કોર્પોરેટ ટેક્સમાં કાપથી ૮૦૦ લિસ્ટેડ કંપનીઓને લાભ થવાનો અંદાજ: રિ–રેટિંગ થશે
નાણાપ્રધાન અરુણ જેટલીએ કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાની દરખાસ્ત કરી હોવાથી આશરે ૮૦૦ લિસ્ટેડ સ્મોલ અને માઈક્રોકેપ કંપનીઓને લાભ થવાનો અંદાજ છે. ₹૨૫૦ કરોડ સુધીના ટર્નઓવર સાથેની તમામ કંપનીઓએ હવે ૩૦ ટકાની જગ્યાએ ૨૫ ટકા કોર્પોરેટ ટેક્સ ચૂકવવો પડશે. તેનાથી ૨૦૧૮-૧૯ના નાણાકીય વર્ષથી આશરે ૮૦૦ લિસ્ટેડ કંપનીઓના અર્નિંગમાં આશરે ૩૦૦થી ૪૦૦ બેસિસ પોઇન્ટ્સનો વધારો થશે, એમ એનાલિસ્ટ્સે જણાવ્યું હતું.
એડલવાઇઝ ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ વડા વિનય ખટ્ટરે જણાવ્યું હતું કે તમામ કંપનીઓને નહીં, પરંતુ અન્ય રાહતો ન મળતી હોય તેવી કેટલીક કંપનીઓને ટેક્સમાં કાપથી લાભ થશે. આવી કંપનીઓના અર્નિંગમાં આગામી નાણાકીય વર્ષથી ૩૦૦થી ૪૦૦ બેસિસ પોઇન્ટ્સનો વધારો થશે. આ કંપનીઓનું આગામી સમયગાળામાં રિ-રેટિંગ થશે.
ઉદાહરણ તરીકે ટૂરિઝમ ફાઇનાન્સ કોર્પોરેશન ૨૦૧૬-૧૭ના નાણાકીય વર્ષમાં ₹૯૭ કરોડના પીબીટી (ટેક્સ પહેલાંનો નફો) પર ₹૨૭ કરોડનો ટેક્સ ભર્યો હતો. ૨૫ ટકાના નવા કોર્પોરેટ ટેક્સ સાથે કંપનીને ટેક્સમાં ₹૨.૩૩કરોડની બચત થશે અને તેનાથી કંપનીની શેર દીઠ કમાણીમાં ચાર ટકાનો વધારો થશે. જોકે બજારના નિષ્ણાતો આ કંપનીઓના અર્નિંગ ટ્રેક રેકોર્ડને કારણે ઊંચા વેલ્યુએશનથી ઉત્સાહિત નથી.
ઇક્વિનોમિક્સ રિસર્ચ એન્ડ એડ્વાઇઝરીના સ્થાપક અને સીઇઓ જી ચોક્કાલિંગમે જણાવ્યું હતું કે, કોર્પોરેટ ટેક્સમાં પાંચ ટકાનો ઘટાડો ₹૨૫૦ કરોડથી ઓછા ટર્નઓવર સાથેની કંપનીઓ માટે મોટા પોઝિટિવ ન્યૂઝ છે. જોકે રોકાણકારોએ આવા શેરોની ખરીદી કરતી વખતે સાવધ રહેવું જોઈએ, કારણ કે ઘણી કંપનીઓના શેરો ઘણા ઊંચા વેલ્યુએશનને ટ્રેડ થઈ રહી છે.
શેરો અને મ્યુ ફંડ્સ પર લોંગ-ટર્મ કેપિટલ ગેઇન્સ (LTCG) ટેક્સ પાછો ખેંચવાની માંગણી ઉગ્ર બની રહી છે, પણ સરકાર LTCG ટેક્સ માટે આ યોગ્ય સમય હોવાની વાતને ્વળગી રહી છે. વરિષ્ઠ અધિકારીઓએ ઊઝને જણાવ્યું હતું કે, બજારમાં ઝડપી સુધારો નોંધાયો છે અને હાલના તબક્કે નાના કરેક્શનથી ગભરાવું જોઈએ નહીં.
એક વરિષ્ઠ સરકારી અધિકારીએ બે દિવસ પહેલાં ઊઝને જણાવ્યું હતું કે, પગલા માટે આ યોગ્ય સમય હતો.સરકારને રોકાણકારો દ્વારા બચતનો હિસ્સો ઇક્વિટીમાં રોકાતો હોવાની પણ ચિંતા હતી. કારણ કે તેના લીધે બેન્ક થાપણો અને હાઉસિંગમાં રોકાણ ઘટ્યું હતું. કેટલીક બેન્કોએ ભંડોળ આકર્ષવા થાપણના દરોમાં વધારો કરવો પડ્યો હતો. તેને લીધે ધિરાણદર વધવાની શક્યતા પ્રબળ બની છે.
ઉલ્લેખનીય છે કે, બજેટના બીજા દિવસે સેન્સેક્સ શુક્રવારે ૮૯૧.૯૧ પોઇન્ટ ગબડ્યો હતો. મિડ અને સ્મોલ-કેપ શેરોમાં ઘટાડો વધુ તીવ્ર હતો. જોકે, સરકારનું માનવું છે કે, મોટા ભાગના રોકાણકારોને હજુ પણ ઘણો સારો નફો થઈ રહ્યો છે. નિફ્ટી મિડ-કેપ ૫૦ ઇન્ડેક્સ એક વર્ષમાં હજુ ૨૮.૧૨ ટકા વૃદ્ધિ દર્શાવે છે. સમાન ગાળામાં નિફ્ટી ૨૩.૪૫ ટકા વધ્યો છે. મહેસૂલ સચિવ હસમુખ અઢિયાએ જણાવ્યું હતું કે, સેન્સેક્સ ૩૬,૦૦૦ની સપાટીએ પહોંચ્યો હોય ત્યારે ૫૦૦ કે ૧,૦૦૦ પોઇન્ટના ઘટાડાથી મોટો ફરક નહીં પડે.
સરકારે સ્પષ્ટતા કરી છે કે, ₹૧ લાખથી વધુના કેપિટલ ગેઇન્સ પર જ ટેક્સ લાગશે. એટલે કે, મોટા ભાગના રિટેલ રોકાણકારોને LTCG ટેક્સની અસર નહીં થાય. બજેટ સ્પીચમાં નાણાપ્રધાન જેટલીએ જણાવ્યું હતું કે, લિસ્ટેડ શેરો અને મ્યુ ફંડ્સ યુનિટ્સમાં કરમુક્ત કેપિટલ ગેઇન્સની કુલ રકમ લગભગ ₹૩,૬૭,૦૦૦ કરોડ છે. જેમાં મોટા ભાગનો હિસ્સો કંપનીઓ અને કકઙત (લિમિટેડ લાયેબિલિટી પાર્ટનરશિપ્સ)નો છે.
રિટેલ રોકાણકારોએ ગયા વર્ષે મ્યુ ફંડ્સમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે. ૨૦૧૭માં મ્યુ ફંડ્સમાં ₹૧.૧૮ લાખ કરોડ શેરોમાં ઠલવાયા છે, જે FII દ્વારા રોકવામાં આવેલી રકમથી બમણો આંકડો છે. ઇક્વિટીમાં નોંધપાત્ર રોકાણને પગલે થાપણોમાં ૨૬ જાન્યુઆરી સુધીમાં વૃદ્ધિ ઘટીને ૫.૧ ટકા થઈ છે, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં ૧૩.૩ ટકા હતી. જઇઈંએ ₹૧ કરોડથી વધુ રકમની ડિપોઝિટ અને સિનિયર સિટિઝનના થાપણ દરમાં ૦.૫ ટકાથી ૧.૪ ટકાની રેન્જમાં વધારો કરવો પડ્યો છે. અન્ય બેન્કો પણ આગામી સમયમાં SBIને અનુસરે તેવી શક્યતા છે.
સમયસર ટેક્સ રિટર્ન ફાઇલ નહીં કરો તો કલમ ૮૦નો લાભ નહીં
નાણામંત્રી અરુણ જેટલીએ બજેટમાં એક એવી જોગવાઈ કરી છે જે કરદાતાઓને મોટો ફટકો પાડી શકે છે. બજેટને ઝીણવટભરી નજરે જોઈએ તો એક મહત્ત્વની જોગવાઈ પર ધ્યાન જાય છે. જો તમારે કલમ ૮૦ C હેઠળના લાભ લેવા હોય તો ટેક્સ રિટર્ન નિયત તારીખ ૩૧ જુલાઈ પહેલાં ભરી દેજો.
બજેટમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે તમે નિયત તારીખ સુધીમાં રિટર્ન નહીં ભરો તો ચેપ્ટર VIA હેઠળ કરમુક્ત તમામ આવક કરપાત્ર ગણાશે. ઉલ્લેખનીય છે કે ચેપ્ટર VIA હેઠ્ળ કરદાતા કલમ ૮૦ C, D, DDB, E G, GG, U, TTA અંતર્ગત અનેક રોકાણો કે ખર્ચ પર કરમુક્તિ મેળવી શકે છે, જેમાં બચત ખાતા પરનું ₹૧૦,૦૦૦ સુધીનું વ્યાજ એલઆઇસી, મેડિકલ ઇન્શ્યોરન્સ, ઉચ્ચ શિક્ષણ લોન, એચઆરએ, હાઉસિંગ લોન મુદ્દલ, ટ્યૂશન ફી વગેરેનો સમાવેશ થાય છે.
વ્યક્તિગત કે કોર્પોરેટ એમ બંને પ્રકારના કરદાતાઓ માટે આ નિયમ લાગુ પડશે એમ બજેટમાં જણાવવામાં આવ્યું છે. કેટલાક કિસ્સામાં આ પેનલ્ટી જોગવાઈ હાલમાં લાગુ જ છે, હવે તેમાં કલમ ૮૦ હેઠળની કરમુક્તિઓને પણ આવરી લેવામાં આવી છે. આ નિયમ લાવવા પાછળ સરકારનો આશય વહેલી તકે તિજોરી ભરવાનો છે કારણ કે આટલી મોટી કરમુક્તિ ગુમાવવી કોઈ કરદાતાને પોસાય નહીં તેથી કરદાતા નિયત તારીખ સુધીમાં રિટર્ન ભરી દેશે.