હરિયાણા, દિલ્હી, મુંબઈ, અંકલેશ્ર્વર સહિતના શહેરોમાંથી કોલેજના રિપ્રેઝન્ટેટીવએ વિર્દ્યાથીઓને માર્ગદર્શીત કર્યા
તાજેતરમાં કેઈઝન ગ્રુપ દ્વારા હોટલ ઈમ્પીરીયલ પેલેસમાં એજયુકેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હરીયાણા, દિલ્હી, મુંબઈ, અંકલેશ્ર્વર, બરોડા, ગાંધીનગર, અમદાવાદ વગેરે જેવા શહેરોમાંથી કોલેજના રીપ્રેઝન્ટેટીવ એ ૨૦ જેટલા સ્ટોલ પર હાજર રહી વિર્દ્યાથીઓને કારકિર્દીમાં રહેલી તકો વિશે મૌલીક માર્ગદર્શન પૂરું પાડયું હતું.
જેમાં બહોળી સંખ્યામાં વિર્દ્યાથીઓએ મુલાકાત લઈ પોતાની જાગૃતતા સાબીત કરી હતી અને માત્ર અડધા દિવસની ઈવેન્ટમાં ૭૦૦થી વધુ વિર્દ્યાથીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ ઈવેન્ટનું મેનેજમેન્ટ કેઈઝન ગ્રુપના વસીમ માકડા અને તેમના ૧૫થી વધુ ટીમ મેમ્બર દ્વારા કરવામાં ઉલ્લેખનીય છે કે, કેઈઝન ગ્રુપ દ્વારા છેલ્લા ૧૦ વરસોથી સતત ૩૦થી વધુ સેમીનાર-એજયુકેશન ફેરનું સફળ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ શૈક્ષણિક ફોર્ટનાઈટલી ન્યુઝ પેપર કેઈઝન ટાઈમ્સ છેલ્લા પાંચ વરસોથી ચલાવવામાં આવે છે.
આ ઉપરાંત સ્કૂલ-કોલેજમાં વિવિધ સેમીનાર-એજયુકેશન ફેર-ટેલેન્ટ હન્ટ-ડ્રોઈંગ-કવીઝ વગેરે સ્પર્ધા અને કોઈપણ એકઝામ અને રીઝલ્ટ સમયે કેનોપી એકટીવીટી તેમજ અન્ય એકટીવીટીઓ દ્વારા ટાર્ગેટ ઓડીસન્સ સુધી ગેરંટી માહિતી પહોંચાડી શ્રેષ્ઠ માર્કેટીંગ સોલ્યુશન પૂરું પાડવામાં આવે છે. વધુ માહિતી માટે વસીમ માકડાનો ૯૮૨૪૫ ૮૬૫૬૧ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. ઈવેન્ટમાં ક્રિષ્ના સ્કૂલ, ન્યુએરા સ્કુલ અને કલ્યાણ હાઈસ્કૂલનો સહયોગ મળ્યો હતો.