- 4 એપ્રિલ આંતરરાષ્ટ્રીય ગાજર દિવસ ઉજવવામાં આવે છે
- ગાજરનું વનસ્પતિ નામ ડોકસ કેરોટા છે.
- ગાજર વિશે જાગૃતિ ફેલાવવાની અને તેની સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ માણવાની તક આપે છે
બજારમાં ગાજર આવતાની સાથે જ લોકોને ગરમ ગરમ ગાજરનો હલવો ખાવાના ક્રેવિંગ થવા લાગે છે. પરંતુ ગાજર માત્ર સ્વાદ માટે જ નહીં સ્વાસ્થ્ય માટે પણ એટલા જ ગુણકારી છે. તેમજ તેમાં ઘણાં બધા પોષકતત્વો રહેલા છે, જે શરીરને સ્વસ્થ્ય રાખે છે. રોજ આપણા જમવામાં ગાજર સામેલ કરવા જોઈએ. જે લોકોને સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ છે તેમણે પોતાના ડાયટમાં ખાસ ગાજર એડ કરવા જોઈએ. તો ચાલો જાણો કે ગાજરનું શું મહત્વ છે અને તેનો ઇતિહાસ….
આંતરરાષ્ટ્રીય ગાજર દિવસ આ દિવસ આપણને ગાજર વિશે જાગૃતિ ફેલાવવાની અને તેની સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ માણવાની તક આપે છે. ચાલો જાણીએ આંતરરાષ્ટ્રીય ગાજર દિવસ ઉજવવાનો હેતુ શું છે?
આંતરરાષ્ટ્રીય ગાજર દિવસ: આજે એટલે કે 4 એપ્રિલના રોજ ગાજર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગાજર દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોને ગાજર ખાવાના ફાયદાઓથી વાકેફ કરવાનો છે. આ દિવસની ઉજવણી સૌપ્રથમ વર્ષ 2003માં શરૂ થઈ હતી. તેમજ ગાજર તેમના પોષક મૂલ્ય અને વૈવિધ્યતા માટે આદરણીય છે, અને આ દિવસ આપણને ગાજર વિશે જાગૃતિ ફેલાવવાની અને તેમાંથી બનેલી સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ માણવાની તક આપે છે. તો ચાલો જાણો કે આંતરરાષ્ટ્રીય ગાજર દિવસ ઉજવવા પાછળનો ઇતિહાસ અને મહત્વ શું છે.
ઇતિહાસ-

ગાજરનું વનસ્પતિ નામ “ડોકસ કેરોટા” છે. નિષ્ણાતો માને છે કે એશિયાના લોકોએ સૌપ્રથમ ગાજરની ખેતી શરૂ કરી હતી અને ત્યાંથી તે વિશ્વના અન્ય દેશોમાં પહોંચી હતી. ગાજર લાલ, પીળો, નારંગી અને કાળા એમ ચાર અલગ અલગ રંગોમાં જોવા મળે છે. આંતરરાષ્ટ્રીય ગાજર દિવસની સ્થાપના વર્ષ 2003માં કરવામાં આવી હતી. ત્યારબાદ, વર્ષ 2012 સુધીમાં, તે વિશ્વભરમાં તમામ સ્થળોએ ફેલાઈ ગયો હતો. જ્યાં લોકો ગાજર વિશે જાણતા હતા. આ દરમિયાન તમને જણાવી દઈએ કે ગાજર દિવસની ઉજવણી સૌપ્રથમ ફ્રાન્સ અને સ્વીડનમાં શરૂ થઈ હતી. ત્યારપછી, ભારત, જાપાન, રશિયા, ઇટાલી સહિત વિશ્વના ઘણા દેશોમાં વિશ્વ ગાજર દિવસ ઉજવવાનું શરૂ થયું. ગાજર દિવસ ઉજવવાનો હેતુ દેશના લોકોમાં ગાજર જેવા પૌષ્ટિક ખાદ્ય પદાર્થો વિશે જાગૃતિ લાવવાનો હતો.
મહત્વ-

આંતરરાષ્ટ્રીય ગાજર દિવસની ઉજવણી કરવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે શક્ય તેટલું વધુ પોષક તત્વોથી ભરપૂર આ શાકભાજી ખાવી. ગાજરની ખાસિયત એ છે કે તમે મોટાભાગની શાકભાજી બનાવતી વખતે તેનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત બપોરના ભોજનમાં બનાવેલા મિશ્ર શાકભાજી હોય કે રાત્રિભોજન પછી પીરસવામાં આવતો હલવો, ગાજર કોઈપણ સ્વરૂપમાં ખાઈ શકાય છે. ગાજર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.