- જલાલપોર વિસ્તારમાં દેસાઈ તળાવમાં બાળકનું ડૂબી જવાથી મો*ત
- બાળક ક્રિકેટનો બોલ લેવા માટે તળાવમાં ઉતર્યો હોવાનું પ્રાથમિક અનુમાન
- ફાયર વિભાગની ટીમ દ્વારા મૃત*દેહને બહાર કાઢી પીએમ અર્થે ખસેડવામાં આવ્યો
- સમગ્ર મામલે જલાલપોર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી
હાલ ઉનાળાની સિઝનની શરૂઆત થઈ ચૂકી છે. આ ધગધગતા તાપમાનમાં લોકો ગરમીથી બચવા ઘણા પ્રયત્નો કરતાં હોય છે. લોકો ગરમીથી બચવા સ્વિમિંગ પુલમાં , તળાવમાં , નદીમાં કે વોટર પાર્કમાં નાહવા જતાં હોય છે. આ દરમિયાન કોઈ કારણોસર ડૂબી જવાથી મો*ત થતાં હોય છે. ત્યારે આવો જ એક ચોકવનારો કિસ્સો સામે આવ્યો છે. નવસારીના દેસાઈ તળાવમાં બાળકનું ડૂબી જવાથી મો*ત નિપજ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. આ ઉપરાંત ફાયર વિભાગની ટીમ દ્વારા મૃ*તદેહને બહાર કાઢી PM અર્થે ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે જલાલપોર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
નવસારીના જલાલપોર વિસ્તારમાં દેસાઈ તળાવમાં બાળકનું ડૂબી જવાથી મો*ત નિપજ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. બાળક ક્રિકેટનો બોલ લેવા માટે તળાવમાં ઉતર્યો હોવાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવ્યું છે. ફાયર વિભાગની ટીમ દ્વારા મૃતદેહને બહાર કાઢી PM અર્થે ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે જલાલપોર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
અનુસાર માહિતી મુજબ, નવસારીના જલાલપોર વિસ્તારમાં આવેલા દેસાઈ તળાવમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે. એક બાળકનું તળાવમાં ડૂબી જવાથી મો*ત નિપજ્યું છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, બાળક ક્રિકેટનો બોલ લેવા માટે તળાવમાં ઉતર્યો હતો. જોકે, તળાવમાં 8 થી 10 ફૂટ જેટલું ઊંડું પાણી હોવાના કારણે બાળક ડૂબી ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને બાળકના મૃ*તદેહને બહાર કાઢ્યો હતો.
આ ઉપરાંત મૃ*તદેહને પોસ્ટમોર્ટમ માટે નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તેમજ જલાલપોર પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આ દુર્ઘટના અંગે વધુ વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે.