઓલ:- નવો વિષ્થાય, સિઘ્ધાર્થ-મનોજના સારા અભિનય અને નીરજ પાંડેના ડિરેકશન માટે એકવાર જરુરથી આ ફિલ્મ જોવા જેવી છે.