વેસ્ટર્ન કલ્ચર અને મોડર્ન યુગમાં વેલેન્ટાઇન ડે ને પ્રેમના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જયારે તેમાં કોમર્સનો પ્રવેશ થયો તો ધીરે ધીરે ગીફટ દેવાનું ફરવા જવાનું કાર્ડ દેવાનું શરુ થયું. પ્રથા જે વર્ષોથી ચાલતી આવે છે. માટે સેન્ટ વેલેન્ટાઇનની મૃત્યુને આપણે આજરોજ એટલે ૧૪ ફેબ્રુઆરી વેલેન્ટાઇન કે તરીકે ઉજવીએ છીએ. પણ તેમને તો હજારો પ્રેમને મેળવવાનું કામ કર્યું હતું. અને પ્રેમ માટે કુબાની આપી હતી પ્રેમના સંત વેલેન્ટાઇને આજરોજ દુનિયાને વિદાય આપી દીધી હતી.ક્રિશ્ર્ચન ધર્મના પાદર વેલેન્ટાઇનને ઇશુ ખ્રીસ્તમાં અખુટ વિશ્ર્વાસ હતો. તેમને લોકોના ગુપ્તરીતે લગ્ન કરાવી દેવાને કારણે રોમન સામ્રાજયના શાસક કલોડિયસ રાજા દ્વારા સજાનું એલાન કરવામાં આવ્યું હતું. જેલમાં કાર્યભારી સંભાળનારે પરિક્ષણ લેવા માટે કહ્યું કે મારી અંધ દિકરીને જો તું દેખતી કરી છે તો તને સાચો માનું, વેલેન્ટાઇને પોતાના હાથને તે છોકરીની આંખ પર રાખ્યા અને બસ તેની દ્રષ્ટિ પાછી ફરી હતી. ત્યારબાદ આજના દિવસે તેમને ફાંસી દેવામાં આવી હતી. અને તે ગાયબ થઇ ગયા.ફલોડીયસ એટલો ક્રુર અને ક્રોધી સ્વભાવનો હતો કે તેણે સામ્રાજયમાં પ્રેમ અને લગ્ન કરવા પરથી પ્રતિબંધ કરી દીધો. વિદાય પહેલા તેમણે કાર્ડ લખ્ખું વિલ યુ બી માય વેલેન્ટાઇન ? બસ આજ તહેવારને લોકો જોરશોરથી ઉજવે છે. કોઇ લાલ કપડા તો કોઇ ગીફટ આવી ઉજવતા હોય છે. સેન્ટ વેલેન્ટાઇને પ્રેમિયો માટેનું આપેલું સૌથી મોટું બલીદાન છે. જેના નામે આપણે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરીએ છીએ.
વેલેન્ટાઈન ડે સ્પેશિયલ
પ્રેમનું ડ્રિંકસ, પ્રેમનું ડાઈન
પ્રેમથી લાઈફ, સુપર ફાઈન
લાગણીભીના આ હૈયામાં
લવને કરવી અન્ડરલાઈન
પ્રેમ છે શરબત, તાજ કે‚
સો વર્ષનો જુનો વાઈન
ગણતરીથી પ્રેમ ન થાય
છોડો આંકડા ઝીરો ટુ નાઈન
ઝાંખી ભલે હો દ્રષ્ટી
જગની પ્રેમનો રંગ તો એવર સાઈન
મૌન રહીને હૈયું બોલે
વીલ યુ બી માય વેલેન્ટાઈન
– બબલુ અલગારી