અમીન માર્ગ ઉપર આવેલ એરેના એનિમેશનમાં ગુજરાતભરમાં આવેલી બ્રાંચોનાં વિદ્યાર્થીઓ માટે એક કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ વિભાગોમાં રાખવામાં આવેલી સ્પર્ધામાં સૌરાષ્ટ્રના પાંચ વિદ્યાર્થીઓ અવ્વલ આવ્યા હતા. તેને ખાસ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે એરેના એનિમેશન વિશ્ર્વના ૪૦ દેશોમાં પોતાની કામગીરી કરે છે. ૧૯૯૭ થી શ‚ થયેલી એરિના એનિમેશન વ્યકિતમાં પડેલી સર્જનાત્મક શકિતને બહાર લાવી વ્યકિતમાં સ્કીલ ડેવલોપ કરવાનું કાર્ય કરે છે. અત્યારના યુગમાં ફિલ્મ, ટેલીવિઝન, મીડિયા ક્ષેત્રે એનિમેશન, વી.એફ.એકસ, વેબસાઈટ ડિઝાઈનીંગ, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી જેવી સ્કિલનું મહત્વ ખુબ વધ્યું છે. મનોરંજન અને માધ્યમ જગતમાં આવી કુશળતા ધરાવતા ટેકનિકલ વ્યકિતઓની ખેંચ વર્તાય છે. આ ક્ષેત્રમાં દસ નિપૂર્ણ વ્યકિતની જરૂરીયાત સામે માત્ર છ નિપૂણ વ્યકિતની માંગણી જ પુરી કરી શકાય એવી સ્થિતિ છે ત્યારે એનિમેશન ટેકનોલોજી વીએફએકસ ટેકનોલોજી જેવા ક્ષેત્રમાં વિપુલ તકો પડેલી છે. આ ક્ષેત્રમાં જવા માટે કોઈ ખાસ શૈક્ષણિક લાયકાતની જરૂર નથી એ આ ક્ષેત્રની ખાસ બાબત ગણી શકાય.ગુજરાતભરમાં આવેલી એરેના એનિમેશનની ઈન્સ્ટીટયુટમાંથી કોમ્પિટીશનમાં ભાગ લેવા માટે આવેલા વિદ્યાર્થીઓ વચ્ચે વિવિધ અભ્યાસક્રમો ખાસી રસા કરી રહી હતી. જેમાં રાજકોટના વિરલ મેઘાણીએ વીએફએકસ કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ત્યારબાદ પ્રિતેશ અશોદરીયા, ધવલ રાજપરા, બ્રિજેશ મછોયા તેમજ કિશન મેસવાણીયા અનુક્રમે બે થી પાંચમાં નંબરે રહ્યા હતા. રાજકોટ એરેના એનિમેશનનાં ડાયરેકટર વિનીત કનોજીયાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ક્ષેત્રમાં વિપુલ તકો પડેલી છે. અભ્યાસ બાદ દરેક વિદ્યાર્થીને ગેરેન્ટેડ જોબ મળી જ જાય છે. રાજકોટમાં આવેલું એરેના એનીમેશન સૌરાષ્ટ્રનું એકમાત્ર સેન્ટર છે જયાં આ પ્રકારના વિવિધ સ્કીલ ડેવલોપીંગ કોર્ષ કરાવવામાં આવે છે. ર માસથી શરૂ કરીને અઢી વર્ષના કોર્ષ હોય છે. ખાસ કરીને એરેનામાં લીધેલા પ્રશિક્ષણને વિશ્ર્વભરમાં માન્યતા પ્રાપ્ત છે.