સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા સુદામા ચોક ખાતે ફરજ બજાવી રહેલા મહિલા ટ્રાફિક પોલીસ સાથે કાર ચાલક સહિત પાંચ જેટલા લોકોએ બબાલ કરી હતી. કાર ચાલકે સીટબેલ ન પહેર્યો હોવાથી વાયોલેશન ઓન કેમેરાની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ કાર ચાલક સહિત પાંચ જેટલા ઈસમો ધસી આવ્યા હતા અને ટ્રાફિક પોલીસ સાથે બબાલ કરી હતી. આ સાથે અપ શબ્દો કહીને એક મહિલા ટ્રાફિક પોલીસને ધક્કો પણ માર્યો હતો. આ મામલે ઉત્રાણ પોલીસ દ્વારા રેટિંગ અને ફરજમાં રૂકાવટનો ગુનો નોંધીને પાંચે ઈસમોની ધરપકડ કરવામાં આવી છે.
સુરતમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યા બાદ ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અલગ અલગ સર્કલો પર ટ્રાફિક પોલીસના જવાનો તેના કરવામાં આવ્યા છે અને વાયોલેશન ઓન કેમેરાની કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન મોટા વરાછા વિસ્તારમાં આવેલા સુદામા ચોક ખાતે ચાર જેટલી મહિલા ટ્રાફિક પોલીસ પોતાની કામગીરી કરી રહી હતી. દરમિયાન એક વેગેનાર કાર ચાલક સીટ બેલ્ટ પહેર્યા વિના પસાર થઈ રહ્યો હતો જેથી તેને અટકાવીને વાયોલેશન ઓન કેમેરા એપ્લીકેશનમાં તેનો ફોટો પાડેલ હતો અને તેમને સીટ બેલ્ટ બાંધવા સુચના આપેલ હતી.
કારચાલક સામે કાર્યવાહી થઈ ગયા બાદ જતો રહ્યો હતો. થોડા સમયમાં જ કારચાલક અને અન્ય ચાર જેટલા ઇસમો સાથે ધસી આવ્યો હતો અને મહિલા ટ્રાફિક પોલીસ સાથે બબાલ કરવાનું શરૂ કર્યું હતું. દરમિયાન એક ઈસમે મહિલા ટ્રાફિક પોલીસને કહ્યું હતું કે, આ ગાડી મારા દીકરા દીપકુમારના નામે છે તમે મારા ભત્રીજાનો ગાડી સાથેનો ફોટો કેમ પાડેલ છે એને ફોટો ડીલીટ મારો નહીતર હું તમારા બધા પોલીસના વિડીયો બનાવી વાયરલ કરી. આ સાથે એની ઈસમોને તેનો મોબાઇલ આપીને પોલીસનો વિડીયો બનાવવા કહ્યું હતું.
પાંચેય ઇસમો બોલાચાલી કરતા હોય મહિલા ટ્રાફિક પોલીસે કહ્યું હતું કે,તમે અમારી પોલીસ સાથે માથાકુટ કેમ કરો. તેમ કહેતા તેઓ વધારે ઉગ્ર થઈને આ પાંચેય ઈસમોએ ભેગા થઈને કહ્યું હતું કે, તમને ફોટા પાડવાનો અધિકાર નથી, ફોટો અત્યારે જ ડીલીટ મારો. આ સાથે અપશબ્દો અને ઝપાઝપી કરી પાંચમાંથી એક ઈસમે મહિલા ટ્રાફિક પોલીસને ધક્કો મારી દીધો હતો. સ્થિતિ કાબુ બહાર જતા 100 નંબર ઉપર ફોન કરતા ઉત્રાણ પોલીસ દોડી ગઈ હતી. ઉત્રાણ પોલીસ દ્વારા પાંચ ઇસમો સામે ટ્રાફિક મહિલા પોલીસ સાથે કાર્યવાહીમાં અડચણરૂપ અને રાયોટિંગ નો ગુણો નોંધ્યો હતો. ત્યાર બાદ તમામની ધરપકડ કરવામાં આવી હતી. જેથી આરોપી વિજય મિસ્ત્રીએ બે હાથ જોડીને લોકોને ટ્રાફિક પોલીસ સાથે બબાલ ન કરવા અપીલ કરી હતી. મેં ભૂલ કરી છે એટલે પોલીસ સ્ટેશનમાં છું તમે આવી ભૂલ ન કરતા તેવું જણાવ્યું હતું.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય