- ભાગવત સપ્તાહના ચોથા દિવસે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીએ કથા શ્રવણનો લીધો લાભ
રાજકોટ લોહાણા મહાજન દ્વારા રેસકોર્સ મેદાન ખાતે 5 એપ્રિલ સુધી જીગ્નેશ દાદાની ભાગવત સપ્તાહ નું આયોજન કરવામાં આવ્યું છે રેસકોર્સ મેદાનમા યોજાનારી કથામાં રોજના 15,000 લોકો કથાનો લાભ લે છે
રાજકોટ લોહાણા મહાજન દ્વારા પ્રમુખ રાજુ પોબારુ અને નિશાંત ચોટાઈના માગેદશેન હેઠળ 108 ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. વ્યાસપીઠ ઉપરથી જીજ્ઞેશ દાદા કથાનું રસપાન કરાવવાના છે. આ કથાનો હેતુ પિતૃઓના મોક્ષાર્થે અને સમગ્ર કલ્યાણ અર્થે રાખવામાં આવેલો છે.
બપોરે 3થી 7 દરમિયાન જીગ્નેશ દાદાના વ્યાસાસનેથી ભક્તો કથાનું રસપાન કરીને કૃષ્ણ ભક્તિમાં રંગાઈ જાય છે. દરરોજ અંદાજે 15000 જેટલા લોકો મહાપ્રસાદ ગ્રહણ કરશે. 10 દિવસ દરમિયાન અંદાજે દોઢ લાખ લોકો કથાનો લાભ લેશે.
મહાપ્રસાદ બાદ સાંસ્કૃતિક કાર્યક્રમો માં પણ લોકોની મેદની જોવા મળી રહી છે કથાના ચોથા દિવસે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ તેમના ધર્મ પત્નીએ કથા શ્રવણનો લાભ લીધો હતો ચોથા દિવસે જીગ્નેશ દાદા એ ભથી ભક્તિ ગ થી જ્ઞાન વ થી વૈરાગ્ય અને તેથી ત્યાં આ બધા સદગુણોનો સમય એટલે ભાગવત શાસ્ત્ર આ મહાન ગ્રંથમાં શ્રીહરી ને અનેક કથાઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે
આ તકે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે ભાગવત કથામાં દરેક જીવન માટે તેમના પ્રગતિ પંથને ઉજાળનાર અને દિવ્યતા પ્રદાન કરનાર છે આવા સર્વાંગી કલ્યાણકારી ગ્રંથનું રાજકોટ ખાતે અકિલા પરિવાર દ્વારા જીગ્નેશ દાદા ના મુખે સ્મરણ કરવાની તક પ્રાપ્ત થઈ હતી.
“અબતક” જીજ્ઞેશદાદાના મળ્યા આશિર્વાદ