‘મંથન’ વ્યાખ્યાનમાળામાં ખ્યાતનામ વિદ્ધાનો સાથે વિમુદ્રીકરણ અને મેઈક ઈન ઈન્ડિયા વિશે ચર્ચા વિચારણા કરાશે
મારવાડી યુનિની ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ દ્વારા દર વર્ષે શૈક્ષણિક પરંપરાના ભાગ‚પે દેશ અને અર્થકારણને સંબંધિત મુદાઓ પર દેશભરમાંથી વિવિધ ક્ષેત્રના તજજ્ઞોના સાનિધ્યમાં ‘મંથન’ વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવે છે. જેને અંતર્ગત આ વર્ષે આગામી તા.૨૩મી માર્ચથી ૨૫મી માર્ચના રોજ મારવાડી યુનિ.ખાતે યોજાનાર આ જ્ઞાનયજ્ઞમાં પ્રથમ દિવસે દેશ અને વિદેશમાં ચર્ચાતા ‘વિમુદ્રીકરણ’ વિશે જયારે બીજા દિવસે જ્ઞાનના આદાન પ્રદાન અને ત્રીજા દિવસે માન.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન‚પ ‘મેઈક ઈન ઈન્ડિયા’ વિષે વિષદ ચર્ચા વિચારણા કરવામાં આવશે.
તા.૨૩મી માર્ચે બોમ્બે સ્ટોક એકસચેન્જના આદિત્ય શ્રીનિવાસ, આઈ.આઈ.એમ.બેંગ્લોરના લતા ચક્રવર્તી વિદ્યાર્થીઓ, અધ્યાપકો, સંશોધકો, વહિવટકર્તાઓ અને ઉધોગજગતના પ્રતિનિધિઓને સંબોધન કરશે. ૨૪મી માર્ચે અમદાવાદ સ્થિત હેડ હન્ટના ડાયરેકટર રાકેશ પટેલ જયારે ૨૫મી માર્ચના રોજ આઈ.આઈ.એમ.ત્રિચીના વરીષ્ઠ પ્રાધ્યાપક ડો.સુરેશ પોલ અને માઈકા અમદાવાદના પ્રોફે.ડો.રસાનંદા પાંડા વિદ્યાર્થીઓ, અધ્યાપકો, સંશોધકો, વહિવટકર્તાઓ અને ઉધોગજગતના પ્રતિનિધિઓને સંબોધન કરશે. ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટના ડીન ડો.સુનીત સકસેનાએ જણાવાયું છે.
મારવાડી યુનિવર્સિટીના કો-ફાઉન્ડર અને વાઈસ ચેરમેન જીતુભાઈ ચંદારાણાએ મારવાડી યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોને ઉપસ્થિત રહેવા અપીલ કરી છે.