૧ ફેબ્રુઆરીથી શ‚ થયેલા ‘વોટર પોઈન્ટ’ને લોકોનો બહોળો પ્રતિસાદ: એક દિવસમાં ૨૦૦ લીટર પાણીનું વેચાણ: ઓટોમેટીક મશીનથી યાત્રીઓ મેળવે છે આરઓનું શુધ્ધ અને મીઠુ પાણી
રેલવે દ્વારા મુસાફરોને કોઈપણ જાતની અગવડતા ન પડે અને વધુમાં વધુ સગવડતાઓ મળી રહે તે મટે અવાર નવાર નવી નવી સુવિધાઓ ઉભી કરવા પગલાઓ લેવામાં આવતા હોય છે. ત્યારે તાજેતરમાં જ રેલવે દ્વારા યાત્રાળુઓની જરૂરીયાતને ધ્યાનમાં રાખી ૧ લી ફેબ્રુઆરીથી પ્લેટ ફોર્મ પર ‘વોટર પોઈન્ટ’ની સુવિધા ચાલુ કરવામા આવી છે. ખાસ કરીને લોકોના સ્વાસ્થ્ય ને ધ્યાનમાં રાખીને અને વેડફાતા પાણીને બચાવવાના હેતુથી ‘વોટર પોઈન્ટ’ની સુવિધા ઉભી કરવામાં આવી છે.
ઓટોમેટીક મશીન દ્વારા મુસાફરો આરઓનું શુધ્ધ અને મેળવી શકે છે. જેમાં લોકો ૧ ‚પીયામાં ૩૦૦ મીલીલીટર, ૩ રૂપીયામાં ૫૦૦ મીલીલીટર, ૫ ‚પીયામાં એક લીટર, ૮ ‚પીયામાં ૨ લીટર તેમજ ૨૦ ‚પીયામાં પાંચ લીટર સુધીનું પાણી બજાર ભાવ કરતા અડધી કિંમતે મિનરલ વોટર મેળવી શકે છે.
બુથ ઓપરેટર મોહનભાઈએ જણાવ્યું હતુ કે રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા માટે મુકાયેલા પાણીના બુથ પર કોઈન નાખી પાણી મેળવી શકાય છે. એક ‚પીયાનો સીકકો નાખવાથી ૩૦૦ મીલીલીટર અને પાંચ રૂપીયાનો સીકકો નાખવાથી ૫ લીટર પાણી મેળવી શકાય છે. યાત્રીઓ નોટ દ્વારા પણ પાણી લઈ શકે છે. રેલવે દ્વારા ૧ ફેબ્રુઆરી ૨૦૧૭થી આ મશીન મૂકવામાં આવ્યું છે. અને લોકોનો ખૂબજ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એક દિવસમાં ૨૦૦ લીટર જેટલુ પાણી વેંચાય રહ્યું છે.
રેલવે સ્ટેશનમાં બેબી ફીડીંગની સુવિધા શરૂ કરાઈ
રાજકોટ રેલવે સ્ટેશનમાં નાના બાળકો ને ધ્યાને રાખી બેબી ફીડીંગની સુવિધા શરૂ કરવામાં આવી છે. નવજાતશિશુને લઈ મુસાફરી કરતી માતાઓને જાહેરમાં બાળકોને સ્તનપાન કરાવવામાં અગવડતા પડતી હોવાથી આ સમસ્યાને રેલવે તંત્રએ ધ્યાનમાં રાખી માતા-બાળક માટે નવા વિકલ્પ રૂપે રેલવે સ્ટેશનનાં વેઈટીંગ રૂમમાં બેબી ફીડીંગની ખાસ સુવિધા શ‚ કરવામાં આવી છે. આ સગવડતાથી મહિલાઓને બાળકોને સ્તનપાન રાવવા સરળતા રહેશે વેઈટીંગ ‚મમાં ખાસ કેબીન બનાવવામાં આવી છે.