મેરઠમાં સૌરભ રાજપૂતની હ*ત્યા નો કેસ એક એવી હોરર સ્ટોરી છે જેના વિશે એવા એવા ખુલાસા થઈ રહ્યા છે કે તમે સ્તબ્ધ થઈ જશો. હ*ત્યારા પકડાઈ ગયા છે પરંતુ હજુ પણ લાગે છે જાણે કોકડું ગૂચવાયેલું છે. મેરઠના સૌરભ રાજપૂત હ*ત્યા કાંડમાં પોલીસે તપાસ તેજ કરી છે. મેરઠ પોલીસ મનાલીમાં મુસ્કાન અને સાહિલ શુક્લા જ્યાં રહ્યા, 15 દિવસ સુધી શું કર્યું અને ક્યાં ફર્યા તેના વિશે માહિતી ભેગી કરી રહી છે.
મેરઠમાં સૌરભ હ*ત્યા કાંડમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં મુસ્કાન અને તેના પ્રેમીના અનેક વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. જેમાં તે કોઈ વીડિયોમાં પતિ સાથે ડાન્સ કરતી જોવા મળે છે તો કોઈ વીડિયોમાં પ્રેમી સાથે હોળી રમી રહી છે. બંને ગુનેહગારો હાલ તો જેલમાં છે. સતત કઈને કઈ એવું સામે આવે છે જે લોકોને વિચારવા માટે મજબૂર કરે છે કે આખરે આ શું થયું અને કેવી રીતે થયું.
સમગ્ર ઘટના
મેરઠ પોલીસે જણાવ્યું છે કે 28 વર્ષનાં મુસ્કાન રસ્તોગીએ પોતાના પ્રેમી સાહિલ શુક્લા સાથે મળીને ત્રીજી માર્ચની રાત્રે પોતાના પતિ સૌરભ રાજપૂતની હ*ત્યા કરી હતી.
પોલીસે પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે લાશને એક ડ્રમમાં નાખીને તેમાં કોંક્રિટ ભરી દેવાયો હતો.
પોલીસ તે ડ્રમને પોલીસમથકે લઈ આવી અને ત્યાર પછી કટર વડે ડ્રમને કાપીને લાશને બહાર કાઢી હતી.
સૌરભ રાજપૂતના મોટા ભાઈ રાહુલ ઉર્ફે બબલુની ફરિયાદ પરથી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. બંને આરોપીઓને મંગળવારે જ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
મેરઠના એએસપી આયુષ વિક્રમ સિંહે બુધવારે આ હ*ત્યા વિશે મીડિયાને જણાવ્યું કે, “સૌરભ રાજપૂત ચોથી માર્ચથી ગુમ હતા. શંકાના આધારે તેમનાં પત્ની મુસ્કાન અને તેના પ્રેમી સાહિલ શુક્લાને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યાં હતાં.”
“પૂછપરછમાં જાણવા મળ્યું કે સાહિલ અને મુસ્કાને સાથે મળીને સૌરભની હ*ત્યા કરી હતી. હ*ત્યા કર્યા પછી લાશનું માથું અને બંને હાથ કાપીને એક ડ્રમમાં નાખીને તેમાં સિમેન્ટ અને રેતીનું મિશ્રણ ભરી દીધું હતું. ત્યાર પછી બંને આરોપી ફરવા માટે શિમલા, મનાલી અને કસૌલી જતા રહ્યાં.”
ત્રીજી અને ચોથી માર્ચે શું થયું?
મેરઠના બ્રહ્મપુરી વિસ્તારના સૌરભ રાજપૂતે વર્ષ 2016માં ઘરથી થોડે દૂર રહેતાં મુસ્કાન રસ્તોગી સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં.
પરિવારના વિરોધ છતાં બંનેએ લગ્ન કર્યાં હતાં. વર્ષ 2019માં મુસ્કાને એક દીકરીને જન્મ આપ્યો હતો.
પોલીસે કહ્યું કે પૂછપરછ દરમિયાન મુસ્કાને પોતાનો ગુનો સ્વીકારી લીધો છે.
મુસ્કાને પોલીસને જણાવ્યું કે બે વર્ષ પહેલાં સૌરભ નોકરી કરવા લંડન ગયા હતા. આ સમયગાળા દરમિયાન મુસ્કાન અને સાહિલ વચ્ચેની મિત્રતા વધી હતી.
મુસ્કાને પોલીસને જણાવ્યું કે સૌરભનો પાસપોર્ટનો ઍક્સપાયર થવાનો હતો અને 24 ફેબ્રુઆરીએ તેને રિન્યુ કરાવવા ભારત આવવાના હતા.
પોલીસના કહેવા મુજબ મુસ્કાન અને સાહિલે પહેલેથી આખી યોજના ઘડી લીધી હતી. તેમણે છરી અને બેહોશીની દવાઓ પણ ખરીદી રાખી હતી.
હત્યાના દિવસે એટલે કે ત્રીજી માર્ચે રાતે મુસ્કાને સૌરભના ભોજનમાં બેભાન કરવાની દવા ભેળવી દીધી. સૌરભ બેહોશ થઈ ગયા ત્યારે સાહિલે તેના હાથ પકડ્યા અને મુસ્કાને છરીથી કેટલાક પ્રહાર કર્યા હતા.
પોલીસના કહેવા મુજબ બંને જણ સૌરભની લાશને બાથરૂમમાં લઈ ગયા જ્યાં તેના ત્રણ ટુકડા કર્યા. પૂરાવાનો નાશ કરવા માટે બ્લીચિંગ પાઉડરથી રૂમ ધોઈ નાખ્યો હતો.
ચોથી માર્ચે મુસ્કાને બજારમાંથી એક ડ્રમ અને સિમેન્ટ ખરીદ્યું અને સૌરભના અંગોને તેમાં ભરીને ડ્રમમાં સિમેન્ટ કૉન્ક્રિટ નાખી દીધું.
હ*ત્યાનું રહસ્ય કેવી રીતે ખૂલ્યું?
પોલીસના કહેવા મુજબ સૌરભની લાશ છુપાવ્યા પછી મુસ્કાન પોતાની દીકરીને માતા પાસે છોડીને પોતે સાહિલ સાથે ફરવા નીકળી ગઈ હતી.
લગ્ન પછી સૌરભનો પોતાના પરિવાર સાથે સંબંધ નહોતો રહ્યો. તેથી ઘણા દિવસો સુધી આ વાતની કોઈને ખબર પડી ન હતી.
17 માર્ચે મુસ્કાન પાછી આવી ત્યારે છ વર્ષની દીકરીએ પોતાના પિતા સૌરભ વિશે પૂછ્યું. તેથી મુસ્કાન ભાવુક થઈ ગઈ. તે પોતાના માવતરે ગઈ અને સાસરિયા પર સૌરભની હ*ત્યાનો આરોપ મૂક્યો. જોકે, મુસ્કાનના પરિવારજનોને ભરોસો ન બેઠો અને તેઓ જાતે તેને પોલીસ સ્ટેશને લઈ ગયા.
પૂછપરછ દરમિયાન મુસ્કાને પોતાનો ગુનો સ્વીકારી લીધો અને ત્યાર પછી ડ્રમ પણ મળી આવ્યું હતું.
કડકાઈબાદ મુસ્કાનનું આઈડી આપ્યું હતું. આ બંને રૂમ નંબર 203માં રોકાયા હતા.
સ્ટાફના જણાવ્યાં બાદ આ લોકો રૂમમાં જ રહેતા હતા અને બહાર નહિવત નીકળતા હતા. એટલે સુધીકે આ6 દિવસમાં રૂમની સફાઈ પણ ભાગ્યે જ કરાવી. ભોજન સુદ્ધા રૂમ પર મંગાવતા હતા. ફક્ત ડ્રાઈવર સાથે બહાર જતા હતા. 16 માર્ચના રોજ બંનેએ કહ્યુંકે તેઓ હવે ઘરે પાછા ફરી રહ્યા છે. બપોરે બંને એ એક ટેક્સી લીધી અને હોટલથી નીકળી ગયા હતા.
બીજી બાજુ સૌરભના પરિજનોએ મુસ્કાનના ઘરવાળા પર પૈસા અંગે ગંભીર આરોપ લગાવ્યાછે. પોલીસ તપાસમાં સામે આવ્યું છેકે સૌરભના એકાઉન્ટમાં છ લાખ રૂપિયા હતા. જેમાંથી એક લાખ રૂપિયા મુસ્કાનના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાયા હતા. એટલું જ નહીં મુસ્કાનની માતાના એકાઉન્ટમાં પણ પૈસા મોકલવામાં આવ્યા હતા. આ અંગે પોલીસ તપાસ કરી રહી છે.
મેરઠમાં પતિનીહ*ત્યા કરવાની આરોપી મુસ્કાનની જેલમાં પહેલી રાત ખુબ બેચેનીવાળી અને અફસોસ વચ્ચે પસાર થઈ હતી. મુસ્કાન આખીરાત સૂઈ શકી નહીં અને બેરેકમાં ટહેલતી રહી તો ક્યારેક પડખા ફેરવતી રહી. તેણે ભોજન પણકર્યું ન હતું. સૂત્રોના જણાવ્યાં મુજબ તે ઈચ્છતી હતી કે સાહિલની નજીક રહે. પરંતુ નિયમો આગળ તેનું કશું ચાલ્યું નહીં. આ અલગાવેતેનીબેચેની વધારી દીધી.
પુત્રી મુસ્કાન માટે ફાંસીની સજા માંગનારી માતા કવિતા રસ્તોગી વિશે જે જાણકારી સામે આવી રહી છે તે ચોંકાવનારી છે. આ કવિતા રસ્તોગી મુસ્કાનનીસાવકી માતા છે. મળતી માહિતી મુજબ મુસ્કાનની માતાના મો*ત બાદ તેના પિતા એબીજા લગ્નકર્યા હતા. કવિતા સંબંધમાં મુસ્કાનની માસી હતી.
બ્રહ્મપુરીક્ષેત્રમાં થયેલી સૌરભની હ*ત્યા
બાદ પોલીસે પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલની પૂછપરછ કરી તોએવા ખુલાસા થયા કે જાણીને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ. મુસ્કાન એટલી શાતિર નીકળી કે તે સૌરભ નીહ*ત્યા નું પ્લાનિંગ બહુ પહેલાકરીચૂકીહતી. પોલીસ જ્યારે આરોપી સાહિલના ઘરે તપાસ માટે પહોંચી તોઅંદરનો નજારો જોઈને દંગ રહી ગઈ. પોલીસને તેના રૂમની દીવાલોપરથી કેટલીક ડરામણી વસ્તુઓ જોવા મળી. એટલે કે સાહિલ જે રૂમમાં રહેતો હતો તેની દીવાલો પર મહાદેવ, ગણેશભગવાનની મોટી પેન્ટિંગ્સ હતી . પોલીસ અંદાજો લગાવી રહીછે કે સાહિલ સાઈકો હોઈશકેછે. પોલીસ આ સમગ્રહ*ત્યા કાંડની ગંભીરતાથીતપાસકરીરહીછે.
મેરઠના દિલધડક સૌરભ મર્ડર કેસમાં જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ તેમ નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. પાડોશીએ જણાવ્યું કે હ*ત્યા બાદ મુસ્કાને તેના પ્રેમી સાહિલ સાથે મળીને લાશનો નિકાલ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભારે ડ્રમને બહાર કાઢવું સરળ ન હતું.
હ*ત્યા બાદ મુસ્કાન મૃતદેહને ડ્રમમાં ભરીને ગુમસુમ બેસી રહી
હ*ત્યા બાદ મુસ્કાન તણાવમાં હતી. પાડોસીના જણાવ્યા અનુસાર જે રૂમમાં ડ્રમ રાખવામાં આવ્યો હતો ત્યાં મુસ્કાન ચૂપચાપ બેઠી હતી. દરવાજો ખુલ્લો હતો, પણ તે કોઈની સાથે વાત કરતી નહોતી. પાડોશીએ જણાવ્યું કે મુસ્કાને આગલી ગલીમાંથી 7-8 મજૂરોને આ ડ્રમનો નિકાલ કરવા માટે બોલાવ્યા હતા, પરંતુ તેઓ પણ ભારે ડ્રમને ખસેડી શક્યા નહીં અને પાછા ફર્યા.
આ મામલો પ્રકાશમાં આવતાં સમગ્ર વિસ્તાર ચોંકી ગયો હતો. મુસ્કાને તેના પ્રેમી સાથે મળીને આટલો મોટો ગુનો કર્યો હશે તે વાત પર કોઈ વિશ્વાસ ન કરી શકે. પોલીસ હવે સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ કરી રહી છે. હાલ પોલીસે મુસ્કાન અને તેના પ્રેમી સાહિલને કસ્ટડીમાં લીધા છે.
મૃતદેહને ડ્રમમાં રાખીને બંને હિમાચલ જવા રવાના થયા હતા.
મેરઠમાં તેના પતિ સૌરભ રાજપૂતની નિર્દયતાથી હ*ત્યા કર્યા પછી, મુસ્કાન તેના પ્રેમી સાહિલ સાથે હિમાચલના પ્રવાસે ગઈ હતી. થોડા દિવસ મનાલીમાં રહ્યા પછી બંને કસોલ ગયા, જ્યાં તેઓ છ દિવસ એક હોટલમાં રોકાયા. કસોલ એક પ્રવાસન સ્થળ છે. ત્યાં ફરવાને બદલે બંનેએ મોટાભાગનો સમય હોટલના રૂમમાં વિતાવ્યો. બંને રૂમ નંબર 203માં રહેતા હતા.
હોટેલ ઓપરેટર અમન કુમારે શનિવારે જણાવ્યું કે સાહિલ અને મુસ્કાન ટેક્સી દ્વારા આવ્યા હતા. તેની સાથે એક ડ્રાઈવર પણ હતો. તેણે કહ્યું કે સામાન્ય રીતે પ્રવાસીઓ કસોલમાં નવી જગ્યાઓ જોવા અને ત્યાંની પ્રાકૃતિક સુંદરતા માણવા આવે છે, પરંતુ આ કપલ આખો દિવસ પોતાના રૂમમાં જ રહેતા હતા. દિવસમાં માત્ર એક જ વાર રૂમમાંથી બહાર નીકળ્યા, જે અમને અસામાન્ય લાગ્યું.
3-4 માર્ચે સૌરભ રાજપૂતની હ*ત્યા કરીને તેના મૃતદેહના ટુકડા કરી સિમેન્ટના વાદળી ડ્રમમાં બંધ કર્યા બાદ મુસ્કાન રસ્તોગી (27) અને સાહિલ શુક્લા (25) 10 માર્ચે કસોલ પહોંચ્યા હતા. છ દિવસ ત્યાં રહ્યા બાદ 16 માર્ચે તેણે ચેકઆઉટ કર્યું. બંને 17 માર્ચે મેરઠ પરત ફર્યા હતા. મુસ્કાને 11 માર્ચે સાહિલનો જન્મદિવસ પણ ઉજવ્યો હતો.
ચૌધરી ચરણસિંહ જેલમાં છે મુસ્કાન
ઉત્તર પ્રદેશના મેરઠના ચૌધરી ચરણસિંહ જિલ્લા જેલમાં હ*ત્યા ના આરોપમાં બંધ મુસ્કાન અને તેના પ્રેમી સાહિલની દિનચર્યા અને તેમના નશાની લત છોડાવવાની પ્રક્રિયા અંગે જેલ તંત્રએ મહત્વની માહિતી શેર કરી છે. વરિષ્ઠ જિલ્લા જેલ અધીક્ષક ડૉ. વીરેશના અનુસાર જેલમાં આવનારા દરેક નવા બંદીનું સ્વાસ્થય પરીક્ષણ કરવામાં આવે છે. આ પ્રક્રિયા અંતર્ગત જ્યારે મુસ્કાન અને સાહિલની તપાસ કરવામાં આવી તો તેઓ નશેડી હોવાનું સામે આવ્યું.
બંન્નેને નશામુક્ત કરવા ડોક્ટર્સનો પ્રયાસ
ડોક્ટરોએ તત્કાલ તેમની ચિકિત્સા શરૂ કરી દીધી અને હવે બંન્નેને નશા મુક્તિ માટે દવાઓ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત કાઉન્સેલિંગ અને ધ્યાન જેવી તેકનીકના માધ્યમથી પણ તેમને આ લત્તથી દુર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તંત્રને આશા છે કે, 10 થી 15 દિવસમાં તેમની સ્થિતિ ઘણી હદ સુધી સામાન્ય થઇ જશે.
સરકારી વકીલની મુસ્કાને કરી માંગ
મુસ્કાને જેલ તંત્રની સામે આ અપીલ કરી કે તેમને પોતાનો કેસ લડવા માટે એક સરકારી વકીલ આપવામાં આવે. તેના પરિવારનો કોઇ પણ સભ્ય અત્યાર સુધી તેમને મળવા માટે નથી આવ્યો અને ન તો કોઇ કાયદાકીય સહાયતા ઉપલબદ્ધ કરાવાઇ છે. તેવામાં જેલ તંત્રના નિયમો અંતર્ગત તેમની માંગણી પર વિચાર કર્યો અને કોર્ટમાં પ્રાર્થના પત્ર મોકલ્યું જેથી તેને એક સરકારી વકીલ મળી શકે. જેલ તંત્રનું કહેવું છે કે કોઇ પણ બંદીને કાયદાકીય સહાયતા અપાવવી તેમની ફરજ છે અને જો કોઇ અધિકારીક રીતે સરકારી વકીલની માંગ કરે છે તો તેમને આ સુવિધા આપવામાં આવે છે.
જેલમાં અલગ અલગ રહે છે મહિલા અને પુરૂષ કેદી
શરૂઆતના દિવસોમાં મુસ્કાન અને સાહિલ બંન્ને ડરેલા હતા. તે ઉપરાંત બંન્ને સાથે રહેવા માટેની ઇચ્છા વ્યક્ત કરી રહ્યા હતા, જો કે જેલ નિયમો અંતર્ગત મહિલા અને પુરૂષ બંધઓને અલગ અલગ રાખવામાં આવે છે. માટે તેમની માંગ સ્વિકારવામાં આવી નહી. જેલના નિયમો અનુસાર નવા કેદીઓને પહેલા 10 દિવસ સુધી કોઇ નવું કામ સોંપાવમાં આવતું નથી. ત્યાર બાદ તેઓ ઇચ્છે તો જેલની દિનચર્યાનો પણ સમાવેશ થઇ શકે છે.
બંન્ને નશા વગર તરફડી રહ્યા છે
ડોક્ટરના અનુસાર નશાની લતના કારણે મુસ્કાન અને સાહિલને ખાવા-પીવામાં પણ પરેશાની થઇ રહી હતી, જો કે જેમ જેમ દવાઓની અસર થઇ રહી છે, તેની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. શરૂઆતમાં બંન્ને ખુબ જ ખામોશ હતા, પરંતુ હવે તેમની વાતચીતમાં થોડી સહજતા આવી છે. જેલ તંત્રનું કહેવું છે કે, જો જરૂર પડશે તો મેડિકલ કોલેજના માધ્યમથી મનોચિકિત્સકની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
મેરઠનો સૌરભ હ*ત્યા કેસ ચર્ચામાં છે. સૌરભના ભાઈ બબલુએ મુસ્કાનને લઈને ઘણા ખુલાસા કર્યા છે. બબલુએ જણાવ્યું કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જવાનો મુસ્કાનનો જુસ્સો એટલો બધો હતો કે તે કોઈપણ હદ સુધી જવા તૈયાર હતી. બબલુએ મુસ્કાનના બેંક એકાઉન્ટ અને ટ્રાન્ઝેક્શનની પણ તપાસની માંગ કરી છે.
મુસ્કાનના બેંક એકાઉન્ટ અને ટ્રાન્ઝેક્શનની તપાસ થવી જોઈએ
બબલુએ મુસ્કાનના બેંક એકાઉન્ટ અને ટ્રાન્ઝેક્શનની પણ તપાસની માંગ કરી છે. તેનું કહેવું છે કે મુસ્કાનના એકાઉન્ટની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ, જેથી તે જાણી શકાય કે તેના કોની સાથે સંપર્કો હતા અને તેની પાછળ કોઈ મોટું નેટવર્ક છે કે કેમ. બબલુએ આશંકા વ્યક્ત કરી હતી કે આ સમગ્ર ઘટનામાં માત્ર એક વ્યક્તિ નહીં પરંતુ વધુ લોકો સામેલ હોઈ શકે છે.
ફાંસીની સજાની માંગ
બબલુએ જણાવ્યું હતું કે તેના ભાઈ સૌરભને ફસાવવામાં આવ્યો અને તેની નિર્દયતાથી હ*ત્યા કરવામાં આવી. બબલુએ સરકાર અને પ્રશાસન પાસે આરોપીઓને ફાંસીની સજા આપવાની પણ માંગ કરી છે. તેણે કહ્યું કે તેના ભાઈનો એકમાત્ર વાંક એ હતો કે તે તેની પત્નીને સાચા રસ્તે લાવવા માંગતો હતો, પરંતુ તેને તેના પ્રયત્નોની કિંમત પોતાનો જીવ આપીને ચૂકવવી પડી.
પોલીસ આ કેસની તપાસમાં વ્યસ્ત છે અને ઘણા પાસાઓની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. સૌરભના મૃત્યુ બાદ પરિવાર આઘાતમાં છે અને ન્યાય માટે આજીજી કરી રહ્યો છે. તે જ સમયે, આ હ*ત્યા ને લઈને વિસ્તારમાં ભારે રોષ છે અને લોકો આરોપીઓને કડક સજાની માંગ કરી રહ્યા છે.
મુસ્કાનના બેંક એકાઉન્ટ અને ટ્રાન્ઝેક્શનની તપાસ થવી જોઈએ
બબલુએ મુસ્કાનના બેંક એકાઉન્ટ અને ટ્રાન્ઝેક્શનની પણ તપાસની માંગ કરી છે. તેનું કહેવું છે કે મુસ્કાનના એકાઉન્ટની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ, જેથી તે જાણી શકાય કે તેના કોની સાથે સંપર્કો હતા અને તેની પાછળ કોઈ મોટું નેટવર્ક છે કે કેમ. બબલુએ આશંકા વ્યક્ત કરી હતી કે આ સમગ્ર ઘટનામાં માત્ર એક વ્યક્તિ નહીં પરંતુ વધુ લોકો સામેલ હોઈ શકે છે.
પોલીસ આ કેસની તપાસમાં વ્યસ્ત છે અને ઘણા પાસાઓની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. સૌરભના મૃત્યુ બાદ પરિવાર આઘાતમાં છે અને ન્યાય માટે આજીજી કરી રહ્યો છે. તે જ સમયે, આ હ*ત્યા ને લઈને વિસ્તારમાં ભારે રોષ છે અને લોકો આરોપીઓને કડક સજાની માંગ કરી રહ્યા છે.