વિદેશની હજારો વેબસાઈટો ક્રીપ્ટો માઈનિંગ માલવેરથી અસરગ્રસ્ત થઈ છે. આનો ભોગ બનનારા દેશોમાં અમેરીકા, ઈંગ્લેન્ડ વિગેરે પણ સામેલ છે. બ્રિટીશ સોફટવેર મેકર ટેકસહેલ્પના સુત્રોએ જણાવ્યું હતું કે, આ એક સાયબર એટેક હતો જે રવિવારે થયો હતો. જેના થકી યુ.એસ. અને યુ.કે.ની સરકારી એજન્સી વેબસાઈટો ઠપ્પ થઈ ગઈ હતી.
રવિવારે ક્રીપ્ટો માઈનિંગ માલવેરના કારણે યુરોપ-અમેરીકાની ૪૨૦૦થી વધારે વેબસાઈટોનું કામકાજ ખોરવાઈ ગયું હતું.
ટેકનોલોજી ન્યુઝ સાઈટ ‘ધ રજીસ્ટર’ના એક અહેવાલ અનુસાર અમેરીકા અને બ્રિટનના સાયબર ક્રાઈમ ડીપાર્ટમેન્ટના અધિકારીઓ આટલા મોટા સાયબર એટેકની આશા રાખતા ન હતા. તેથી એક સાથે ૪૨૦૦થી વધુ સરકારી એજન્સીની વેબસાઈટો હેક થઈ જતા તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. જોકે આ સાયબર હુમલો રવિવારે થયો અને સરકારી કચેરીઓમાં જાહેર રજા હતી. તેથી રોજિંદા કામકાજ પર તેની અસર થઈ ન હતી પરંતુ વેબસાઈટના વિજિટર્સને જરૂર હાલાકી પડી હતી.