જિલ્લા પંચાયત કચેરી ખાતે આજરોજ કારોબારી સમિતીની બેઠક અર્જુનભાઈ ખાટરીયાનાઅધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં જિલ્લા પંચાયત બિલ્ડીંગના કામને એકસેસ રકમ રૂ.૪૩.૩૩ લાખ અને એકસ્ટ્રા રકમ રૂ.૩૮.૭૮ લાખ સહિત રૂ.૨.૨૭ કરોડની રકમને વહિવટી મંજુરી આપવામાં આવી હતી. ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વોર્ડ આયા અને ડ્રાઈવર તથા આરોગ્ય શાખાની સેવાઓ આઉટસોર્સીંગથી મેળવવા માટેના કરારમાં બે વર્ષની મુદતનો વધારો આપવામાં આવ્યો છે.
જિલ્લા પંચાયત કચેરીના રીનોવેશન અને ઈન્ટીરીયલ કામ માટે એક વર્ષની મુદત વધારવામાં આવી છે. આ કામ માટે શ્રીજી કૃપા પ્રોજેકટ લીમીટેડને રકમ રૂ.૧૭૩.૨૪ લાખની વહિવટી મંજુરી માન્ય રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જિલ્લા પંચાયત કચેરીના સભાખંડમાં યોજાયેલી કારોબારી સમિતીની બેઠકમાં સમિતીના સભ્યો વિપુલભાઈ ધડુક, મનોજભાઈ બાલધા, ભાવનાબેન ભુત, અર્ચનાબેન સાકરીયા, નાડુભાઈ ડોડીયા, વજીભાઈ સાકરીયા, કુસુમબેન ચૌહાણ, રાણીબેન સોનાણી તેમજ જિલ્લા વિકાસ અધિકારી જી.ટી.પંડયા અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી.વી.મકવાણા, આર.બી.ખરાડી ઉપસ્થિત રહ્યા હતા.