અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા આગામી તા. ૧૬, ૧૭ અને ૧૮ના રોજ અમદાવાદના રિવરફ્રન્ટ, એન.આઇ.ડી., પાલડી પાસે ત્રીજા રાજપૂત બીઝનેસ એકસ્પ્રો-૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કુલ ૨૦૦ સ્ટોલ ઉભા કરાશે. જેમાંથી ૬૦ સ્ટોલ મહિલાઓ દ્વારા સંચાલીત રહેશે. વિદેશમાંથી પણ ઉઘોગસાહસિકો હાજર આપશે.
રાજપુત સમાજના સર્વાગી ઉત્કર્ષ માટે ખુબ જ જરુરી એવા ઉઘોગ, ધંધો, વેપાર ના સાહસીકોને પોતાના ઉઘોગ વેપાર વિસ્તરણ અને વિકાસ માટે તથા નવા ઉઘોગ સાહસીકોને માહીતી માર્ગદર્શન પ્રેરણા મળી રહે તે હેતુથી અને સમાજના આર્થિક વિકાસ માટેની ઉઘોગ વેપાર ને નવી દિશા તરફ પ્રગતિ કરવાના હેતુસર બિઝનેસ એકસ્પ્રોનું આયોજન કરવામાં આવેલ છે.
રાજપુત બિઝનેસ એકસ્પ્રોમાં ઉઘોગ વેપાર સાહસીકોને સેમીનાર માર્ગદર્શન પ્રેરણાનું નવુ નેટવર્ક પુરુ પાડનાર છે. આજે સમગ્ર વિશ્ર્વ અને ભારતમાં નવા પ્રકારના હજારો બિઝનેસની તકો ઉદભવેલી છે. બધા અન્ય સમાજનું પૂર્ણ ઉથ્થાન માત્ર અને માત્ર બિઝનેસથી જ થએલ છે. રાજપુત યુવાનો, બહેનોના કુટુંબોના વિકાસ કરવા માટે ઉઘોગ ધંધા વેપારમાં જ ઝંપલાવ્યું પડશે અને સાહસ કૌશલ્ય અને રોકાણ માફરતે બીઝનેસ કરી સમાજના યુવક-યુવતિઓને રોજગારી ઉભી કરવાની તકો મળે, અહિ ૨૦૦ થી વધારે સ્ટોલ્સ મોટી મોટી કંપની ઔઘોગીક સંસ્થાઓ, બેંકો સરકારી સંસ્થાઓનું પણ ખુબ જ ઉપયોગ માગર્ર્દર્શન મળશે. બીઝનેસ એસ્પ્રોમાં આવનાર એન.આર.આઇ. ઉઘોગપતિઓ દ્વારા પણ ઉપયોગી માર્ગદર્શન અને પ્રોત્સાહન મળનાર છે. આશરે ૨૦૦ એન.આર.એ ઉઘોગપતિઓ રાજપુત બિઝનેશ એકસ્પ્રો-૨૦૧૮ માં પધારવાના છે.
રાજપુત બિઝનેસ એક્સપર્ટ પ્રમુખ ડો. જયેન્દ્રસિંહ જાડેજા ઉપપ્રમુખ પી.ટી. જાડેજા, વિશુભા ઝાલા, ક્ધવીનર કિશોરસિંહ રાણા સહ ક્ધવીનર દિપકસિંહ ઝાલા, શ્રીમતિ દશરથબા પરમાર, મહેન્દ્રસિંહ સોઢા, અજીતસિંહ રાજપુત, રૂદ્રદતસિંહ વાઘેલા તેમજ દર્શનસિંહ, સંદીપસિંહ સીસોદીયા, સંજયસિંહ રાઓલજી, ઇન્દ્રસિંહ રાણા, દિલીપસિંહ ઝાલા, નટુભાઇ જાડેજા શિવલેખા શારદાબા જાડેજા, મુખ્ય આયોજન કમીટી એકસ્પ્રોને સફળ બનાવવા તનતોડ મહેનત કરી રહેલ છે.
રાજકોટ શહેર તથા જીલ્લાના હોદેદારો દ્વારા શહેર અને જીલ્લામાં રાજપુત બિઝનેસ એકસ્પ્રોમાં જોડાવા તથા મુલાકાત લેવા તેમજ ધંધો વેપારી માટે માર્ગદર્શન લેવા મુલાકાત કરવા પ્રચાર-પ્રસાર અને જાગૃતિ માટે પી.ટી. જાડેજા, કીરીટસિંહ જાડેજા, બળદેવસિંહ ગોહીલ, દેવેન્દ્રસિંહ ઝાલા, પ્રવિણસિંહ ઝાલા, કિશોરસિંહ જેઠવા, હીતેન્દ્રસિંહ ઝાલા, બળદેવસિંહ ગોહિલ તેમજ પથુભા જાડેજા સહીતનાએ અબતકની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું.