રાજકોટ સિટી વુમન્સ કલબના સભ્યો માટે પ્રસ્તુતિ
‘બા મારી મધર ઇન્ડિયા’ રાજકોટ સીટી વુમન્સ કલબના મહીલા મેમ્બરો માટે હેમુ ગઢવી હોલમાં ભજવાઇ ગયું મુળ મરાઠી નાટક સ્વયનિલ જાદવ ઉપરથી ગુજરાતીમાં અનુવાદીત નાટક વડીલોની માનસીકતા અને તેમની વિચારસરણી સાથે યુવા પેઢીને અનુકુલન સાધવાનો સંદેશો આપતું સામાજીક નાટક છે.
ખાસ કરીને ઉંમર લાયક થઇ ગયેલા માતા-પિતા સાથે સંતાનોએ કઇ રીતે વર્તવું, તેમની ભાવનાઓને ઓળખી, સ્નેહ અને હુફની જરુરીયાત કઇ રીતે પુરી પાડવી, એ અંગેનો સંદેશો આપતા નાટક બા મારી મધર ઇન્ડિયા દર્શકોએ પેટ ભરીને વખાણ્યું હતું. મુંબઇના આ નાટકેના અત્યાર સુધીમાં અસંખ્ય શો થઇ ચુકયા છે. રાજકોટ સીટી વુમન્સ કલબના પ્રમુખે નાટકના સંદેશને આવકારતા જણાવ્યું હતું કે પરિવાર ભાવના ઘટતી જાય છે. એકબીજાને સમજવાની શકિત અને વૈર્ય આજની યુવા પેઢીમાં નથી રહ્યુંતેવી સ્થિતીમાં આવા નાટકો મનોરંજન આપવાની સાથે ખરો સંદેશો પ્રસરાવે છે. તેમ જણાવ્યું હતું.
ડો. અલ્કા માંકડે આજની સમાજ વ્યવસ્થામાં યુવાન થયેલા પુત્રો માતા સાથે જનરેશન ગેમ અનુભવે છે. જેને કારણે મનોવૈજ્ઞાનિકને નવેસરથી ચિંતન-સંશોધન કરવું પડે એવા કિસ્સાઓ બની રહ્યા છે. એમ જણાવતા ઉમેર્યુ હતું કે અશિક્ષીત સમાજથી લઇને ઉચ્ચ શિક્ષણ મેળવેલા સમાજોમાં પણ વડીલો સાથેનું જોડાણ ખતમ થતું રહ્યું હોય તેવા કિસ્સાઓ નિદ પ્રતિદિન વધતા જાય છે. જે સ્વચ્છ સમાજ માટે રેડ સિગ્નલ નિર્દેશ કરે છે. હેમાલી દોશી, તત્વી વિરાણી, જલ્પા પતીરા, જેવા દર્શકોએ નાટકમાં મેળવેલા મેસેજને બિરદાવ્યો હતો.
રાજકોટ સીટી વુમેન્સ કલબના નેજા હેઠળ આવા વિવિધ કાર્યક્રમોનું આયોજન આગામી દિવસોમાં થતુ રહેવાનું છે. ત્યારે સમાજના દરેક વર્ગોના બહેનોને આ સઁસ્થા સાથે સાંકળવાનું ઘ્યેય છે. આ કલબના સલાહકાર અંજલીબેન વિજય રૂપાણી આ માટે પ્રયત્નશીલ છે.