સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશ સરકારનાં નિર્ણયો મામલે પ્રશ્ર્ન કર્યો હતો કે જે કેન્દ્રને નિર્ભયા ભંડોળમાં સૌથી વધુ ભાગ મેળવી ચૂકી છે. જે બળાત્કારનો ભોગ બનેલાની કિંમત રૂ.૬૦૦૦ ગણી રહી છે?
ખૂદ સુપ્રીમ કોર્ટ પણ સ્તબ્ધ થઈ ગયું છે. જસ્ટીસ મદન બી બોકુર, દિપક ગુપ્તાની પેનલે જણાવ્યું હતુ કે તમારા એપિડેવિકટ મુજબ તમે રેપ વિકટમને સાડા છ હજાર રૂપીયા આપી રહ્યા છો, શું એક બળાત્કારનો ભોગ બનેલાની કિંમત સાડા છ હજાર છે?
મધ્યપ્રદેશમાં ૧,૯૫૧ રેપ વિકટમ છે. તમે તેને રૂ.૬૫૦૦ દઈ રહ્યા છો? શું તે યોગ્ય છે? ગત માસે સરકારે દરેક રાજયો અને કેન્દ્ર શાસીત પ્રદેશોને શારીરીક શોષણનો ભોગ બનેલાને આર્થિક સહાય માટે નિર્ભયા ભંડોળ ફાળવ્યો હતો. જેનો સૌથી વધુ ભાગ મધ્યપ્રદેશને મળ્યો હતો. ૨૪ રાજયો અને કેન્દ્ર શાસીત પ્રદેશોનાં અપેડેવિકટ આવવાના બાકી છે.
હરિયાણાની કાઉન્સીલમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતુ કે જો તમારા રાજયોમાં રેપ વિકટમ હોય તો એપિડેવિકટ આપો, અને જો તમે અપિડેવિકટ નથી આપી રહ્યા તો માનવામા આવશે કે તમારા રાજયની મહિલાઓ સુરક્ષિત જ છે. અથવા તો રાજયની મહિલાઓને કહી દો કે અમને તમારી કોઈ ચિંતા જ નથી, નહિતર એપડેવિક્ટ જમાં કરાવો. ત્યારે મધ્યપ્રદેશની ચોંકાવનારી હરકતથી સુપ્રીમે લાલઆંખ કરી છે. પરંતુ હજુ અન્ય રાજયોનાં એપિડેવિકટ આવ્યા નથી.