ટેલિકોમના ધંધામાં અવ્વલ રહેવા માટે જિયો વારંવાર અવનવી ઑફર લાવી રહ્યું છે. ફ્રી સર્વિસ આપ્યા બાદ જિયોને ટક્કર આપવા માટે આઇડિયા, વૉડાફોન, એરટેલ સહિતની ટેલિકોમ કંપનીઓએ પોતાના ટેરિફ પ્લાન સસ્તા કરી દીધા હતા. જો કે રિલાયન્સ જિયોએ પોતાના ગ્રાહકો માટે વધુ એક લોભામણી સ્કીમ લૉન્ચ કરી છે.
રિલાયન્સ જિયો પોતાના ગ્રાહકો માટે જબરદસ્ત ઑફર લાવ્યું. હવે ગ્રાહકોને નવા સ્માર્ટફોન ખરીદવા પર 2200 રૂપિાયનું કેશબેક આપવામાં આવશે. સેમસંગ, શાઓમિ, નોકિયા, હુવાવે, ઇન્ટેક્સ અને બ્લેકબેરીનો ફોન ખરીદવા પર આ ઑફરનો લાભ ઉઠાવી શકશો. કંપનીના સુત્રો મુજબ ‘જિયો નેટવર્કમાં આવતા સ્માર્ટફોન માટે જિયોફુટબૉલ ઑફર અંતર્ગત 2200 રૂપિયાનું કેશબેક આપવામાં આવી રહ્યું છે.
ગ્રાહક 31 માર્ચ પહેલાં જેવું 198 કે 299 રૂપિયાનું રિચાર્જ કરશે કે જિયો અકાઉન્ટમાં 50 રૂપિયાના મૂલ્યવાળાં 44 વાઉચર ઉમેરાઇ જશે. My Jioમાંથી 198 કે 299 રૂપિયાના રિચાર્જ કરવા માટે આ વાઉચરનો ઉપયોગ કરી શકશો. ઉપરોક્ત જણાવેલી સ્માર્ટફોનની બ્રાન્ડ ઉપરાંત મોટોરોલા, લાઇફ, માઇક્રોક્સ, આસુસ, પૈનાસોનિક, એલજી, અલકાટેલ, કોમિઓ, જીવી, સેલ્કોન, સ્વાઇ, જિયોક્સ, જેન, આઇવૂમી, સેન્ટ્રિક અને લાઇફ મોબાઇલ પર પણ આ ઑફરનો લાભ ઉઠાવી શખશો.