હવે ખોવાયેલા ફોન શોધી શકો છો ફક્ત તાળી વડે…
આજના સમયમાં કોઈ એક મિનિટ પણ મોબાઇલ ફોન વગર રહી શકતા નથી.હવે તો મોર્નિંગમાં આંખ ખુલતાની સાથે જ ફોન ચેક કરીએ છીએ,સમય જોવા માટે નહી પરંતુ વોટસએપ પર કોનો મેસેજ આવ્યો છે અને ફેસબુકમાં ફોટો પર કેટલી લાઇક આવી છે તે જોવા માટે…
– આવામાં ફોન ક્યાંક ખોવાઈ જાય અથવા તમે તેને ક્યાંક મૂકીને ભૂલી જાઓ તો મનમા ચિંતા થાય છે કે હવે ફોન મળશે કે નહી…
– તો ચાલો આજે અમે તમને કહીએ છીએ કે તમે તમારા ફોનને ભૂલી ગયા હો તો આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ..
તાળી અથવા સીટી વગાડીને મોબાઈલ ફોન શોધો..
તમને આ બાબત પર હસવું આવશે , પરંતુ આ વાત બિલકુલ સાચી છે કે આજે તકનીકી વિશ્વમાં બધું શક્ય છે.ઘણી વખત બેદરકારીના કારણથી લોકો તેમના ફોનને ક્યાંક મૂકીને ભૂલી જાય છે ત્યારે મોટાભાગના યુઝર્સ બીજા ફોનમાંથી રીંગ કરે છે પરંતુ ક્યારેક સાઈલેન્ટ મોડ હોવાથી ફોનને શોધવામાં તકલીફ થાય છે. આવી મુશ્કેલીમાં કેટલાક રમૂજી એપ્લિકેશનો તમારી મદદ કરી શકે છે જે આજે Google Play Store પર એપ્સ ઉપલબ્ધ છે,આ એપ્સનો ઉપયોગ કરીને તમે સીટી અથવા તાળી દ્વારા ખોવાયેલા ફોનની શોધ કરી શકો છો.
તો ચાલો જાણીએ કે ફોન ખોવાયો હોય તો શું કરવું જોઈએ – આ મનોરંજક એપ્લિકેશન વિશે :
આ ઍપ એટલી બુદ્ધિશાળી છે અને આમાં તમે બસ તાળી વગાડીને જ તમારો ફોન શોધી શકશો.અને આ એપ્લિકેશનનો દાવો છે કે તે વપરાશકર્તાની તાળીથી એક્ટીવ થઈ જાય છે અને વપરાશકર્તાને ખબર પડે છે તેમનો ફોન ક્યાં છે.ક્યારેક ઓફિસે અથવા ઘર પર ગમે ત્યાં ફોન ખોવાઇ જાય તો વપરાશકર્તા 3 વખત તાળી પાડે , પછી આ એપ્લિકેશન એક્ટીવ થઈ જશે અને તમને ખબર પડશે કે તમારો ફોન ક્યાં છે.ઉપરાંત તેમાં સાઉન્ડ, વાઇબ્રેટ અને ફ્લેશ મોડ પણ આપવામાં આવ્યા છે…
જ્યારે યુઝરનો ફોન સાઈલેન્ટ મોડમાં હશે ત્યારે આ એપનું કામ શરૂ થશે.
આ એપ્લિકેશન રૂમ અથવા ઑફિસની અંદર ફોન ખોવાઇ જવાની સ્થિતિને મદદરૂપ થાય છે.આ એપ તાળીના અવાજો ઓળખે છે અને ઝડપથી ફોનમાં એલાર્મ વાગે છે.
આ એપ્લિકેશનનો દાવો છે કે તેની મદદથી માત્ર એક સીટીથી જ તમે તમારા ફોનની શોધ કરી શકો છો. આ એપ દ્વારા તમે રિંગટોન અથવા સાઉન્ડફાઇલ પસંદ કરી શકો છો.જયારે ફોન ખોવાય જાય ત્યારે સીટી ચાલુ હોય તો તમારો ફોન મળી જશે અને ફોન પર મ્યૂટ કરવાથી આ એપ તમને ખૂબ કામ આવે છે.
.