બોમ્બે હાઈકોર્ટમાં ગુડઝ એન્ડ સર્વિસ ટેકસ નેટવર્કનાં ઓપરેટિંગમાં આવતી દિકકતોને લઈને પિટિશન દાખલ કરવામાં આવી
ગુડઝ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી)નું માળખું ટેકસ ફ્રેન્ડલી નથી તેમ એક કેસની સુનાવણી દરમિયાન બોમ્બે હાઈકોર્ટે કહ્યું હતુ. કોર્ટે કહ્યું કે સરકાર ‘જાગે’ અને જીએસટી નેટવર્ક વેબ અને પોર્ટલને સુગઠિત બોમ્બે હાઈકોર્ટના જસ્ટીશો એસ.સી. ધર્માધિકારી અને ભારતી ડાંગરેની સંયુકત બેંચે જણાવ્યું હતુ કે જીએસટીનું માળખું કેમેય કરીને ટેકસ ફ્રેન્ડલી નથી. મતલબ કે કરદાતાઓ માટે પ્રતિકૂળ છે ખાસ કરીને જીએસટી રીટર્ન ફાઈલ કરવા માટે વેબસાઈટ અથવા પોર્ટલ સરખી રીતે સર્વીસ આપતા નથી. કયારેક ચાલે છે, કયારેક નથી ચાલતા!
ઉલ્લેખનીય છે કે બોમ્બે હાઈકોર્ટમાં ફરિયાદી કંપની એબિકોર એન્ડ બેન્ઝેલ ટેકનોવેલ્ડ પ્રાઈવેટ લિમિટેડ મુંબઈએ એક પિટિશન ફાઈલ કરી છે. રોબોટિક અને ઓટોમેશન ઈકિવપમેન્ટ બનાવતી આ કંપનીએ કોર્ટમાં ફાઈલ કરેલી ફરિયાદમાં લખ્યું છે કે જીએસટી નેટવર્ક પર ઓનલાઈન પ્રોફાઈલ એકસેસ કરવામાં ઈ વેબલ જનરેટ કરવામાં સમસ્યા થાય છે. જેના લીધે માલના ટ્રાન્સપોર્ટેશનમાં પણ દિકકત આવે છે. પેનલ્ટી ભરવી પડે છે.
હાઈકોર્ટે જણાવ્યું કે જીએસટી મામલે દેશની અન્ય અદાલતોમાં પિટિશનો દર્જ થઈ છે. કેન્દ્ર સરકાર ‘જાગે’ અને યોગ્ય પગલા લે તેવી આશા છે. કોર્ટ ન્યુ ટેકસ લોની ભલામણ ન કરે ૧૬ ફેબ્રુઆરી સુધીમાં કેન્દ્રને પ્રત્યુતર આપવા જણાવાયું છે.
દેશની અન્ય અદાલતોમા પણ જીએસટીને લઈને થયેલા કેસો પર સુનાવણી ચાલી રહી છે.