પ્રેમનો પર્વ એટલે વેલેન્ટાઇન ડે…. પરંતુ આ ગ્લોબલ ફેસ્ટીવલ માત્ર એક દિવસનો નથી હોતો અને તે ૧૪ ફેબ્રુઆરી પહેલાંથી એટલે કે ૭ ફેબ્રુઆરીથી જ શરુ થઇ ગયો હોય છે. જેમાં પ્રેમી યુગલો વિવિધ દિવસો ઉજવી પોતાનાં પ્રેમનો વાંચ આપતા હોય છે. અને એટલે જ આ વેલેન્ટાઇન વીકનો છઠ્ઠો દિવસ એટલે Hug dayજેમાં પ્રેમી પંખીડા પોતાનાં સાથીને પોતાના પ્રેમનો અહેસાસ કરાવવા પ્રેમભર્યુ આલિંગન આપે છે. પોતે હંમેશા તેની સાથે જ છે તેવું દર્શાવે પણ છે.
આલિંગન જેમાં બે વ્યક્તિ એકબીજાને ભેટે છે. આમ તો એ એક સામાન્ય ઘટના જ છે. પરંતુ જ્યારે એકબીજાને પ્રેમ કરતાં હોય છે અને એકબીજા જીવનભર સાથે રહેવાનાં વચનો આપ્યા હોય સાથે-સાથે પોતાનાં આ સંબંધોને વધુ મધુરા બનાવવા એકબીજાથી વધુ નજીક આવતાં હોય ત્યાર તેનું પહેલું પગથિયું એટલે એકબીજાનો સ્પર્શ અને એ સ્પર્શને વધુ ગાંઢ બનાવે છે. પ્રગાઢ આલિંગન સુખ હોય કે દુ:ખ બંનેમાં પોતાના સાથ અને વિશ્ર્વાસનો અહેસાસ કરાવવા પ્રેમીઓ પોતાના સાથીને આલિંગન આપે છે. જેનાથી સામેની વ્યક્તિ પોતાનાં દુ:ખને ભૂલી સાથીનાં પ્રેમને અનુભવે છે. અને એકબીજાથી વધુ નજીક આવે છે.
જો સાથી સાથે ઝઘડો થયો હોય કે પછી તે ગુસ્સામાં હોય અને બંને વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઇ હોય ત્યારે પણ આલિંગન એક દવાનું કામ કરે છે. તેવા સંજોગોમાં કોઇ એક પાર્ટનર સમજી વીચારીને સામે વાળી વ્યક્તિને જો પ્રગાઢ આલિંગન એટલે ટાઇટ હગ કરે છે તો બધો ગુસ્સો એ પ્રેમની અનૂભૂતિમાં પીગળી જાય છે અને સંબંધો વધુ મજબૂત બને છે.
આ પરિસ્થિતિ માત્ર પ્રેમી પંખીડા માટે જ નહિં પરંતુ મિત્રો, અને અન્ય સંબંધોને પણ વધુ મજબૂત બનાવવામાં પણ આલિંગન મહત્વની ભૂમિકા ભજવે છે. તો સૌને Happy Hug day.