- રૂકમણી પત્ર લખે દ્વારકા રે ..હું નહિ રે પરણું શિશુપાલને રે..ના ગીત ગવાય
- ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્ન વિવાહની ઉજવણીની તડામાર તૈયારીઓ: પાંચ દિવસ મેળામાં જન મેદની ઉમટશે
ગુજરાત રાજ્યના પોરબંદર જિલ્લામાં માધવપુર ઘેડ ખાતે 6 એપ્રિલથી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે યોજાતા આ મેળાનો વ્યાપ વધારવામાં આવ્યો છે. રાજ્યના મોટા શહેરોમાં ઉત્તર પૂર્વના રાજ્યોના કલાકારોના નૃત્ય પ્રદર્શન યોજવામાં આવી રહ્યા છે. આ સાંસ્કૃતિક મેળાની પૂર્વ તૈયારીની એક ઝલક જોવા મળી રહી છે
લોકમેળાને માણવા અને કૃષ્ણ રૂક્ષ્મણી ના વિવાના સામા સૌભાગ્ય થવા લોકો ના હૈયા હિલોળે અનેરો આનો ઉત્સાહ જણાઈ રહ્યો છે મેળા નું કામ જોરમાં ચાલી રહ્યું છે રસ્તાઓ લાઇટિંગોથી શણગારવામાં આવ્યા છે
ગુજરાતના દરિયાકાંઠે આવેલું પૌરાણિક ગામ- માધવપુર ઈતિહાસ અને પૌરાણિક કથાઓનો વારસો સાચવીને બેઠું છે. એવું કહેવાય છે કે અહીં ભગવાન શ્રીકૃષ્ણ અને ઉત્તર -પૂર્વના રાજ્ય અરૂણાચલ પ્રદેશના રાણી રૂકમણીના વિવાહ થયા હતા. જેના સ્મરણરૂપે અહીં દર વર્ષે માધવપુર ખાતે મેળો યોજાય છે. આ મેળો પૂર્વ ભારત અને પશ્ચિમ ભારતની સાંસ્કૃતિક કડી સમાન છે.
- આ વર્ષે પણ 6 એપ્રિલથી 10 એપ્રિલ દરમિયાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
- આ મેળામાં ભાગ લેવા સંખ્યાબંધ કલાકારો માધવપુર પહોંચી રહ્યા છે. એટલું જ નહીં,
- ગુજરાતના વિવિધ શહેરોમાં તેમના પર્ફોર્મન્સ પણ યોજાઈ રહ્યા છે.
પોરબંદર જિલ્લા વહીવટીતંત્રએ પણ આ આયોજનને સફળ બનાવવા માટે પૂરજોશમાં તૈયારીઓ કરી છે. ગુજરાત રાજ્યના યવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ અને ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત માધવપુર મેળો સાંસ્કૃતિક સેતુ તરીકે કામ કરે છે. આ મેળો ગુજરાત અને ઉત્તરપૂર્વ ભારત વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે. મેળાનો મુળ ઉદ્દેશ્ય દેશની સમૃદ્ધ કળા વારસાનો આદાન-પ્રદાનનો પણ છે.
પ્રથમ પ્રેમ ભક્તિ પત્ર જે માધવપુર ઘેડના મેળાના ઇતિહાસનો નિમિત બન્યો
ભારત વર્ષનો એ પ્રથમ પ્રેમ ભક્તિ પત્ર કે જે ગુજરાતમાં માધવપુર ઘેડના મેળાના ઇતિહાસનો નિમિત છે. ભારતના ઉત્તર પૂર્વ પ્રદેશમાંથી રાજકુમારી રુકમણી પશ્ચિમ કાંઠે દ્વારકાના શ્રીકૃષ્ણને પત્ર લખે છે. પુરાણો કથાઓમાં રહેલો આ પત્ર માધવપુર મેળા ના સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રસ્તુત થાય છે . સૌરાષ્ટ્રના ગામડાઓમાં કીર્તનમાં “રુકમણી પત્ર લખે દ્વારકા રે ..હું નહિ રે પરણું શિશુપાલને રે..ગીત ગવાય છે. પરંતુ તેમની કેટલીક મહત્વની હકીકતો પોરબંદર સ્થિત જાણીતા સિનિયર ઈતિહાસવિદ નરોતમ પલાણે જણાવી જે અત્રે પ્રસ્તુત છે.
પોરબંદર જિલ્લામાં અરબી સમુદ્રના કિનારે આવેલ માધવપુર ઘેડ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્ન વિવાહની ઉજવણીની તડામાર તૈયારીઓ થઈ રહી છે.
નરોતમ પલાણ કહે છે કે પૌરાણિક ઇતિહાસ અને કથાઓ મુજબ કહેવાય છે કે હિન્દુ સનાતનમાં ભારત વર્ષમાં પ્રથમ વખત પ્રેમ સમર્પણ પત્ર વિદર્ભની રાજકુમારીએ દ્વારકા સ્થિત ભગવાન શ્રીકૃષ્ણને લખ્યો હતો, આ પ્રેમ પત્રથી જ ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહનો પ્રસંગ હજારો વર્ષ બાદ આજે પણ આપણે સૌ ઉજવી રહ્યા છે. આ પત્ર પુરાણમાં છે.પૌરાણિક ઇતિહાસ મુજબ પાંચ હજાર વર્ષ પહેલા મથુરામાં જન્મેલા ભગવાન શ્રીકૃષ્ણનો ઉછેર ગોકુળમાં થયો હતો, અને ત્યારબાદ તેઓ સાંદિપની આશ્રમમાં ભણવા માટે ગયા હતા. ફરી ગોકુળ મથુરામાં આવ્યા બાદ 32 વર્ષની ઉંમરે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકા નગરીમાં આવી પહોંચ્યા હતા.32 વર્ષની ઉંમરે ભગવાન શ્રીકૃષ્ણ જ્યારે દ્વારકા સ્થિત હતા, તે સમય દરમિયાન વિદર્ભની રાજ કુમારી ભગવાન શ્રીકૃષ્ણને પ્રેમપત્ર લખે છે. અને વિદર્ભની રાજકુમારી રૂક્ષ્મણી આ પ્રેમ પત્રમાં તેમની અસહમતીથી તેમના ભાઈ રૂકમી શીશુપાલ નામના રાજકુમાર સાથે તેમના લગ્ન નક્કી કરી લીધા હોવાનો ઉલ્લેખ કરે છે. વિદર્ભમાં તેમના રીતિ રિવાજ મુજબ કુવારી ક્ધયા લગ્નના ફેરા ફરતા પહેલા તેમના ગામમાં વગડામાં આવેલ માતાજીના મંદિરે દર્શન કરવા માટે જાય છે, ત્યારે તેમનું ત્યાંથી હરણ કરવા ભગવાનને ચોખ્ખું નિમંત્રણ આપે છે.
ભગવાન શ્રીકૃષ્ણ આ પ્રેમપત્ર વાંચ્યા બાદ તેમના સારથી દારૂકને તૈયાર કરે છે. ઘોડાઓ સાથેના રથમાં બિરાજમાન થઈ પહોંચે છે, વિદર્ભની રાજ કુમારીએ જણાવેલ ચોક્કસ સ્થળેથી ભગવાન ત્યાં આવી પહોંચતા તેમની સાથે રથમાં બેસી દ્વારકા આવવા દોટ મૂકે છે. કથાઓ ની માન્યતા મુજબ રુક્ષ્મણી પોતે રાજકુવરી હોય અને બાણવિદ્યા તથા ઘોડેશ્વવારી જાણતા હોવાથી પોતે જ પવનગતિએ દ્વારકા તરફ તેમનો રથ ચલાવે છે. શ્રી કૃષ્ણની પાછળ વિદર્ભમાં ભગવાન કૃષ્ણના ભાઈ બલરામ પણ તેમની સેના સાથે જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ રુક્ષ્મણી ના ભાઈ રુક્મી ને હરાવે છે.ભગવાન શ્રીકૃષ્ણ સવાર પડતા માધવપુર ઘેડમાં તેઓ ઉતરે છે. અહીં ભગવાન શ્રીકૃષ્ણ – રૂક્ષ્મણીજીના વિવાહનો પ્રસંગ યોજાય છે.
લગ્ન ઉત્સવનો કાર્યક્રમ
શ્રી કૃષ્ણ રુકમણી ના લગ્ન ઉત્સવ પરંપરાગત ઉજવણીમાં ભાવિકો આધ્યાત્મિક આનંદની અલૌકિક અનુભૂતિ માણશે તારીખ 6 ના કૃષ્ણના વંડપ આરોપણ પ્રથમ ફુલેકુ તારીખ 7 અને 8 ના બીજું ત્રીજું ફૂલેકું ત્રણ દિવસીય ત્રણ ફુલેકા માધવરાય મંદિરેથી શ્રીકૃષ્ણ કૃષ્ણ પ્રભુને રથમાં બેસી હશે નગરચર્યા શહેરોના રાજમાર્ગો પરથી નીકળીને બ્રહ્મકુંડે પહોંચશે તારીખ 9 ના લગ્ન ઉત્સવ અને તારીખ 10 ના યુગલ સ્વરૂપ નિજ મંદિરે જવા નીકળશે