- હોમગાર્ડમાં નવનિયુક્ત ઓફિસરોની પિંપિઈંગ સેરેમની યોજાઈ
- દરેક હોમગાર્ડઝ સભ્યોને શિસ્ત અને અનુશાસનનો ચુસ્તપણે અમલ કરવા સુચનો કર્યા
- તમામ યુનિટના ઓફિસર કમાન્ડિંગ, સ્ટાફ ઓફિસરો, વહિવટી સ્ટાફ અને બહોળી સંખ્યામાં હોમગાર્ડઝ સભ્યો રહ્યા હાજર
જામનગરના હોમગાર્ડઝમાં તાજેતરમાં 5 જેટલા ઓફિસરો નવનિયુક્ત થયા હતા, જેઓ પણ જેઓની પિંપિઈંગ સેરેમનીનો કાર્યક્રમ જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડરના નેતૃત્વમાં જિલ્લા હોમગાર્ડ કચેરીમાં યોજવામાં આવ્યો હતો. આ દરમિયાન દરેક હોમગાર્ડઝ સભ્યોને શિસ્ત અને અનુશાસનનો ચુસ્તપણે અમલ કરવા સુચનો કર્યા હતા. તેમજ આ દરમિયાન શહિદ દિવસ નિમિતે દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર શહિદો માટે બે મિનિટનું મૌન ધારણ કરીને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે જિલ્લાના તમામ યુનિટના ઓફિસર કમાન્ડિંગ, સ્ટાફ ઓફિસરો, વહિવટી સ્ટાફ અને બહોળી સંખ્યામાં હોમગાર્ડઝ સભ્યો હાજર રહ્યા હતા.
અનુસાર માહિતી મુજબ, જામનગર જિલ્લાના હોમગાર્ડઝમાં તાજેતરમાં 5 જેટલા ઓફિસરો નવનિયુક્ત થયા હતા, જેઓ પણ જેઓની પિંપિઈંગ સેરેમનીનો કાર્યક્રમ જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડરના નેતૃત્વમાં જિલ્લા હોમગાર્ડ કચેરીમાં યોજવામાં આવ્યો હતો.
જામનગર જિલ્લા હોમગાર્ડઝમાં તાજેતરમાં નવનિયુક્ત ઓફિસરો પ્રધ્યુમનસિંહ ગોહિલ, યોગેશ જોશી, જીગ્નેશ ચૌહાણ, ચિરાગ મકવાણા અને સુહિત મેતાની પિંપિઈંગ સેરેમની જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટના નેતૃત્વ હેઠળ જિલ્લા હોમગાર્ડઝ કચેરી ખાતે યોજવામાં આવી હતી.
જેમાં નવી રેન્ક ધારણ કરેલા અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ અધિકારીઓની જવાબદારીઓ વિષે જિલ્લા કમાન્ડન્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત દરેક હોમગાર્ડઝ સભ્યોને શિસ્ત અને અનુશાસનનો ચુસ્તપણે અમલ કરવા સુચનો કર્યા હતા. આ ઉપરાંત શહિદ દિવસ નિમિતે દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર શહિદો માટે બે મિનિટનું મૌન ધારણ કરીને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
પિંપિઈંગ સેરેમનીના કાર્યક્રમમાં જિલ્લાના તમામ યુનિટના ઓફિસર કમાન્ડિંગ, સ્ટાફ ઓફિસરો, વહિવટી સ્ટાફ તેમજ બહોળી સંખ્યામાં હોમગાર્ડઝ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.