અમરેલી જિલ્લો ભૂતિયા કાર્ડનું એપી સેન્ટર: ભેજાબાજ કોમ્પ્યુટર ઓપરેટરોની કરામતથી બીપીએલ, અંત્યોદય યોજનાના બોગસ કાર્ડનો કાળો કારોબાર
સરકાર દ્વારા સાચા ગરીબો અને અત્યંત દા‚ણ પરિસ્થિતી હેઠળ જીવતા ગરીબ પરિવારોને લાખ પ્રયત્નો કરવા છતાં બીપીએલ કે અંત્યોદય યોજનાના રાશન કાર્ડ અપાતા નથી પરંતુ ભેજાબાજ કોમ્પ્યુટર ઓપરેટરો દ્વારા હજારોની સંખ્યામાં આવા ભૂતિયા રેશન કાર્ડ બનાવી રાજકોટ સહિત રાજયભરમાં ઘુસાડી દીધા હોવાનું ચોકાવના‚ સત્ય બહાર આવ્યું છે. આ મોટા ભાગના બોગસ રેશનકાર્ડ અમરેલી જિલ્લામાં બની માત્ર રૂ.૧૦૦૦ થી ૧૫૦૦ના ભાવે હોલસેલમાં સસ્તા અનાજના દુકાનદારોને વેચવામાં આવી રહ્યા છે. રાજકોટમાં આવા સેંકડો રેશન કાર્ડ સિસ્ટમમાં ઘુસી ગયા હોવાનો ચોકાવનારો ઘટ્ટસ્ફોટ થયો છે.
તાજેતરમાં જ સુરતના આરટીઆઇ એક્ટિવીસ્ટ દ્વાર રાજયમાં ચાલી રહેલા ભૂતિયા રેશનકાર્ડના ગોરખધંધાનો પર્દાફાસ કરતા આ કૌભાંડનું પગે‚ અમરેલી જિલ્લાના ચોકકસ ગામો સુધી પહોચ્યું છે. ત્યારે રાજકોટમાં તો છેલ્લા ચારેક વર્ષથી આ કૌભાંડ બેરોકટોક પણે ધમધમી રહ્યું છે. આ કાળા કારોબારમાં ઘરના જ ઘાતકી હોવાની ચોકાવનારી હક્કિત વચ્ચે ભેજાબાજ કોમ્પ્યુટર ઓપરેટોરોએ લાખો રૂપિયા કમાઇ લઇ પુરવઠા તંત્રની સિસ્ટમમાં સડો ઘુસાડયાનું અત્યંત સુમાહિતગાર વર્તુળો જણાવી રહ્યા છે.
વધુમાં રાજકોટના પુરવઠા વિભાગની કચેરીમાં બેસતા ચોક્કસ કોમ્પ્યુટર ઓપરેટરોની મીલીભગતથી ફોટો ફિંગર પ્રિન્ટવાળા બારકોડેડ રેશનકાર્ડ કે જેને પ્રથમ દ્રષ્ટ્રીએ ડુપ્લીકેશન કરવું અઘ‚ છે આમ છતાં અધિકારીઓની મીલીભગતથી રેશનીંગના જથ્થાને કાળા બજારમાં વેચવા અને કેરોસીનનો કાળો કારોબાર કરવા માટે આવા ભૂતિયા રેશનકાર્ડ આસાનીથી બનાવી કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે.
ઉલેખનીય છે કે, અમરેલી જિલ્લાના ચોક્કસ તાલુકાના ભેજાબાજ કોમ્પ્યુટર ઓપરેટરો દ્વારા ૧૦૦ થી ૨૦૦ કે તેથી વધુના ગુણાંકમોં હોલસેલમાં ભૂતિયા રેશનકાર્ડના સોદા થાય છે. અને બાદમાં આવા રેશનકાર્ડ જે તે સસ્તા અનાજના પરવાનેદારની દુકાનમાં બબ્બે-પાંચ પાંચ કરી ઘુસાડી દેવામાં આવે છે અને નામ નમુદ વિનાના આવા રેશનકાર્ડને કાયદેસરતા બક્ષી બાદમાં દર મહિને અનાજ કેરોસીનનો મોટો જથ્થો ખુલ્લા બજારમાં ખુલે આમ વેચવામાં આવે છે.
ભૂતિયાના આ કાળા કારોબારમાં જે તે સસ્તા અનાજના દુકાનદારને આવા કાર્ડનું વેચાણ કરી કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા બાદમાં છાલીયાણું બાંધી લઇ મહિને મોટી આવક પણ કરી લેવામાં આવે છે જેમાં અધિકારીઓની હિસ્સેદારી હોવાનું ટોચના વર્તુળો જણાવી રહ્યા છે.
વાત આટલેથી જ અટકતી નથી બારકોડેડ રેશનકાર્ડમાં કોઇ પણ જાતની છેડછાડ ન થઇ શકતી હોવાના દાવા કરનાર સરકારને ભેજાબાજ કોમ્પ્યુટર ઓપરેટરોએ પડકાર ફેંકી નહી માત્ર બોગસ રેશનકાર્ડ બનાનવી સિસ્ટમમાં ઘુસાડવા બલકે આવા રેશનકાર્ડને આધાર કાર્ડ સાથે લીંકઅપ પણ કરી દેવામાં આવે છે અને તેનો અલગ ચાર્જ વસુલ કરી ગોરખ ધંધાનો ધીકતો ધંધો કરવામાં આવી રહ્યો છે.
એક રેશનકાર્ડનો ૧૦૦૦ થી ૧૫૦૦ ભાવ
રાજકોટમાં ચાલતા ભુતિયા રેશનકાર્ડના ગોરખધંધામાં અમરેલી જિલ્લામાંથી આવા બોગસ કાર્ડ બનાવી રાજકોટમાં રિતસરનો ગોરખધંધો કરવામાં આવે છે અને કોમ્પ્યુટર ઓપરેટરોની મધ્યસ્થીથી આવા રેશનકાર્ડ ૧૦૦૦ થી ૧૫૦૦ રૂપિયાના ભાવે બલકમાં વહેંચાતા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
કાળા કરતૂતોની કમાલ: ફિંગરપ્રિન્ટ બાયપાસ
પ્રથમ દ્રષ્ટીએ માન્યામાં ન આવે તેવા આ ભૂતિયા રેશનકાર્ડના ગોરખધંધામાં ભેજાબાજ કોમ્પ્યુટર ઓપરેટરો રેશનકાર્ડ વેંચ્યા બાદ આ રેશનકાર્ડનો નિયત જથ્થો દુકાનદારને મળી રહે તે માટે ફિંગરપ્રિન્ટ બાયપાસ કરી દે છે જોકે ફિંગરપ્રિન્ટ બાયપાસ કરવાનો ખાસ સોફટવેર અને અંગુઠા બદલાવવા માટે પણ અલગથી નાણા વસુલવામાં આવે છે.
ઉંડાણપૂર્વકની તપાસ થાય તો અનેક મોટા માથા ઝપટે ચડે
ભુતિયા રેશનકાર્ડના કાળા કારોબારમાં સુરતથી પગે‚ અમરેલી જિલ્લા સુધી પહોંચ્યું છે ત્યારે જો રાજકોટમાં પણ ઉંડાણપૂર્વકની છાનભીન કરવામાં આવે તો કેટલાય મોટા ગજાના પરવાનેદારો અને અધિકારીઓના તપેલા ચડી જાય તેમ છે અને સરકારને મહિને દહાડે કરોડો રૂપિયાનો ફાયદો થાય તેમ છે.