ગુજરાત અનુસુચિત જાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા રાજકોટના ર૦ દલીત સમાજના લોકોને કુલ ૧૬ લાખ રૂપિયાના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં તેઓ પોતે પોતાનો ઉઘોગ સ્થાપી શકે. આ કાર્યક્રમમાં ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી તથા નીતીનભાઇ ભારદ્વાજ ખાસ ઉિ૫સ્થત રહ્યા હતા.
ધનસુખભાઇ ભંડેરીએ કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર દ્વારા રાજકોટના જરુરીયાતમંદ દલીત ભાઇઓ તથા બહેનોને યુવાન અને યુવતિઓ અને સમાજનાં લોકોને ચેક વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. તથા અનુસુચિત જાતીને પણ હું ખુબ અભિનંદન પાઠવું છું કારણ કે તેઓ રાજય સરકારની યોજનાઓ જરૂરીયાત મંદ લોકોને પહોચાડવામાં મદદ કરે છે. ગુજરાત રાજયમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અઘ્યક્ષ સ્થાને અને ભાજપ પક્ષના સૂત્રને સાર્થક કરવા સમગ ટીમને અભિનંદન પાઠવું છું. દલીત સમાજ હરહંમેશ ભાજપ પક્ષ સાથે રહ્યો છે. જે ભાજપ માટે ખુબ જ સારી વાત કહી શકાઇ સાથો સાથ લોકો નવો ઉઘોગ શરુ કરે તે દિશામાં આગળ વધે અને સરકારની યોજનાનો લાભ લ્યે તે માટે અપીલ પણ કરું છું.
અનિલ મકવાણાએ કહ્યું કે, ગુજરાતની ભાજપ સરકાર અને લોકપ્રિય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની નેતૃત્વ હેઠળ કામ કરતી સંસ્થા જે દલીતોના વિકાસ માટે હરહંમેશ અગ્રેસર રહી છે. તે હેતુથી આજરોજ દલીત સમાજનાં ર૦ લોકોને ૧૬ લાખના ચેક એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં તેઓ પોતાનો નવો ઉઘોગ સ્થાપી શકે અને ભારતના વિકાસમાં સિંહ ફાળો આપે આ કાર્યને સફળ બનાવવા ખરા અર્થ ભાજપ સરકારને શ્રેય આપવામાં આવે છે. કારણ કે ભાજપ પક્ષ બાબા સાહેબ આંબેડકર કરતા વિચારો ઉપર ચાલી રહ્યું છે. અને દલીતોના વિકાસ માટે ચિંતીત પણ રહે છે.