સ્વભંડોળના ખર્ચમાં ૪ કરોડી વધુનો વધારો: પુરાંતવાળુ બજેટ રજૂ કરતા પ્રમુખ નિલેશ વિરાણી
આજરોજ જિલ્લા પંચાયત જિલ્લા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ નિલેશ વિરાણીના અધ્યક્ષ સને યોજાઈ હતી. અગાઉ કારોબારી સમીતીની બેઠકમાં ભલામણ કરાયેલા બજેટને આજે મંજૂરીની મહોર લગાવવામાં આવી છે. વર્ષ ૨૦૧૮-૧૯નું કુલ ૧૦૬૩.૯૦ કરોડનું પુરાંતવાળુ બજેટ જિલ્લા પંચાયત પ્રમુખ નિલેશ વિરાણીએ રજૂ કર્યું હતું.
તા.૧૫-૯-૨૦૧૬ થી રાજય સરકારે પરિપત્ર મારફતે જિલ્લા પંચાયતના સ્વભંડોળની રકમ ઉપર આડકતરો કાપ મુકેલ છે. આવા સંજોગોમાં પણ ગ્રામ્ય પ્રજાની સુખાકારી, હિત ધ્યાને લઈને તે પ્રકારે બજેટમાં જોગવાઈઓ કરવામાં આવી છે. જિલ્લા પંચાયતમાં સરકાર તરફી આવતી રકમો તેમજ સ્વભંડોળ સદરે રાખવામાં આવેલ જોગવાઈની રકમો પ્રજાજનોના કલ્યાણ, ઉત્કર્ષ અને પ્રગિત માટે વપરાય તેવી અર્ભ્યના સહ આ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.જિલ્લા પંચાયતનું વર્ષ ૨૦૧૭-૧૮નું સુધારેલું અંદાજપત્ર ‚રૂ.૧૦૫૫.૬૫ કરોડનું છે. વર્ષ ૨૦૧૮-૧૯નું અંદાજપત્ર ‚ રૂ.૧૦૬૩.૯૦ કરોડનું છે. સ્વભંડોળ ક્ષેત્રે કુલ ખર્ચ વર્ષ ૨૦૧૭-૧૮માં ૨૧.૫૦ કરોડ અને ૨૦૧૮-૧૯માં ૨૫.૦૬ કરોડ છે.
બજેટમાં રાજકોટ જિલ્લામાં તાલુકા દિઠ શ્રેષ્ઠ ગ્રામ પંચાયત પસંદગી સ્પર્ધા માટે ૨૨ લાખની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત વિકાસના કામો માટે ૭.૫૦ કરોડ, મોડેલ ગ્રામ પંચાયતો માટે ૨૫ લાખ, પ્રામિક શાળાઓમાં પીવાના પાણીની સુવિધા માટે ૧૦ લાખ, મોડલ આંગણવાડી માટે ૨૫ લાખ, સુધારેલ ખેતી પધ્ધતિ માટે ૧૦ લાખ સમૂહલક્ષી સહાય, ખેતી સુધારણા ક્રાંતિ શિબિર માટે ૧૧ તાલુકા માટે ૧૧ લાખની જોગવાઈ, રખડતા-ભટકતા અને ઈજાગ્રસ્ત બીમાર ઢોરને ગૌશાળા કે પાંજરાપોળ મોકલવા તેમજ મરામત અને નિભાવણી માટે ‚ રૂ.૧૦ લાખની જોગવાઈ, તળાવો, બંધારા અને નહેરોના કામ માટે ‚ રૂ.૧૫ લાખની જોગવાઈ, વરસાદી પાણીના સંગ્રહના કામો માટે૨૫ લાખ, મહિલા રોજગારી, ઉત્કર્ષ અને તાલીમ માટે ૧૧ તાલુકાને ‚ રૂ.૧૧ લાખ, પશુ સંવર્ધન માટે ૧૫ લાખ, પશુ ખાણદાણ સહાય માટે ‚ા.૫ લાખ, સ્મશાન ખાટલા માટે ‚ા.૨૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે.
આ ઉપરાંત બજેટમાં માનદ વેતન ભથ્ા માટે ૧૦.૩૭ લાખ, સામાન્ય નોકર મંડળ માટે ૨૩૧.૦૪ લાખ, સાદીલવાર ખર્ચ માટે ૧૨૯.૮૦ લાખ, પંચાયત અને વિકાસ માટે ૮૩૧.૫૦ લાખ, શિક્ષણ માટે ૧૩૩.૯૫ લાખ, આયુર્વેદ માટે ૧૬ લાખ, આરો અને પરી.કલ્યાણ માટે ૩૧.૫૦ લાખ, આઈસીડીએસ માટે ૩૭ લાખ, ખેતીવાડી માટે ૫૯.૮૫ લાખ, પશુ પાલન માટે ૩૫.૬૫ લાખ, સમાજ કલ્યાણ માટે ૮૫ લાખ, આંકડા માટે ૭૫ હજાર, ગ્રામ અને નાના ઉદ્યોગો માટે ૨૫ હજાર, કુદરતી આફતો માટે ૫ લાખ, સિંચાઈ માટે ૫૧.૨૦ લાખ, જાહેર બાંધકામ માટે ૬૫૭.૧૫ લાખ, પ્રર્કિણ યોજના અને કાર્યો માટે ૧૯૦.૨૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે.