કેન્દ્ર સરકારશ્રીની વિવિધ યોજનાઓ જેવી કે, મનરેગા, પ્રધાનમંત્રી આવાસ યોજના, દિન દયાળ અંત્યોદય યોજના, નેશનલ સોશ્યલ આસિ.પ્રોગ્રામ, પ્રધાનમંત્રી સાંસદ આદર્શ ગ્રામ યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, ડીજીટલ ઈન્ડીયા લેન્ડ રેકર્ડ મોર્ડનલાઈઝેશન પ્રોગ્રામ જેવી યોજનાની કામગીરીની જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. મનિષકુમાર બંસલની અઘ્યક્ષતામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સુરેન્દ્રનગરના સભાખંડમાં તા.૧૬/૦ર/ર૦૧૮ ના રોજ સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા કક્ષાના અધિકારીશ્રીઓ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી બી.પી.સુદાણી, પ્રોજેકટ મેનેજરશ્રી એચ.કે.રબારી તેમજ સેવા સંસ્થાન રાજસ્થાનના એન.એલ.એમ.ના રીસર્ચ વિશેષજ્ઞશ્રી વિક્રમ યાદવ અને અજયસિંહ યાદવ ઉપસ્થિત રહયા હતા તથા જુદી જુદી યોજના અંગે કરેલ કામગીરીની માહિતી મેળવી હતી.
તા.૧૭/૦ર/ર૦૧૮ થી તા. ર૩/૦ર/ર૦૧૮ નકકી કરેલ ગામોમાં ટીમ દ્વારા ફીલ્ડ વીઝીટ કરીને કેન્દ્ર સરકારશ્રીની જુદી જુદી યોજનાનું મુલ્યાંકન કરવામાં આવશે. તેમજ તા. ર૩/૦ર/ર૦૧૮ ના રોજ જિલ્લા કલેકટરશ્રી સુરેન્દ્રનગર સમક્ષ એન.એલ.એમ. ટીમ તેઓના અનુભવો રજુ કરશે. આ અંગેનુ સંકલન મહિપતસિંહ ડોડીયા કરશે.