આજથી જિયો ફોન પર ફેસબુક વાપરી શકાશે. જિયો ફોન ધારકો જિયો એપસ્ટ્રોરના માધ્યમથી ફેસબુક એપ ડાઉનલોડ કરી શકાશે. આમ તો જિયો ફોન પર ફેસબુક ચાલે જ છે પરંતુ તેના માટે ગુગલ બ્રાઉઝરનો ઉપયોગ કરી તેમાં સર્ચ કર્યા બાદ સાઈન ઈન કરવું પડે છે પરંતુ હવે જિયો કાયઓએસ ફોનને સપોર્ટ કરતી ફેસબુક એપ્લીકેશન ડિઝાઈન કરવામાં આવી છે. તેથી ૫૦ કરોડ ભારતીયોને ફેસબુક ધારકો બનાવવાની ફેસબુકની ઈચ્છાને વેગ મળશે. જિયો ફેસબુક એપ પુશ નોટિફિકેશન, વિડીયો અને લિંકને સપોર્ટ કરે છે અને જિયો ફોન કર્સર સિસ્ટમથી હાલ સફળતાપૂર્વક ચાલે છે.
વિશ્ર્વના સૌથી મોટા નેટવર્ક ફેસબુકને હવે જિયો ફોનથી જોડવામાં આવી ગયું છે. જિયોના ડાયરેકટર આકાશ અંબાણી જણાવે છે કે ફેસબુક સાથેની જિયો ફોનની ભાગીદારીની તકને લઈને અમે ઉત્સાહી છીએ. મોબાઈલ પાર્ટનરશીપના પ્રેસિડેન્ટ ફ્રાન્સીસકો વલેલા જણાવે છે કે લાખો જિયો ધારકો હવે સરળતાથી ફેસબુકનો ઉપયોગ કરી શકશે.
જિયો જેવા પાર્ટનર સાથે કામ કરતા હોય તો દરેક ગ્રાહકોની ચિંતા કરવી તે અમારી જવાબદારી છે. કેમ કે દરેકને ફાયદાઓ માણવાની તક મળવી જોઈએ. જેથી વધુને વધુ લોકો આપણી સાથે જોડાય. આમ તો જિયો ફોન લોકોને ગમી જ રહ્યો છે તો જિયો ફોનમાં ટોર્ચ, લાઈટ, મોદી: મન કી બાત, રેડિયો અને ઈન્ટરનેટ, વિડીયો કોલીંગ પણ થાય છે ત્યારે વ્યાપારનો વેપલો વધારવા રિલાયન્સ તનતોડ પ્રયત્નો કરી રહી છે.