- ટેન્શન આપે તેવું મનોરંજન નથી જોઇતું
- રાજકોટમાં દર માસે એક-બે મુંબઇના નાટય શોનું આયોજન થાય છે, તેમાં ટી.વી. સિરીયલ અને ફિલ્મના કલાકારો અભિયન આપે છે
- ગુજરાતી નાટક જોવા હજી યુવા વર્ગ આવતો નથી, ત્યારે તેને જોતા કરવો તે જરૂરી: અંગ્રેજી માઘ્યમમાં ભણતા નાના બાળકોને મા-બાપે ગુજરાતી નાટક બતાવવા જોઇએ.
આજે વિશ્ર્વ રંગભૂમિ દિવસ છે:, ત્યારે નાટક પ્રવૃતિમાં સમગ્ર ગુજરાતમાં રાજકોટનું નામે મોખરે છે. રાજકોટના ઘણા કલાકારો, બાળ કલાકારોએ નાટકમાં કામ કરતા ગુજરાતી, હિન્દી ફિલ્મોમાં પણ અભિયન આપીને રાજકોટનું નામ રોશન કરેલ છે. પહેલા લેડીઝ કલબમાં નાટકો ભજવાતા હતા. એક સમયે દ્વિઅર્થી નાટકો પણ ખુબ ચાલતા હતા.
હેમુ ગઢવી હોલના નિર્માણ બાદ શહેરમાં દર માસે એક બે નાટય શોનું આયોજન થાય છે. આર.ડી. ગ્રુપ, ઉત્સવ ગ્રુપ જેવા આયોજકો સામાજીક, કોમેડી, રોમેન્ટિક નાટકો લાવે છે. સભ્યોને વરસના 10 નાટકો જોવા મળે છે. નાટકમાં ટીવી સીરીયલ અન ફિલ્મ કલાકારો અભિયન આપતા હોવાથી લોકોમાં અને નાટય રસિકોમાં નાટક જોવાનો ક્રેઝ વઘ્યો છે. પણ દુ:ખની વાત એ છે કે હજુ યુવા વર્ગ નાટક જોવા આવતો નથી. તેને નાટક ગમે છે, પણ તે ઓટી.ટી.ટી. કે યુ ટયુબના માઘ્યમથી નાટક જોવે છે. આજના મા-બાપે એ પોતાના અંગ્રેજી માઘ્યમમાં ભણતા બાળકોને ગુજરાતી નાટકો બતાવવા જોઇએ નાટક એક જીવન છે, અને જીવન એજ નાટક છે. નાટકના નવ રસની જેમ આપણાં જીવનમાં આનંદ, દુ:ખ: હાસ્ય, કરૂણતા જેવા ઘણા પ્રસંગો આવે છે. આપણી ગુજરાતી ભાષાને જીવંત રાખવા પણ ગુજરાતી નાટકોને ટેકો આપવો જરુરી છે. શહેરમાં આજે અભિનય કલાની તાલીમ આપતી ઘણી એકેડમી કાર્યરત છે.
આજના યુગમાં ટેન્શન આપે તેવું મનોરંજન કોઇને નથી જોઇતું, તને તો ખડખડાટ હસાવી ટેન્શન મુકત કરી દેતા કોમેડી નાટકો જોવા ગમે છે. કલાકાર સિઘ્ધાંથ રાંદેરીયાની ગીજજુભાઇ શ્રેણીના નાટકો અને સંજય ગોરડીયાના નાટકો જોવાનું વધુ પસંદ કરે છે. આજકાલ સોશિયલ મીડીયામાં નાનકડી નાટકની રીલ પણ ખુબ વાયરલ થાય છે.
નાટકમાં હવે બાળક કલાકારોનું ભવિષ્ય ઉજળું: કલાકાર અમીત વાઘેલા
ફિલ્મ અને નાટયમાં કલાકારોની ભૂમિકા થોડી જુદી હોય છે, ત્યારે આજના યુગમાં નાના બાળકોને અભિયનમાં વધુ રસ પડયોહોવાથી નાટકની દુનિયામાં તેના માટે ભવિષ્ય ઉજળુ હોવાની વાત કલાકાર અમીત વાઘેલાએ ‘અબતક’ સાથે કરી હતી. નાટય કલા હ્રદયથી ભજવાતી હોય અને શોખ હોય ત્યારે જ તમે પાત્રને પુરતો ન્યાય આપી શકો છો. આજે વિશ્ર્વ રંગભૂમિ દિવસે સર્વે કલાકારોને શુભેચ્છા
સિનિયર સિટીઝનમાં નાટય શોખ આજે પણ અકબંધ: નાટય આયોજનક દિનેશ વિરાણી
સામાજીક કોમેડી, રોમેન્ટિક જેવા વિવિધ નાટકો રાજકોટમાં દર માસે આયોજન થાય છે. તેમાં સીનીયર સિટીઝન સૌથી વધુ જોવા આવે છે. ગુજરાતી કોમેડી નાટકોમાં યુવા વર્ગ આવે છે. પણ મોટા ભાગે સમગ્ર વર્ષ દરમિયાન મોટી ઉમરના પ્રેક્ષકો વધુ જોવા મળે છે. છેલ્લા ત્રણ દાયકાથી નાટયશો આયોજન કરતાં ઉત્સ વ ગ્રુપના દિનેશ વિરાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે લોકોને આજે કોમેડી નાટક વધુ જોવા ગમે છે. ટીવી સીરીયલના જાણીતા કલાકારો નાટક માં અભિનય આપતા હોવાથી મહિલાઓમાં પણ નાટક જોવાનો ક્રેઝ વકર્યો છે. તેમ દિનેશ વિરાણીએ જણાવેલ છે.
આપણું જીવન પણ નાટકના નવરસ જેવું: કલાકાર ચેતન ટાંક
આપણી ગુજરાતી ભવાઇ ખુબ જ પ્રચલિત છે. જીવન એક નાટકે છે, તેના નવ રસ જ આપણું જીવન છે. તેમ કલાકાર ચેતન ટાંકે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. ટીવી. ફિલ્મો અને રીપાલીટી શોને કારણે નાના બાળકોને અભિનય સાથે વિવિધ પરફોમન્સમા: વધુ રસ પડી રહ્યો છે. રાજકોટમાં બાળકો માટે અભિનય તાલીમથી વિવિધ એકેડમી કાર્યરત છે. એક નાટય કલાકાર બનવા ઘણી મહેનત કરવી પડે છે.