ભારતમાં આતંક ફેલાવવા પાકિસ્તાનમાંથી ૩૦૦ આતંકીઓ ઘુસવાની પેરવીમાં હોવાનું ભારતીય સૈન્ય દ્વારા જણાવાયું છે. આ સમગ્ર ષડયંત્રમાં પાકિસ્તાની સૈન્યનો સીધો હા હોવાનું માનવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાં ભારતીય લશ્કરના કેમ્પો પર યેલા હુમલા પાછળ પણ પાકિસ્તાનનો હા હોવાનું લેફટનન જનરલ દેવરાજ આન્બુએ કહ્યું છે.
તેમણે જણાવ્યું છે કે, સરહદના દક્ષિણી ભાગમાંથી ૧૮૫ થી ૨૨૦ તેમજ પૂર્વિય ભાગમાં થી ૧૯૦ થી ૨૨૫ આતંકવાદીઓ ભારતમાં ઘુસવાની તક શોધી રહ્યાં છે. આ આતંકીઓ ભારતમાં આતંક ફેલાવવા માંગે છે. તેમણે પાકિસ્તાની સૈન્ય દ્વારા અવાર-નવાર તા સીઝ ફાયરના ભંગ મામલે કહ્યું હતું કે, ભારતીય સૈન્યએ વળતા જવાબમાં ૧૯૨ પાકિસ્તાની સૈનીકોનો ખાત્મો બોલાવ્યો છે. પરંતુ પાકિસ્તાની સૈન્ય-સત્તા આ વાતનો સ્વીકાર કરતુ ની.
તાજેતરમાં જમ્મુના સુઝવાન ખાતે યેલા આતંકી હુમલામાં ૩૬ કલાકની અડામણના અંતે ભારતીય સૈન્યએ જૈસ એ મહમદના ચાર આતંકીઓને ઠાર કર્યા હતા. આ હુમલામાં ભારતીય સૈન્યના પાંચ જવાનો શહિદ યા હતા. જયારે એક નાગરિકનું મોત નિપજયું હતું. ૧૦ લોકોને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળે છે. ૨૦૧૬માં ઉરી ખાતે યેલા હુમલા બાદ આ હુમલાને સૌી ભયાનક માનવામાં આવે છે. ઉરી હુમલામાં ભારતીય સૈન્યના ૧૯ જવાનો શહિદ યા હતા.
જમ્મુ-કાશ્મીર સહિત દેશભરમાં આતંકવાદ ફેલાવવા માટે પાકિસ્તાનનું સૈન્ય તેમજ સરકાર આતંકીઓને પીઠબળ આપે છે. ઉપરાંત પાકિસ્તાની સૈન્ય વારંવાર સીઝ ફાયરનો ભંગ કરે છે. ત્યારે સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામને અવાર-નવાર તા આતંકી હુમલા સંદર્ભે પાકિસ્તાને ભોગવવું પડશે તેવી તાકીદ પણ કરી હતી.
લેફટનન જનરલ દેવરાજ આન્બુએ ભારતની સીમામાં ઘુસવા માટે આતંકવાદીઓના ષડયંત્ર ઉપર પ્રકાશ ફેંકયો છે. ૩૦૦ આતંકીઓ સીમામાં ઘુસી આતંક ફેલાવવાની પેરવીમાં હોવાની બાતમી થી સુરક્ષા તંત્ર સતર્ક બની ગયું છે. ભારતીય સૈન્યના કેમ્પ પર યેલા આતંકી હુમલા બાદ હવે પાકિસ્તાન વિરુધ્ધ શું કાર્યવાહી કરાશે તે અંગે લોકોમાં ચર્ચાએ જોર પકડયું છે.