- ઘુંટુ રોડ પર અજાણ્યા ટ્રકે બાઈક સવાર બે યુવકોને લીધા અડફેટે
- અકસ્માતમાં બે યુવકોના નિપજ્યા મો*ત
- પોલીસે બનાવની નોંધ કરી ટ્રક ચાલકની શોધખોળ શરુ કરી
દિવસેને દિવસે અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. ત્યારે ફરી એકવાર મોરબીના ઘુટુ રોડ પર ટ્રક અડફેટે બાઈક સવાર 2 આશાસ્પદ યુવાનોના મો*ત નિપજ્યાં હતા. તેમજ કન્ટેનર લઈને જતા અજાણ્યા ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા અક્સ્માત સર્જ્યો હતો. આ દરમિયાન 18 વર્ષીય બાઇક સવાર સાવન પાટડિયાનું ઘટના સ્થળે જ મો*ત નિપજ્યું હતું અને 21 વર્ષીય યશ માજુશાનું ટૂંકી સારવાર બાદ મો*ત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઈ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા બનાવ અંગે ગુનો નોંધી અજાણ્યા ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
મોરબીના સામાકાંઠે જુના ઘુંટુ રોડ પરથી ડબલ સવારી બાઈક જતું હતું.ત્યારે અજાણ્યા કન્ટેનર ટ્રક ચાલક દ્વારા આ બાઈકને ટક્કર મારવામાં આવી હતી. જેથી કરીને ઘટના સ્થળે સાવન પાટડિયા નામના યુવાનનું મો*ત નિપજયુ હતુ. જ્યારે બીજા યશ માજુશાને ઇજાગ્રસ્ત હાલતમાં મોરબી સિવિલ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનો મો*ત નિપજયુ હતું. સમગ્ર બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ દ્વારા આ બાબતે નોંધ કરી અકસ્માત સર્જી ભાગી છૂટેલા ટ્રક ચાલકને પકડવા શોધખોળ હાથ ધરવામાં આવી છે.
અનુસાર માહિતી મુજબ, મોરબીના સામાકાંઠે ઘુંટુ રોડ પર આવેલ કનૈયા પાન પાસે રોડ અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો.જેમાં ડબલ સવારીમાં બાઈક લઈને જઈ રહેલા 18 વર્ષીય સાવન પાટડીયા કોળી તથા 21 વર્ષીય યશ માજુસા કોળીના બાઈકને અજાણ્યા કન્ટેનર ટ્રક ટેલરના ચાલકે ટક્કર મારી હતી. આ અકસ્માત બનાવમાં ઘટના સ્થળે સાવન પાટડીયા નામના યુવાનનું મો*ત થયુ હતું.
જ્યારે ઇજાગ્રસ્ત હાલતમાં યશ માજુસાને અત્રેની સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યશ માજુશા નામના યુવાનનું પણ મો*ત નિપજયુ હતુ. હાલ બનાવ અંગે જાણ થતા મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા બનાવની નોંધ કરવામાં આવી છે અને અકસ્માત સર્જીને ભાગી છુટેલા ટ્રક ચાલકને પકડવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.