સિક્યોરિટી ફોર્સ અને આતંકીઓ વચ્ચે છેલ્લાં 30 કલાકથી એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સોમવારે આતંકીઓએ CRPF કેમ્પમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, જેને સુરક્ષાદળોએ નિષ્ફળ બનાવી દીધો હતો. ફાયરિંગમાં એક જવાન શહીદ થઈ ગયા હતા. આતંકી એક બિલ્ડિંગમાં છુપાયેલાં છે. કાશ્મીરમાં 3 દિવસમાં બે આતંકી હુમલાઓ થયાં. તો સુંજવાંમાં સર્ચ ઓપરેશન દરમિયાન વધુ એક જવાનનો મૃતદેહ મળ્યો છે. આ સાથે જ સુંજવાંમાં શહીદ થયેલાં જવાનોની સંખ્યા 6 પર પહોંચી છે. તો એક સિવિલિયનનું પણ મોત નિપજ્યું છે. જ્યારે ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યાં છે. ત્યારે આજે સુંજવાં હુમલામાં શહીદ થયેલાં જવાનના પરિવારને જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી મળ્યાં હતા. તો સુરક્ષાને ધ્યાનમાં રાખીને સિક્યોરિટી ફોર્સ દ્વારા જમ્મુના રાયપુરના ડોમાના વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. સર્ચ ઓપરેશનમાં સેનાના જવાનોની સાથે હેલિકોપ્ટરની મદદ પણ લેવામાં આવી છે.
CRPF કેમ્પ પર હુમલો, એક જવાન શહીદ
– CRPFના ઓપરેશન IG ઝુલ્ફીકાર હસને જણાવ્યું કે, “હાલ પણ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. અમારૂ ઓપરેશન તે રીતે ચાલી રહ્યું છે કે જેનાથી સિટીઝન્સને કે તેમની પ્રોપર્ટીને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય.”
– શ્રીનગરના CRPF કેમ્પમાં સોમવારે આતંકીઓએ હુમલો કર્યો. ફોર્સે તેને નિષ્ફળ બનાવ્યો હતો. આ આતંકીઓ AK-47 રાયફલ સહિત અને હથિયારો લઈને ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો.
– CRPFના પ્રવકતાએ જણાવ્યું કે, “કેમ્પમાં સંતરીએ સોમવારે સવારે 4-30 વાગ્યે બે સંદિગ્ધોને બેગ અને હથિયાર સાથે જોયાં. સંતરીએ તેમને પડકાર્યા અને ફાયરિંગ શરૂ કર્યું. આતંકીઓ તાત્કાલિક ત્યાંથી ભાગી ગયા અને પાસેની એક અંડર કન્સ્ટ્રકશન બિલ્ડિંગમાં છુપાઈ ગયા. CRPFના જવાનોએ બિલ્ડિંગને ઘેરી રાખ્યું છે.”